રોલ્ફ બુકોજે પોતાના શરીર પર અત્યાર સુધીમાં 516 બોડી મોડિફિકેશન કરાવ્યા, માથે શિંગડા જોઈને દંગ રહી જશો તમે પણ:VIDEO

સમગ્ર વિશ્વમાં મોટી સંખ્યામાં અજબ પ્રકારના શોખ ધરાવતા લોકો રહે છે. તમામ લોકો અન્ય લોકોથી કંઈક અલગ હોય છે. કોઈનામાં કંઈક અનોખું કરી બતાવવાનો ઉમંગ જોવાં મળતો હોય છે તો કોઈક પોતાના શોખ માટે અજબ પ્રકારના કામ કરવાથી પણ ખચકાતા નથી. આવો જ એક વ્યક્તિ જર્મનીમાં રહે છે. રૉલ્ફ બુકોજે પોતાના શરીર પર અત્યાર સુધીમાં 516 બોડી મોડિફિકેશન કરાવ્યા, માથે શિંગડા જોઈને દંગ રહી જશો.  દુનિયાભરમાં મોટી સંખ્યામાં અજબ પ્રકારના શોખ ધરાવતા લોકો રહે છે.

દરેક મનુષ્ય, બીજા મનુષ્યથી કંઈક અલગ હોય છે. કોઈનામાં કંઈક અનોખું કરી દર્શાવવાનો ઉમંગ જોવા મળતો હોય છે તો કોઈક પોતાના શોખ માટે અજબ પ્રકારના કામ કરવાથી પણ ખચકાતા નથી. આવો જ એક શખ્સ જર્મનીમાં રહે છે. તેનું નામ દુનિયામાં સૌથી વધુ વાર બોડી મોડીફિકેશન (Body Modification)ના ગિનિજ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ (Guinness World Record)માં નોંધાયું છે.

બોડી મોડીફિકેશનમાં શરીરમાં છેદ, ટેટૂ બનાવવા કે અન્ય ફેરફારના કાર્ય કરવા સામેલ છે. આ શખ્સનું નામ રૉલ્ફ બુકોજ (Rolf Buchholz) છે. ગિનિજ વર્ડ્ે રેકોર્ડ મુજબ, રૉલ્ફ બુકોજે પોતાના શરીરમાં અત્યાર સુધી 516 બોડી મોડિફિકેશન કરાવ્યા છે. આ તેનો શોખ છે. રૉલ્ફ અનુસાર હજુ પણ આ ફેરફાર પૂરા નથી થયા. તે હજુ પણ પોતાના શરીરમાં આવા ફેરફાર કરી રહ્યો છે. રૉલ્ફ બુકોજ વ્યવસાયે જર્મનીની એક ટેલીકોમ કંપનીમાં ઇન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રમાં કામ કરે છે.

રૉલ્ફ બુકોજ જ્યારે 40 વર્ષનો હતો ત્યારે તેણે બોડી મોડિફિકેશન કરાવવાનો શોખ ચઢયો હતો. પછી તે ઝનૂનમાં બદલાઈ ગયું. 40 વર્ષની ઉંમરે તેણે પોતાનું પહેલુ ટેટૂ અને છુંદણું કરાવ્યું હતું. હવે તે 60 વર્ષથી વધુ ઉંમરનો છે. આ 20 વર્ષમાં તેણે પોતાના શરીર પર અનેક ટેટૂ બનાવડાવયા, હોથો પર છેદ કરાવ્યા, ભમરો અને નાક પર છેદ કરાવ્યા.

આ ઉપરાંત તેણે પોતાના માથા પર આગળની તરફ બે શિંગડા જેવો ઉભાર પણ બનાવડાવ્યો છે.રૉલ્ફનું કહેવું છે કે તે બહારથી ભલે બદલાઈ ગયો હોય પરંતુ અંદરથી હજુ પણ પહેલા જેવો જ છે. તેણે 510 બોડી મોડિફિકેશનમાં 453 છેદ કે પિયરસિંગ, ટેટૂ છે અને કેટલાક અન્ય ફેરફાર છે. આટલું બધું કરાવીને સામાન્ય માણસથી અલગ દેખાવા લાગે છે.

તેના કારણે એકવાર તેણે દુબઈના એરપોર્ટ ઉપર જ રોકી દેવામાં આવ્યો હતો. તેણે બહાર જવાની મંજૂરી નહોતી આપવામાં આવી. તે ત્યાંના લોકોની વચ્ચે એક કાર્યક્રમમાં ગયો હતો. પરંતુ તેને મંજૂરી ન મળી.

હવે તેના વીડિયોને ગિનીજ વર્લ્ડ રેકોર્ડે સોશિયલ મીડિયા પર શૅર કર્યો છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube