ગુરુવારના દિવસે ભૂલથી પણ ન કરતા આ કામ – ઘરની પ્રગતિ અને સંતાન સુખ માટે ગુરુવારના દિવસે રાખો આ બાબતોનું ખાસ ધ્યાન
હિન્દુ ધાર્મિક માન્યતા પ્રમાણે ગુરુવારના દિવસને દેવતાઓના ગુરુ એવા બૃહસ્પતિનો વાર કહેવાય છે. તેમને જ્ઞાન, નૈતિક અને ધાર્મિક કર્મ, વૃદ્ધિ તેમજ સંતાનના કારક ગણવામાં આવે છે. અને તેમના આશિર્વાદથી તમે જીવનમાં સફળ રહો છો. તેમનો આશિર્વાદ મેળવવા માટે મતારે ગુરુવારના દિવસે કેળાના ઝાડની પૂજા કરવી જોઈએ. આ ઉપરાંત આ દિવસે લોકો વિષ્ણુભગવાનની પણ પૂજા કરતા હોય છે. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે ગુરુવારે કેટલાક ચોક્કસ કામ તમારે જરા પણ ન કરવા જોઈએ. તેમ કરવાથી તમારા દેવગુરુ બૃહસ્પતિ નબળા પડે છે.

– ધાર્મિક ગ્રંથોમાં જ્યોતિષશાસ્ત્રમાં બૃહસ્પતિને સ્ત્રીઓની કુંડળીમાં પતિ અને સંતાનના કારક મનાય છે. એવું પણ માનવામા આવે છે કે ગુરુવારના દિવસે મહિલાઓએ વાળ ન ધોવા જોઈએ. અને આ દિવસે તેમણે વાળ પણ ન કપાવવા જોઈએ. આ દિવસે વાળ ધોતી કે પછી વાળ કપાવતી મહિલાની જન્મકુંડલીમાં બૃહસ્પતિ નબળા પડી શકે છે. અને તેની અસર તેમના દાંપત્ય જીવન પર પડે છે. અને સાથે સાથે મહિલાના પતિ તેમજ તેના સંતાનની પ્રગતિ પણ અવરોધાય છે.
– દેવગુરુ બૃહસ્પતિને પ્રસન્ન કરવા માટે ગુરુવારના દિવસે તેમની પુજા કરતી વખતે તેમનો અત્યંત પ્રિય રંગ એવા પિળા રંગનો ઉપયોગ કરવો જોઈએ. જેમ કે હળદર, પીળું ચંદન વગિરેનો. ગુરિવારના દિવસે તમે કેસર, પીળા ચંદન તેમજ હળદરનું દાન કરશો તો તેનું પણ શુભ ફળ મળશે. આ દાન કરવાથી તમારા ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે અને આરોગ્યમાં પણ સુખાકારી પ્રાપ્ત થાય છે.

– આ ઉપરાંત ગુરુવારના દિવસે નખ પણ ન કાપવા જોઈએ કે શેવિંગ પણ ન કરવું જોઈએ. શાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે આ દિવસે આવું કરવાથી દેવગુરુ બૃહસ્પતિ અશુભ ફળ આપે છે. અને તેની અસર વ્યક્તિના આયુષ્ય પર પણ થાય છે.
– ગુરુવારના દિવસે દેવગુરુ બૃહસ્પતિને ખુશ કરવા માટે વ્યક્તિએ કેળાના વૃક્ષમાં જળ અર્પણ કરવું જોઈએ તેમજ શુદ્ધ ઘીનો દીવો કરીને 108 નામોનું ઉચ્ચારણ કરીને ગુરુને પ્રસન્ન કરવા જોઈએ. આમ કરવાથી અપરિણિત લોકોની જીવનસાથીની શોધ પુરી થાય છે અને જો લગ્નમાં કોઈ વિઘ્ન આવતું હોય તો તે પણ દૂર થાય છે.
– આ દિવસે ઉપર જણાવ્યું તે પ્રમાણે કેળાના વૃક્ષની પૂજા કરવી જોઈએ પણ કેળાનું સેવન જરા પણ ન કરવું જોઈએ. આ દિવસે એટલે કે ગુરુવારના દિવસે ઘરમાં વધારે ભાર ધરાવતા વસ્ત્રો ધોવા, કબાડ વિગેરે સાફ કરવા કે ઘરમાંથી બહાર કાઢવા, ઘરને ધોવા તેમજ ઘરમાં પોતુ કરવાથી બાળકો, ઘરના બીજા સભ્યો તેમજ ધર્મ પર શુભ અસર થતી હોય તો તેમાં ઘટાડો થઈ શકે છે.

– ઘણા બધા લોકો એવા હોય છે જે જાનવરોને ખૂબ જ તુચ્છ સમજતા હોય છે પણ આવા લોકોને એ વાત સમજવી પડશે કે જાનવરો અને પક્ષીઓ પણ ભગવાને જ બનાવ્યા છે, તેવામાં તેમને મારવાથી ન તો માત્ર પાપ લાગતું પણ તેનાથી તમે તમારા આવનારા જન્મ માટે દુઃખ પણ લખાવી લો છો. માટે જાનવરોને ક્યારેય ન મારવા જોઈએ. પછી ભલે કોઈ પણ દિવસ હોય. તમારે ગુરુવારના દિવસે જાનવરોને રોટલી ખવડાવવી જોઈએ સાથે સાથે એ નિયમ પણ બનાવી લેવો જોઈએ કે તેમના પર તમે ક્યારેય અત્યાચાર નહીં કરો.
– ગુરુવારના દિવસે તમારે એ પ્રયાસ ખાસ કરવો જોઈએ કે તમે આ દિવસે કાળા રંગના વસ્ત્રો ન પહેરો પણ પીળા રંગના વસ્ત્ર પહેરો તેમ કરવાથી તમારામાં સકારાત્મકતાનો સંચાર થશે. તમે શનિવારના દિવસે કાળા વસ્ત્ર પહેરી શકો છો. પણ ગુરારના દિવસે કાળા વસ્ત્ર ન પહેરો.

ગુરુવારે કરો આ રીતે પૂજા વીધી
ગુરુવારના દિવસે સવારે સ્નાન કર્યા બાદ ગુરુવાર દેવની પૂજા કરો. પૂજામાં પીળી વસ્તુઓ, પીળા ફૂલ, ચણાની દાળ, કીશમીશ, પીળી મિઠાઈ, પીળા ચોખા અને હળદર ચડાવો. આ દિવસે કેળાના ઝાડની પણ પૂજા કરો. કથા વાંચતી વખતે અને પૂજા કરતી વખતે તમારી મનોકામનાનું સાચા મનથી સ્મરણ કરો અને તેની પૂર્તિ માટે પ્રાર્થના કરો. પાણીમાં હળદર નાખીને કેળાના વૃક્ષમાં તે ચડાવો અને કેળાના મૂળમાં ચણાની દાળ અને કીશમીશ ચડાવો. તેની પાસે દીવડો પ્રગડાવી આરતી કરો. ગુરુવારના વ્રતમાં દિવસમાં એક સમય જ ભોજન કરવું જોઈએ.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.