રિલાયન્સ Jio વર્ષનાં અંત સુધી સસ્તા ભાવે સ્માર્ટફોન લોન્ચ…..

સુપર gadgets : રિલાયન્સ જીઓ (Reliance Jio) એ દેશનાં લોકોને ફ્રી ઇન્ટરનેટ સુવિધા લાંબા સમય સુધી પુરી પાડી છે, લોકો જીઓથી જ 4જી સ્પીડનાં ઇન્ટરનેટ વાપરતા થયા છે. એવામાં હવે જીઓ વર્ષનાં અંત સુધી સાવ સસ્તા સ્માર્ટફોન માર્કેટમાં લોન્ચ કરી શકે છે તેવી માહિતી મળી છે. હાલ માર્કેટમાં Xiaomi, Realme, ઓપ્પો અને વીવો જેવા બ્રાંડ માર્કેટમાં છવાયેલા છે પરંતુ જીઓ આ તમામ બ્રાંડને પાછળ છોડવાની તૈયારી કરી રહ્યુ છે. જીઓ ટેલીકોમ કંપનીએ વર્ષનાં અંત સુધી 10 કરોડ જેટલા સસ્તા ભાવ (Cheap price) નાં ફોન તથા તમામ સુવિધાઓથી લેસ સ્માર્ટફોન (Smartphone) માર્કેટમાં ઉતારવાનાં છે.

રિલાયન્સ Jio વર્ષનાં અંત સુધી સસ્તા ભાવે સ્માર્ટફોન લોન્ચ કરે તેવી શક્યતા

એક અખબારમાં છપાયેલા લેખ મુજબ રિલાયન્સ જૂથની કંપની જીઓ ગુગલ એન્ડ્રોઈડ પ્લેટફોર્મ (Android platform) પર 10 કરોડથી વધુ સ્માર્ટફોન માર્કેટમાં ઉતારવાની તૈયારી કરી રહ્યા છે. વધુમાં જણાવી દઈએ કે મુકેશ અંબાણીએ જુલાઈમાં જણાવ્યુ હતુ કે ગુગલ ઓછા ભાવમાં 4જી તથા 5જી સ્માર્ટફોન માટે એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ (Android operating system) તૈયાર કરશે જેને રિલાયન્સ ડિઝાઈન કરશે. રિલાયન્સ જૂથ (Reliance Group) ની કંપની જીઓ જ્યારે પણ માર્કેટમાં પોતાના સ્માર્ટ ફોન લોન્ચ કરશે તો સ્વાભાવિક છે કે બાકીની તમામ કંપનીઓને કડક હરિફ અને હરિફાઈ મળશે. જીઓ 4જી કાર્ડ માર્કેટમાં ગ્રાહકોને તથા યુઝર્સને ફ્રી મળ્યુ હતુ ત્યારે તમામ યુઝર્સ જીઓ તરફ આક્રર્ષાયા હતા અને આજે તમામ કંપનીઓ ખોટમાં છે તથા એક બીજા સાથે ટાઈઅપ કરી રહી છે.

રિલાયન્સ Jio વર્ષનાં અંત સુધી સસ્તા ભાવે સ્માર્ટફોન લોન્ચ કરે તેવી શક્યતા

જીઓએ અગાઉ 2017માં પણ સ્માર્ટ ફોન લોન્ચ કર્યા હતા, જણાવી દઈએ કે હાલ જીઓ ફોનનાં 100 મિલિયન યુઝર્સ છે અને વધુમાં લોકો આ જ ફોન દ્વારા 4જી ઇન્ટરનેટનો ઉપયોગ કરવાની શરૂઆત કરી હતી. જણાવી દઈએ કે ભારતમાં 80 ટકા ફોન તથા 80 ટકા સ્માર્ટ ફોન કંપનીઓ ચાઈનાની છે. દેશમાં 10 માંથી 8 સ્માર્ટફોન ચાઈનીઝ કંપનીઓ વેચે છે. ચાઈનીઝ કંપનીઓ ઓછા ભાવે સારા ફીચર અને જબરદસ્ત કેમેરાથી યુઝર્સને આકર્ષે છે, પરંતુ હવે જીઓ ફોન દેશમાં લોન્ચ થતા જ બાકીની કંપનીઓ મુશ્કેલીમાં મુકાશે એવો અંદાજો લાગી રહ્યો છે. જેવી રીતે જીઓ હંમેશા નવા સ્કીમો સાથે માર્કેટમાં પ્રોડક્ટ લોન્ચ કરે છે તેને જોતા લાગી રહ્યુ છે કે જીઓ કંપની સ્માર્ટ ફોન ડેટાપેક સાથે માર્કેટમાં ડિસેમ્બર 2020 સુધી તથા આવતા વર્ષની શરૂઆત સુધી માર્કેટમાં લોન્ચ થશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube