તામિલાનાડુ રાજ્યની સરકારે તેમના રાજ્યના 2.6 કરોડથી વધુ રાશનકાર્ડ ધારકોને 2500 રૂપિયા રોકડ આપવાનો નિર્ણય કર્યો છે. પોંગલ ઉત્સવને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રોત્સાહક રકમ 4 જાન્યુઆરીથી વિતરણ કરવામાં આવશે જેથી દરેક લણણીનો ઉત્સવ ખુશીથી ઉજવી શકે.
2500 રૂપિયા ઉપરાંત મળશે આ સામાન
આ પેકેજ અંતર્ગત સરકાર રેશનકાર્ડ ધારકોને એક કિલો ચોખા, ખાંડ, કિસમિસ, કાજુ, એલચી, કાપડની થેલી અને શેરડી વિના મૂલ્યે આપશે. ગયા વર્ષે પણ તામિલનાડુ સરકારે સામાન્ય લોકોને ભાત ખરીદવા માટે એક હજાર રૂપિયા આપ્યા હતા અને આ વર્ષે તેમાં રૂ.1500 વધારીને 2500 કરવામાં આવ્યા છે. જણાવી દઈએ કે પોંગલનો તહેવાર 14 જાન્યુઆરીએ આવે છે.

2014માં 100 રૂપિયાથી શરૂઆત કરી હતી
AIADMK સરકારે 2014માં 1 કિલો ચોખા અને 1 કિલો ખાંડ સાથે રાજ્યના લોકોને 100 રૂપિયા આપવાનું શરૂ કર્યું હતું. 2018 માં, આ રકમ વધારીને 1000 રૂપિયા કરી દેવામાં આવી હતી અને હવે મુખ્યમંત્રી પલાનીસ્વામીએ તેને વધારીને 2,500 રૂપિયા કરી દીધી છે.
વિપક્ષે જાહેરાતો પર ઉઠાવ્યા સવાલો
વિપક્ષી નેતા એમ કે સ્ટાલિને મુખ્યમંત્રી પલાનીસ્વામીના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે ‘જ્યારે લોકો નારાજ હતા, ત્યારે કોઈ આર્થિક રાહત આપવામાં આવી ન હતી. પરંતુ હવે જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે, તેમ મુખ્યમંત્રીએ 2,500 રૂપિયા આપવાની ઘોષણા કરી છે, કમસે કમ હવે તેમણે રોગચાળાને લીધે પીડાતા અને ચોમાસાના વરસાદને લીધે મુશ્કેલી ભોગવતા લોકોને પણ રૂ.5,000 આપવાં જોઈએ. જો કે મુખ્યમંત્રીએ વિપક્ષી નેતાના આ આરોપોને નકારી દીધા છે.

તામિલનાડુમાં ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ
તામિલનાડુમાં ચૂંટણીની તૈયારીઓ તેજ કરવામાં આવી છે. નોંધનીય છે કે તમિલનાડુમાં 2021ની વિધાનસભાની ચૂંટણીઓ સંપૂર્ણપણે નવા સંજોગોમાં યોજાશે. રાજ્યના પ્રભાવશાળી પક્ષો અન્નાદ્રમુક (AIADMK) અને દ્રમુક (DMK) તેમના ચમત્કારિક નેતાઓ જયલલિતા અને કરુણાનિધિ વિના ચૂંટણી લડશે. ડીએમકેને લોકસભાની ચૂંટણીમાં નોંધપાત્ર સફળતા મળી હતી, પરંતુ તેના નેતા સ્ટાલિનની ખરી કસોટી ફક્ત 2021માં થશે. બીજી તરફ, એઆઈએડીએમકે સત્તામાં હોવા છતાં જુદા જુદા જૂથોમાં વહેંચાયેલા હોવાને કારણે નબળા છે. જો દિનાકરણની આગેવાનીવાળી શાસક જૂથ ભેગા થાય તો તે મજબૂતાઈથી ઉભરી શકે છે.
નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.
જોડાઓ: Facebook | Twitter | Instagram | Youtube
લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ