Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Business

Ration Cardમાંથી નામ કપાવવાને લઈને લેવાયો મોટો નિર્ણય, જાણી લો નહી તો કપાઈ જશે તમારું નામ

કેન્દ્ર સરકાર(Central Government) જરૂરતમંદોને રાશન (Ration) મળે આ બાબતે ખાસ કાળજી રાખી રહી છે. આ અંતર્ગત, કોરોના રોગચાળા (Corona Pendemic)માં પણ રાશનકાર્ડ (Ration Card) પર એક પછી એક નવા નિર્ણય લેવામાં આવ્યા હતા. હવે ફરી એક વખત કેન્દ્ર સરકારની સૂચના પર રાજ્ય સરકારોએ રેશનકાર્ડ(Ration Card)ને લઈને નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ અંતર્ગત, જો તમે 3 મહિનાથી રાશન લીધું નથી, તો તમારું રેશનકાર્ડ (Ration Card) રદ પણ થઈ શકે છે. ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને બિહાર જેવા રાજ્યોએ પણ તેનો અમલ શરૂ કરી દીધો છે. તાજેતરમાં, ઉત્તર પ્રદેશના ફૂડ અને નાગરિક પુરવઠા વિભાગે દરેક જિલ્લામાંથી રિપોર્ટ માંગ્યો છે. જિલ્લાઓમાંથી સૂચના મળતાંની સાથે જ રેશનકાર્ડ રદ કરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે.

જો ત્રણ મહિના સુધી રાશન(Ration) નથી લઈધુ તો થશે કાર્યવાહી

ઉત્તર પ્રદેશના ફૂડ સપ્લાય ડિપાર્ટમેન્ટે આવા લોકોની યાદી માંગી છે, જેમણે છેલ્લા ત્રણ મહિનાથી રાશન (Ration) લીધું નથી. વિભાગનું માનવું છે કે અગાઉ સ્થળાંતર કરનારાઓ અથવા કામદારો બહાર જતા હોવાને કારણે રાશન ((Ration) મેળવવામાં અસમર્થ હતા, પરંતુ હવે દેશમાં વન નેશન વન રાશનકાર્ડ(Ration Card) યોજના એટલે કે પોર્ટેબીલીટી લાગુ થયા પછી તેઓ ક્યાંય પણ રાશન((Ration) લઈ શકશે. આવી સ્થિતિમાં, જો લાભાર્થીઓ રાશન નહીં લેતા હોય, તો તેનો અર્થ એ કે તેઓ પોતાનું પેટ ભરવામાં સક્ષમ છે. આવી સ્થિતિમાં, જો અન્ય જરૂરીયાતમંદો તેમના રાશનકાર્ડ(Ration Card) રદ કરીને બીજા જરૂરિયાતમંદોને મળશે, તો તેમને પણ લાભ મળશે.

ગયા મહિને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા

તાજેતરમાં સુપ્રીમ કોર્ટની સૂચનાને પગલે રાજ્ય સરકારોએ સેક્સ વર્કર્સને રાશનકાર્ડ(Ration Card) બનાવવાનો નિર્ણય લીધો હતો. કેન્દ્ર સરકારની સૂચના પર, કેટલાક રાજ્ય સરકારોએ ગંભીર રોગોથી પીડિત લોકો માટે રાશનકાર્ડ(Ration Card) બનાવવાનો નિર્ણય લીધો છે. દેશની કેટલીક રાજ્ય સરકારો ગરીબો, કેન્સરગ્રસ્ત, રક્તપિત્ત અને એડ્સના દર્દીઓને વિના મૂલ્યે રાશન આપવા જઈ રહી છે.

દેશમાં 31 માર્ચ 2021 સુધી, 81 કરોડથી વધુ લાભાર્થીઓને રેશનકાર્ડની સહાયથી લાભ મળી રહ્યો છે. કેન્દ્ર સરકાર શ્રેષ્ઠ પ્રયાસ કરી રહી છે કે 31 માર્ચ 2021 સુધીમાં દેશના તમામ રાજ્યોને વન નેશન વન રાશનકાર્ડ (Ration Card)યોજના સાથે જોડવામાં આવે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળના તમામ 81 કરોડ લાભાર્થીઓ ફરી તેના લાભ સરળતાથી મેળવી શકશે. દેશના 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હવે રાષ્ટ્રીય પોર્ટેબિલિટી સુવિધા શરૂ થઈ ગઈ છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

જલ્દી કરો! નવા વર્ષે મોદી સરકાર આપી રહી છે 1 લાખ રૂપિયા જીતવાનો મોકો, બસ કરવુ પડશે આ કામ

Nikitmaniya

એક રૂપિયાનો આ સિક્કો આપને બનાવશે માલામાલ, મળી શકે છે પૂરા 9 કરોડ 99 લાખ!

Nikitmaniya

ઇલેક્ટ્રોનિક સામાન ખરીદતા પહેલા આ વાતનું રાખો ધ્યાન, વીજ બિલમાં થશે નોંધપાત્ર ઘટાડો

Nikitmaniya