જો તમારી પાસે રેશનકાર્ડ છે તો હવે તમારે કોટા ને લગતી તમામ માહિતી મેળવવા માટે પીડીએસ સેન્ટરમાં જવું પડશે નહીં. રેશનની દુકાન પર લાઇનમાં ઉભા રહેવાની ઝંઝટ પણ ખતમ થઇ જશે.

અને તમે જે માહિતી મેળવવા માંગતા હોય તે તમને ઘરે બેઠા જ મળી જશે. સરકારે આ માટે એક વિશેષ સુવિધા શરૂ કરી છે અને આ સુવિધાનો લાભ લેવા માટે સૌથી મહત્વપૂર્ણ એ છે કે તમારી પાસે સ્માર્ટફોન હોવો જરૂરી છે.

જો તમારી પાસે સ્માર્ટફોન નથી તો તમે તમારા પરિવારના કોઈ સભ્યના સ્માર્ટફોનમાથી કામ કરી શકો છો.કેન્દ્ર સરકારે કોરોના રોગચાળાને પ્રસારને રોકવા માટે લાદવામાં આવેલા લોકડાઉન દરમિયાન ‘વન નેશન વન રેશનકાર્ડ’ યોજના શરૂ કરી હતી.

તેનો ઉદ્દેશ એ હતો કે લોકડાઉન સમય લોકોને વ્યસન મેળવવામાં કોઈ તકલીફ ન થાય અને તેમને ખોરાક માટે કોઈ મુશ્કેલી ન વેઠવી પડે.

આ યોજના અંતર્ગત સરકારે એપ લોન્ચ કરી છે જેને તમારી ગૂગલ પ્લે સ્ટોર માંથી ડાઉનલોડ કરવી પડશે.એપને લોન્ચ કરવા પાછળનો હેતુ એ છે કે પરપ્રાંતીઓ સરળતાથી બીજા શહેરમાં સાર્વજનિક વિતરણ પ્રણાલી હેઠળ વેચવામાં આવતા.

અનાજને મેળવી શકશે અને આ એપ્લિકેશનનું નામ મેરા રેશન છે.આ એપના માધ્યમથી તમે સરકારી રેશનની દુકાન પર ગયા વગર તમામ જાણકારી મેળવી શકો છો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube