Rashifal ૧૮ નવેમ્બર : શુક્રનો તુલા રાશિમાં પ્રવેશ આ ૬ રાશિઓનાં જીવનમાં લાવશે ખુશહાલી

મેષ રાશિ

આજે તમારા સંબંધોમાં ઔપચારિકતા રાખવી, નહિતર મતભેદ થવાની સંભાવના છે. તમારા વિચારેલા બધા જ કાર્ય પૂર્ણ થશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. દાંપત્ય જીવનની વાત કરવામાં આવે તો તમને સુખદ પરિણામ મળશે અને તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો ખૂબ જ સારા રહેશે. પૈસાને લઇને કોઇ વ્યક્તિ સાથે વાત થઇ શકે છે. પરિવારમાં બધાને સાથે કોઈ ખાસ બાબત પર વાતચીત થશે. આજે સમાજમાં તમારું માન તથા યશમાં વૃદ્ધિ થવાના યોગ બની રહ્યા છે.

વૃષભ રાશિ

તમારા ઉત્સાહથી લોકો ખુશ રહેશે. પારિવારિક જીવન આજે ખૂબ જ સુખદ રહેશે. તમારા જિદ્દી વ્યવહારને કારણે અન્ય લોકો સાથે સંઘર્ષ થવાની સંભાવના રહેલી છે. આજે તમને આળસ મહેસુસ થશે. તમારી પોતાની ખાણીપીણી હેલ્ધી રાખવી જોઈએ. અમુક મામલામાં તમે થોડા ભાવુક રહી શકો છો. તમારું સમગ્ર ધ્યાન પોતાના કાર્ય પર રહેશે. જેનાથી તમારા કામકાજમાં સુધારો થશે અને તમને ખૂબ જ સારા પરિણામ પ્રાપ્ત થશે. આરામ કરવા માટે સમય મળી શકે છે.

મિથુન રાશિ

તમારી યોગ્ય રણનીતિ શત્રુ પરાસ્ત થશે. તમારો સમય અને પ્રયાસ યોગ્ય તે ચીજ પર લગાવશો, તો તમને ખૂબ જ સારા પરિણામ પ્રાપ્ત થશે. ઓફિસનાં કામ આજે તને ખૂબ જલ્દી પૂર્ણ કરી લેશો. પરણિત લોકોનું જીવન ખુશખુશાલ રહેશે. તમને નવા સ્ત્રોતથી ધનની પ્રાપ્તિ થશે. અચાનક ભાગ્ય વૃદ્ધિ થશે અને કોઈ કાર્ય ખૂબ જ સરસ રીતે પૂર્ણ થશે, જેનાથી તમને અચાનક ધનલાભ થઈ શકે છે. મિત્રોથી સાવધાન રહેવાની જરૂરિયાત છે.

કર્ક રાશિ

જ્યારે તમે અન્ય લોકોની વાત માનીને રોકાણ કરશો તો આર્થિક નુકસાન થવું નક્કી છે. સાસરીયાના લોકો સાથે કોઈ વાતને લઈને પરેશાની ઉભી થઈ શકે છે. વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે રૂચિ વધશે. તમારી પાસે અમુક નવી જવાબદારીઓ આવી શકે છે. જેને તમે સફળતાપૂર્વક નિભાવી શકશો. આજે તમારો ખર્ચ વધારે રહેશે, જેના કારણે તમારી માનસિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે.

સિંહ રાશિ

જીવનસાથીનો સહયોગ મળશે. સાથીઓ સાથે યોગ્ય રીતે સમય પસાર કરી શકશો. સાસરીયા તરફથી કોઇ વાતને લઇને પરેશાની ઉભી થઈ શકે છે. તમારે પોતાના ભવિષ્ય વિશે થોડો વિચાર કરવાની જરૂરિયાત છે. તમારા ઘરે અચાનક કોઈ સંબંધીનું આગમન થઈ શકે છે. આજે તમારા ખર્ચા વધારે રહેશે, જેના કારણે તમારી માનસિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. નવા કાર્યનો પ્રારંભ કરવાનો વિચાર મનમાં આવી શકે છે.

કન્યા રાશિ

કોર્ટ-કચેરીની બાબતમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે. ગેરસમજણ દુર થશે. કોઈ જગ્યાએથી શુભ સમાચાર મળી શકે છે. પારિવારિક મોરચા પર કોઈ ખુશખબરી મળી શકે છે. આજના દિવસે યાત્રા પર જવાથી બચવું. સમય આપી ન શકવાને લીધે તમારા જીવનસાથી તમારાથી નારાજ થઈ શકે છે. વેપારમાં લાભ મળશે. નોકરીમાં તમારો પ્રભાવ વધશે. સગા સંબંધી તથા મિત્રો તરફથી સહયોગ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રને કારણે અચાનક યાત્રા થઈ શકે છે.

તુલા રાશિ

જો તમે કલાના ક્ષેત્ર સાથે જોડાયેલા છો તો પ્રગતિના નવા રસ્તા ખુલ્લા નજર આવશે. પારિવારિક જીવનમાં સંભાળીને વાણીનો પ્રયોગ કરવો નહીં તો મતભેદ થઈ શકે છે. કોઈ ગોસિપને કારણે તમારી ઈમેજ ખરાબ થઈ શકે છે. પોતાના સાથીની સાથે સમય પસાર કરવા માટે તમારે રાહ જોવી પડશે. બિનજરૂરી ખર્ચ થઈ શકે છે. ઉધાર લેવડદેવડ કરવાથી તમારે બચવું જોઈએ. શક્ય હોય તો નવું કાર્ય મધ્યાન પહેલાં પૂર્ણ કરી લેવું.

વૃશ્ચિક રાશિ

વકીલની પાસે જઈને કાનૂની સલાહ લેવા માટે સારો દિવસ છે. કામની પ્રાથમિકતા નક્કી કરો, તેનાથી તમારું વિચારેલું કાર્ય આજે પણ થશે. પોતાના સપનાઓનું ઘર ખરીદવાનું સપનું ખૂબ જ જલ્દી પુર્ણ થશે. અભ્યાસમાં સફળ થવા માટે મહેનત કરવી પડશે. લવ લાઈફ સારી રહેશે, પરંતુ સ્વાસ્થ્યના લઈને અમુક પરેશાન રહી શકે છે. મનમાં નકારાત્મક વિચારોનો પ્રભાવ રહેશે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે.

ધન રાશિ

આજે વેપારની આવકમાં વધારો થશે. માતા તરફથી ધનપ્રાપ્તિના યોગ બની રહ્યા છે. આજે કોઈ નવો પ્રોજેક્ટ અથવા યોજના આરંભ કરવા માટે શુભ દિવસ રહેશે. કાર્યક્ષેત્ર પર કોઈ કામને સમયસર પૂર્ણ કરવામાં સફળતા મળશે. પ્રોપર્ટી સાથે જોડાયેલ કોઈ ખુશખબરી મળી શકે છે. તમારા કાર્યોમાં આવેલ અવરોધથી તમે પરેશાન રહેશો. આજે ધીરજથી કામ કરવું પડશે. નાના ભાઈ-બહેનો તથા સહકાર તરફથી સહયોગ મળશે. આવશ્યક કામોનો પ્રોજેક્ટ બનાવી શકો છો.

મકર રાશિ

પોતાના જીવનસાથી મેળવવા માટે તમારે સખત મહેનત કરવી પડશે. તમારો કોઈ અટવાયેલું કાર્ય પૂર્ણ થઇ શકે છે. યાત્રા મંગળકારી રહેશે. પરિવારમાં કોઈ ગેરસમજણને જલ્દી ઉકેલ લાવવાની કોશિશ કરવી. કોઈ બિઝનેસ ટ્રિપ પર જવું લાભદાયક રહે છે. માર્કેટિંગ અને સેલ્સ વાળા લોકો માટે દિવસ ઉત્સાહવર્ધક રહેશે. ખુબજ ગૂંચવણ ભરેલા મામલા અને સફળતાપૂર્વક ઉકેલી શકશો. તમારી બેદરકારીથી રોગ તથા કષ્ટનો ભય રહેશે.

કુંભ રાશિ

આજે વેપારીઓ માટે ઉત્તમ દિવસ છે. કામકાજ વધી શકે છે. લવ લાઈફની બાબતમાં આજનો દિવસ સારો રહેશે. પરંતુ પ્રેમી પર દબાણ બનાવવાથી બચવું. પ્રોપર્ટી સાથે જોડાયેલ કોઇ કાનૂની વિવાદમાં ઉકેલ મળી શકે છે. આર્થિક રોકાણમાં નુકસાન થવાનો ભય રહેશે. બધાના આશીર્વાદને કારણે સફળતા પ્રાપ્તિનો યોગ બની રહ્યા છે. વાણીમાં કઠોરતાનો ભાવ રહેશે. વાતચીતમાં સંતુલન જાળવી રાખવું. અમુક લોકોને આજે ખૂબ જ ધન પ્રાપ્તિ થઇ શકે છે.

મીન રાશિ

દામ્પત્યજીવન ની દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. આજે તમે પરિવાર સાથે સમય કાઢી શકશો. બહાર જવાનો કાર્યક્રમ બનાવશો તો વધારે યોગ્ય રહેશે. કાર્યક્ષેત્રમાં પરેશાની થઈ શકે છે. સંયમથી કામ લેવું તમને લવ પાર્ટનર તરફથી સાચો પ્રેમ મળશે. કોઈ પ્રોપર્ટી ખરીદવાનો વિચારી શકો છો. લોકોની સાથે આવેગમાં આવવાથી બચવાની કોશિશ કરવી. ઘરમાં શાંતિ જાળવી રાખવી. વ્યવહારમાં વિનમ્રતા જાળવી રાખવી.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube