Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Religion

Rashifal ૨૯ નવેમ્બર : સૂર્યદેવ આ ૩ રાશિઓને આપશે વરદાન, તરક્કીનાં માર્ગ થશે પ્રશસ્ત

મેષ રાશિ

આજે વિદ્યાર્થીઓએ અભ્યાસમાં વધારે મહેનત કરવાની જરૂરિયાત રહેશે. પોતાના સાથીની સાથે સમય પસાર કરીને સારું મહેસૂસ કરશો. પરિવારના કોઈ સભ્યને પોતાની જીદ પૂરી કરવા માટે મનાવશો. ઉચ્ચ શિક્ષા મેળવી રહેલા લોકોએ અભ્યાસ પર ધ્યાન આપવું. ઉતાવળમાં લેવામાં આવેલા નિર્ણય તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે, જેના માટે તમારે આગળ જતાં પસ્તાવું પડી શકે છે. આજના દિવસે યાત્રા કરવાથી બચવું. કોઈપણ પ્રકારની પ્રતિયોગિતા કે પ્રતિસ્પર્ધામાં તમને સફળતા પ્રાપ્ત થશે.

વૃષભ રાશિ

તમને સરકારી નોકરી મળવાની સંભાવના નજર આવી રહી છે, તેથી તમારી મહેનત ચાલુ રાખવી. આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને કાર્ય સ્થળ પર સહયોગીઓનો સહયોગ પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્ર પર કોઈ વિરોધી સાથે શત્રુતા ઓછી કરવાના પ્રયાસ કરવા. જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાની કોશિશ કરવી. નવવિવાહિત કપલ એ પરસ્પર મતભેદ દૂર કરવાના પ્રયાસ કરવા. આજે કરવામાં આવેલું રોકાણ ભવિષ્યમાં કામ આવી શકે છે. અમુક ખાસ લોકોનો સહયોગ મળશે.

મિથુન રાશિ

આજે તમારા સારા કામ માટે સન્માન મળશે. પરિવારના મામલાઓમાં વ્યસ્ત રહેશો. પ્રતિયોગી પરીક્ષામાં સફળતાના યોગ છે. સમાજમાં તમને માન-સન્માન મળશે. કોઈ મહિલાની તરફ આકર્ષિત થઇ શકો છો. આજે સ્વાસ્થ્યને લઈને થોડી સાવચેત રહેવાની આવશ્યકતા રહેશે. કરિયરને નવી દિશા આપવાની કોશિશ કરશો. પિતાનું સ્વાસ્થ્ય જો પહેલા કરતા ખરાબ થઈ રહ્યું હોય તો તેમના પર આજે વિશેષ ધ્યાન આપવું. યાત્રા કરતાં સમયે વાહન સાવધાનીપૂર્વક ચલાવવું.

કર્ક રાશિ

અજાણ્યા લોકો પર વધારે ભરોસો કરવો નહી. સ્વાસ્થ્યને નજર અંદાજ કરવાથી તણાવ વધવાની સંભાવના રહેલી છે, તેથી ડોક્ટરની સલાહ તમારા માટે કારગર સાબિત થઈ શકે છે. કાર્યક્ષેત્ર પર કોઈ સ્થિતિને સંભાળવામાં સફળ રહેશો. મિત્રોની સાથે બહાર ફરવા જઈ શકો છો. કોઈની સાથે પ્રેમ સંબંધની શરૂઆત થઈ શકે છે. કરીયરને લઈને કોઈ ખુશખબરી મળી શકે છે. વ્યવસાયમાં સાવધાન રહેવાની જરૂરિયાત રહેશે. માનસિક સ્થિતિ સંતુલનમાં રહેશે.

સિંહ રાશિ

આજે તમને જીવનમાં આવનારી બધી જ પરેશાનીઓમાંથી છુટકારો મળી જશે. તમારા જીવનસાથી ઘરના કામમાં તમારી મદદની આશા રાખશે. કોઈ મહત્વપૂર્ણ જગ્યાએ જવા વિશે વિચારી રહ્યા હોય તો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં જવાથી બચવું. કોઈ યાત્રામાં જવું અનુકૂળ રહેશે નહી. અભ્યાસમાં તમારું પ્રદર્શન ઉત્તમ રહેશે. તમે ખૂબ જ ઝડપથી પ્રગતિ કરીને સફળતાના નવા કીર્તિમાન સ્થાપિત કરી શકો છો. પ્રેમ સંબંધને લઇને પ્રામાણિક રહેવું. સમાજ સેવા કરશો.

કન્યા રાશિ

નવા કાર્યોની શરૂઆત કરવા માટે આજનો દિવસ અનુકૂળ છે. પોતાના લગ્નજીવનને સુખી બનાવી રાખવા માટે તમારે પોતાના સ્વભાવમાં પરિવર્તન લાવવાની કોશિશ કરવી જોઈએ, નાનો એવો બદલાવ તમારા સંબંધોમાં મધુરતા લાવશે. પૈસાની સ્થિતિ સારી રહેશે. વ્યક્તિગત અને વ્યાવસાયિક દ્રષ્ટિએ આજનો દિવસ ઉત્તમ રહેશે. આજે તમારે પોતાના નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવા. અનૈતિક સંબંધોથી દૂર રહેવું. તમારા જનસંપર્કમાં વધારો કરી પોતાના નેટવર્કને વધારે મજબુત કરવું.

તુલા રાશિ

વ્યવસાય માટે આજે ખૂબ જ સારો દિવસ છે. કામકાજને લઈને મનમાં ઘણા પ્રકારની મૂંઝવણ રહેશે, જેના લીધે તમારી મહેનતમાં કમી આવશે. સંપત્તિ સંબંધિત સોદાઓમાં ફાયદો મળી શકે છે. પારિવારિક જીવન સારું રહેશે અને સ્વાસ્થ્યને લઈને સાવધાની રાખવાની જરૂરિયાત રહેશે. સામાજીક માન-સન્માન જળવાઇ રહેશે. નાની-નાની વાતોને લઈને મન પરેશાન રહેશે, તેથી આજે હનુમાન ચાલીસાનો પાઠ કરવો. આવું કરવાથી માનસિક શાંતિની પ્રાપ્તિ થશે.

વૃશ્ચિક રાશિ

તમારો આત્મવિશ્વાસ વધેલો જોવા મળશે. તમારી રચનાત્મકતા જોઈને ઉચ્ચ અધિકારી તમારાથી ખૂબ જ પ્રભાવિત થશે. જો તમે આ જ રીતે આગળ વધતા રહેશો તો ખૂબ જ જલ્દી તમારી પ્રગતિ થઈ શકે છે. આર્થિક મોરચા પર આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો પસાર થશે. નાના ભાઈ સાથે વિવાદ થઈ શકે છે, જેના લીધે પરિવારનું વાતાવરણ તણાવપૂર્ણ રહેવાની સંભાવના રહેલી છે. જીવનસાથી સાથે સમય પસાર કરી શકશો અને તમારી વચ્ચે રહેલી ગેરસમજણોને દૂર કરી શકશો.

ધન રાશિ

આજે તમારી અંદરની પ્રતિભાનો પૂર્ણ લાભ લેવાનો સમય છે. એ વાતમાં ખાસ સાવધાની રાખવી કે તમે કોની સાથે આર્થિક લેવડ-દેવડ કરી રહ્યા છો. ગૃહ ઉપયોગી વસ્તુઓમાં વધારો થશે. પારિવારિક દાયિત્વની પૂર્તિ થશે. આર્થિક પક્ષ મજબૂત થશે. રચનાત્મક કાર્યોમાં સફળતા મળશે. ખુશહાલ જીવનની ઝલક જોવા મળશે. આજે કોઈની સાથે વાદ-વિવાદમાં પડવું નહી, નહીંતર આજનો દિવસ તણાવપૂર્ણ રહી શકે છે. વ્યવસાય ખૂબ જ સારો ચાલશે.

મકર રાશિ

આજે આર્થિક મોરચા પર એક મિશ્રિત દિવસ રહેશે કારણકે ચીજો સંતુલિત હશે. પૈસાની બાબતમાં આજનો દિવસ ભાગ્યશાળી રહેશે તમારી યોગ્ય આર્થિક યોજનાઓ નુ ચિત પરિણામ આજે તમને મળી શકે છે જો તમે પોતાના સંતાન માટે થોડો રોકાણ કરવા માંગતા હોય તો આજનો દિવસ આ વિષય પર પ્લાન કરવા માટે ઉત્તમ રહેશે સ્વાસ્થ્ય સાથે જોડાયેલી પરેશાનીમાંથી રાહત મળશે. અન્ય લોકોની સાથે પ્રામાણિક થવું તમારા માટે સારું રહેશે. વ્યવસાયમાં તમને મોટો નફો થઈ શકે છે.

કુંભ રાશિ

આજે લાંબી દૂરની યાત્રા કરવાનો અવસર મળશે. જીવનસાથી તમારા વિચારો સાથે સહમત થશે. અભ્યાસમાં કોઈની મદદ તમને ખૂબ જ કામમાં આવશે. જીવનસાથીની સલાહ તમને કામ આવી શકે છે. પરિવારના લોકોની સાથે કોઈ જગ્યાએ ફરવા જઈ શકો છો. તમે પોતાના સાથીની સાથે સમય પસાર કરવાનું પસંદ કરશો. એવા વિચારોને પોતાના પર હાવી થવા દેવા નહી કે જેના લીધે તમારા સંબંધ ખરાબ થાય. એવા લોકો સાથે પણ જોડાવાથી પણ બચવું જે તમારી પ્રતિષ્ઠાને આઘાત પહોંચાડી શકે છે.

મીન રાશિ

આજે તમારા પ્રિયની ગેરહાજરી તમારા દિલને નાજુક બનાવી શકે છે. કોઈ નવા પ્રોજેક્ટ માટે તમને ટ્રેનિંગનો અવસર મળી શકે છે. શાસન સત્તાનો સહયોગ રહેશે. વ્યાવસાયિક યોજના ફળીભૂત થશે. ઘરેલુ મોરચા પર બદલાવ વિશે વિચારી શકો છો. કોઈ સપનાને પૂરું કરવાની કોશિશ કરશો. પરિવારના લોકોની સાથે સમય પસાર કરીને સારું લાગશે. અન્ય લોકોનો સહયોગ મેળવવામાં સફળ રહેશો, પરંતુ પાડોશી કે કર્મચારી તરફથી તણાવ મળી શકે છે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૨૯ નવેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

માં લક્ષ્મી ની કૃપા થી આ 6 ભાગ્યશાળી રાશિઓમાં બની રહ્યો છે રાજયોગ, આ રાશિઓની ચમકવાની…..

Nikitmaniya

ધનવાન બનવા અને આર્થિક તંગીમાંથી છૂટકારો મેળવવા કરો કુબેર દેવના આ ઉપાયો

Nikitmaniya

રાશિ અનુસાર જાણો તમને કેવી પત્ની મળશે, આ રાશિના પુરુષોને મળે છે ડ્રામેબાજ પત્ની

Nikitmaniya