Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Religion

Rashifal ૨૬ ડિસેમ્બર : શનિવારે ૩ રાશિવાળા લોકોને થશે મોટું નુકસાન, કોઈ મુસીબતમાં ફસાઈ શકો છો

મેષ રાશિ

પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું વધારે આવશ્યક હશે. વિચારેલા કાર્યો પૂર્ણ થશે. આજે પરિવારનાં સદસ્યોનો પૂર્ણ સહયોગ મળશે. ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. જીવનસાથીનો સહયોગ મળશે. સમાજમાં લોકો સાથે મળવાનું વધશે. આજે કોઈ વાતને લઈને મનમાં પ્રસન્નતા જળવાઈ રહેશે. મિત્રોના આવવાથી તમારી ખુશી વધી જશે. જો તમે આજે કોઈને પ્રપોઝ કરવા માંગો છો તો સારો દિવસ છે.

વૃષભ રાશિ

પારિવારિક વાતાવરણમાં અનુકૂળ રહેશે. આજે પૈસાની લેવડદેવડમાં થોડી સાવધાની રાખવાની જરૂરિયાત છે. તમે કોઈ જગ્યાએ સામાન રાખીને ભૂલી શકો છો. મગજને તાજગી મહેસુસ કરાવવા માટે અભ્યાસમાંથી થોડો બ્રેક લેવો. તમારી પોતાની કિંમતી ચીજોનું ધ્યાન રાખવું જોઈએ. કાર્યક્ષેત્રમાં સફળતા મેળવવા માટે વધારે મહેનત કરવાની આવશ્યકતા છે. આજનો દિવસ લાઇટ માટે ખૂબ જ સારો રહેશે. લવ પાર્ટનર સાથે મુલાકાત થઇ શકે છે.

મિથુન રાશિ

ઉધાર આપેલા પૈસા પરત મળી શકે છે. વ્યવસાય સામાન્ય રહેશે. મિત્રો સાથે મુલાકાત થવાથી આનંદપૂર્ણ દિવસ રહેશે. નોકરીમાં અધિકારીઓનો સહયોગ તથા કાર્ય કરવા માટે ઉત્સાહ જળવાઈ રહેશે. પરિવારનાં કોઈ સદસ્યની સફળતાને ઉજવણી કરશો. ઓફિસમાં તમારા કાર્યને ઓળખ મળવાથી મનમાં સંતોષ અને આત્મબળનો ભાવ રહેશે. રૂપિયા પૈસાની બાબતમાં આજનો દિવસ સારો છે. વિવાહ ઉત્સુક લોકોને યોગ્ય જીવનસાથી મળી શકે છે.

કર્ક રાશિ

કાર્યક્ષેત્રમાં તમે ખૂબ જ સક્રિય રહેશો. તમારા મોટા ભાગના મામલા સરળતાથી ઉકેલી શકાશે. સખત મહેનત કરવી અને પોતાના લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત કરશો તો સફળતા જરૂરથી પ્રાપ્ત થશે. પરિવારનાં કોઈ સદસ્ય પર અભ્યાસ માટે દબાણ બનાવવાની જરૂરિયાત છે. નવા લોકોને પરિયોજનાઓ પર વિચાર કરવા માટે આજનો દિવસ સારો છે. આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે તથા સ્વાસ્થ્ય પર શુભ પ્રભાવ પડશે. સમયનો આનંદ લો.

સિંહ રાશિ

આજે તમારે સમજી વિચારીને કાર્ય કરવું પડશે. તમારી સખત મહેનતને લીધે તમારા અધિકારી તમને બોનસ આપી શકે છે. અનાવશ્યક ખર્ચથી બચવું. કોઈપણ વ્યક્તિની મીઠી મીઠી વાતોમાં આવવાથી બચવું. તમારા સાથીની સાથે તમારા મતભેદો દૂર કરવામાં તમે સફળ રહેશો. કાર્યમાં અડચણ આવી શકે છે, જેથી સાવધાન રહેવું. આજે વધારે જરૂરી ન હોય તો ઘરેથી બહાર નીકળવું નહીં. મુશ્કેલ પરિસ્થિતિમાં પણ ધીરજથી સામનો કરવો.

કન્યા રાશિ

આજે છુપાયેલા દુશ્મન તમારા વિશે અફવા ફેલાવવા માટે અધીરા મળશે. માતા-પિતાની સાથે તમે ધાર્મિક સ્થળ પર જઇ શકો છો. તમારા સ્વાસ્થ્ય પહેલાં કરતાં વધારે સારું રહેશે. અભ્યાસમાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. આજે તમે ખૂબ જ સરસ ભોજનનો આનંદ ઉઠાવી શકશો. યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. તમારા કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થવાની સંભાવના રહેલી છે. તમારે થોડી ધીરજ રાખવાની જરૂરિયાત છે.

તુલા રાશિ

આજે કોર્ટ-કચેરીની બાબતો તમારા પક્ષમાં રહેશે. અન્ય લોકોની વાતો પર જલ્દી વિશ્વાસ કરી લેવો નહીં. આજે આર્થિક યોગ પ્રબળ છે. દાંપત્ય જીવનમાં સુધારો થશે અને એકબીજાની વધારે નજીક આવશો. તમે માનસિક રૂપથી સ્વસ્થ રહેશો. પારિવારિક જીવન સારું રહેશે. સામાજિક કાર્યો થી તમારા પ્રભાવમાં વૃદ્ધિ થશે. ઇચ્છિત પરિણામ આપવા માટે તમારે પોતાની કોશિશો પર એકાગ્રતા જાળવી રાખવાની જરૂરિયાત છે.

વૃશ્ચિક રાશિ

થાકને કારણે અમુક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે. સરકારી કામમાં અમુક લોકોનો સહયોગ મળશે, જેનાથી તમે પોતાનું કાર્ય સમયસર પૂર્ણ કરી શકશો. કામ પ્રત્યે તમારી મહેનત અને ધગશ વધશે. આજે ખર્ચ વધારે થશે અને તમારી આવક અપેક્ષામાં ઓછી થશે. તમારી સફળતા સુનિશ્ચિત થશે. પરિવારજનોને તમારી પાસેથી અપેક્ષા રહેશે. સ્થાન પરિવર્તનનાં યોગ બની રહ્યા છે. કોઈ કાનૂની વિવાદમાં ફસાઈ શકો છો.

ધન રાશિ

તમારા માટે આજે દિવસ ઉતાર-ચડાવ લઈને આવશે. તમારૂ સ્વાસ્થ્ય સારું રહેશે. શત્રુઓ તમારા પર હાવી થઈ શકે છે. તમે પોતાના સહયોગીઓની વચ્ચે એક ખૂબ જ બુદ્ધિમાન વ્યક્તિના રૂપમાં સામે આવશો. તમે પોતાના પ્રિય વ્યક્તિ સામે પ્રેમને વ્યક્ત કરી શકો છો. તમારા સહકર્મીઓ અને તમારા બોસ તમારા વિચારોની પ્રશંસા કરશે. આજે વ્યવસાયિક યાત્રા સફળ રહેશે. વ્યવસાયિક ક્ષેત્રમાં ઉન્નતિના અવસર પ્રાપ્ત થશે.

મકર રાશિ

આજે ઘરની જરુરિયાતો પર ધ્યાન આપવું અત્યંત આવશ્યક છે. પોતાની કારકિર્દીને લઇને ચિંતિત રહેશો. નવા કામમાં ઉતાવળ કરવી નહીં. પારિવારિક જવાબદારીઓને ખૂબ જ સારી રીતે નિભાવી શકશો. પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખશો તો સફળતા જરૂરથી પ્રાપ્ત થશે. બાળકો સાથે જોડાયેલી સમસ્યા તમારા માટે તણાવનું કારણ બની શકે છે. કાર્યસ્થળ પર કર્મચારીઓની નિષ્ક્રિયતાને કારણે મન અપ્રસન્ન રહેશે.

કુંભ રાશિ

પારિવારિક સદસ્યોની સાથે દિવસનો આનંદ ઉઠાવી શકશો. આજે કરવામાં આવેલી ગતિવિધિઓથી ભવિષ્યમાં લાભ થશે અને અન્ય લોકોની મદદ માટે હંમેશા તૈયાર રહેશો. તમારી ઉર્જાનું સ્તર ઉંચુ આવશે. આજે ખર્ચમાં અનાવશ્યક રૂપથી વધશે. કોઈ સંબંધી અથવા મિત્રની મદદથી કામ પૂરા થવાના યોગ બની રહ્યા છે. તમે પોતાના દુઃખને આજે છુપાવશો. આજે ખુશ ખબરી મળવાનો દિવસ છે.

મીન રાશિ

આજે તમને સફળતાની ચાવી પ્રાથમિકતાઓ લકી કરવાથી મળશે. આજે તમે આરામ કરી શકો છો. આજનો દિવસ પૈસા કમાવાની બાબતમાં સારો રહેશે. તમને ખૂબ જ સારો ધનલાભ થવાના યોગ બની શકે છે. વેપારીઓએ આજે સાવધાન રહેવાની જરૂરિયાત છે, કારણ કે તમારા માણસો તમને દગો આપવાની કોશિશ કરી શકે છે. સંબંધોમાં આવેલી કડવાશ દૂર થશે. નવી યોજનાઓમાં મહેનત અનુસાર પરિણામ મળશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

લસણના આ સરળ ઉપાય કરી લો, ટૂંક જ સમયમાં થવા લાગશે ધનની પ્રાપ્તિ, જાણો વિગતે…

Nikitmaniya

05.09.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

admin

સાપ્તાહિક આર્થિક રાશિફળ 21થી 27 સપ્ટેમ્બર: આ પાંચ રાશિઓને વધારે રહેશે ખર્ચ

Nikitmaniya