Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Religion

Rashifal:- ૨૦ નવેમ્બર : શુક્રવારે આ ૩ રાશિઓએ સાવધાન રહેવાની જરૂરિયાત છે, પાર્ટનર પર ક્રોધ કરવાથી બગડી શકે છે સંબંધ

મેષ રાશિ

આજે કોઈ મહત્વપૂર્ણ કાર્ય કરતા સમયે પીળા વસ્ત્ર પહેરવાથી લાભ થશે. શારીરિક રૂપથી અને માનસિક રૂપથી વ્યાકુળતાનો અનુભવ કરી શકો છો. ઓફિસમાં કાર્યભારને કારણે વધારે થાકનો અનુભવ થઈ શકે છે. તમારા વ્યવહારમાં ગુસ્સો જોવા મળી શકે છે. તમારે ઘરે આરામ કરવો જોઈએ. પરિવારના લોકો સાથે વાત કરવી જોઈએ. આજનો દિવસ એવી કોઈ ચીજો ખરીદવા માટે યોગ્ય છે, જેની કિંમત આગળ જઈને વધી શકે છે.

વૃષભ રાશિ

આજે પરિવારમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ રહેશે. માતાજી તરફથી લાભ થશે. ઘરમાં પરિવારજનોની સાથે ખૂબ જ સારો સમય પસાર થશે. નોકરી કરતા લોકોને નોકરીમાં લાભ રહેશે. આજે તમારા પ્રિય વ્યક્તિ થોડા ગુસ્સામાં રહેશે, જેનાથી તમારા પણ દબાણ વધશે. ઓફિસ અને વેપારમાં તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણયથી મોટો ફાયદો થવાના યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્ર અથવા ઓફિસ સાથે જોડાયેલી યોજનાઓ પૂરી થઈ શકે છે.

મિથુન રાશિ

આજે તમે આકર્ષણનું કેન્દ્ર રહેશો અને પોતાની છાપ છોડી શકશો. તમારો દિવસ મિશ્રિત ફળદાયી રહેશે. નિર્ધારિત કાર્ય કરવા માટે પ્રયાસ કરતા રહેવા. ધાર્મિક યાત્રાનું આયોજન થઈ શકે છે. તમારા જીવનમાં ચાલી રહેલી બધી જ પરેશાનીઓનો અંત થઇ જશે. રોજીંદા કામમાંથી ફાયદો મળી શકે છે. પ્રોપર્ટી સાથે જોડાયેલ ફાયદો થવાની પણ સંભાવના છે. ઓફિસ અથવા વેપારમાં કોઈ નવી પહેલ કરી શકો છો. પરિવારજનોની સાથે કોઈ સમારોહમાં જઈ શકો છો.

કર્ક રાશિ

વેપારમાં વાતાવરણ અનુકૂળ રહેશે. આવકમાં વૃદ્ધિ થવાની સંભાવના રહેલી છે. જો તમે કોઈ પરિસ્થિતિથી ગભરાઈને ભાગશો તો તે તમારો પીછો અવશ્ય કરશે. ઘરમાં કોઈ મહેમાનનાં આવવાથી થોડી પરેશાની રહી શકે છે. કોઈ સાથે વિવાદ અથવા મતભેદ પણ થઈ શકે છે. ખર્ચ અને વ્યર્થ ભાગદોડ પણ થઈ શકે છે. વેપાર અથવા કાર્યક્ષેત્ર સંબંધિત યાત્રા થઈ શકે છે. તમારી કોઈ ખોવાયેલી વસ્તુ તમને પરત મળી શકે છે. તેને મેળવીને તમે ખૂબ જ પ્રસન્ન રહેશો.

સિંહ રાશિ

આજે તમે શાંત અને તણાવ રહિત રહેશો. લવમેટ માટે આજનો દિવસ સારો છે. વાતચીતમાં કુશળતા આજે તમારો મજબૂત પક્ષ સાબિત થશે. જીવનસાથી સાથેના ખરાબ વ્યવહારથી નકારાત્મક અસર પડી શકે છે. આજે શોપિંગ પર જઈ શકો છો. ભાઈ-બહેનો તરફથી સહયોગ મળશે. પાર્ટનર પર ક્રોધ કરવાથી બચવું. તમે કોઈ વાતને લઈને ગુસ્સે થઈ શકો છો, જેનાથી તમારા સંબંધ બગડી શકે છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. નિયમિત રૂપથી કસરત કરવાનું છોડવું નહીં.

કન્યા રાશિ

આજે તમને મિત્રોનો સાથ મળશે અને તેમની સાથે ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. કોઈ વ્યક્તિ દ્વારા તમારી સાથે વિશ્વાસઘાત જેવી ઘટના થઈ શકે છે. તમારો ખર્ચ તમારું બજેટ બગાડી શકે છે, એટલા માટે તમારી ઘણી યોજનાઓ વચ્ચે અટકી જશે. સવારે ઊઠીને સૌથી પહેલા ગણેશજીની આરાધના કરીને દિવસની શરૂઆત કરવાથી તમને લાભ પ્રાપ્ત થશે. આર્થિક આયોજનમાં અમુક અડચણ આવશે, પરંતુ બાદમાં તેનો ઉકેલ મળી જશે.

તુલા રાશિ

નજીકનાં મિત્ર અને ભાગીદાર નારાજ થઈને તમારી મુશ્કેલી વધારી શકે છે. પોતાની વ્યક્તિગત ભાવનાઓ અને અંગત વાતો પોતાના પ્રિય વ્યક્તિ સાથે વહેંચવાનો યોગ્ય સમય નથી. ઋતુજન્ય આ બીમારી પરેશાન કરી શકે છે. પાર્ટનરની ભાવનાઓને સમજવાની કોશિશ કરવી. અમુક નવા અવસર મળી શકે છે. સહયોગ તરફથી મદદ મળશે. સાંજનો મોટાભાગનો સમય મહેમાનો સાથે પસાર થશે.

વૃશ્ચિક રાશિ

આજે યાત્રા તમને થાક અને તણાવ આપશે, પરંતુ આર્થિક રૂપથી ફાયદાકારક સાબિત થશે. આજે તમારો વ્યવહાર સામાન્ય રહેશે. કાર્યક્ષેત્રમાં તમારી ભૂમિકા પ્રબંધન સાથે જોડાયેલી છે, તો તમારો દિવસ સારો થઈ શકે છે. સમસ્યાઓનો ઉકેલ કરવાની કોશિશમાં યોજનાઓમાં બદલાવ આવી શકે છે. આજે થોડું વધારે કામ રહેશે, જેથી ધીરજ રાખવી. તમારા દ્વારા કરવામાં આવેલ કાર્યના તમને સારા પરિણામ પ્રાપ્ત થશે. મિત્રો અને પરિવારજનો તરફથી સહયોગ મળી શકે છે.

ધન રાશિ

આજે તમારી પાસે એવા ઘણાં અવસર આવશે જે ભવિષ્યમાં તમને વધુ પૈસા કમાવવાના અવસર પ્રદાન કરશે. આજે તમે તન અને મનથી હળવાશ મહેસૂસ કરશો. રોકાણકારો માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. આજે ભાગ્ય વૃદ્ધિ થઇ શકે છે. આજે તમે યાત્રા પર જઈ શકો છો. આજે તમને મનપસંદ ભોજન મળી શકે છે. પોતાની વાણી અને વ્યવહાર પર સંયમ રાખવું. વધારે સંવેદનશીલતા તમારા મનને વ્યથિત કરી શકે છે. સામાજિક અને ધાર્મિક સમારોહ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે.

મકર રાશિ

આજે ભાઈ-બહેનોના સ્વાસ્થ્ય પ્રત્યે થોડી સતર્કતા રાખવાની જરૂરિયાત છે. કારણ વગરની ચિંતા કરવી નહીં અને સકારાત્મક રહેવું. તમને પોતાની પસંદગીનું ભોજન મળી શકે છે. આજનો દિવસ અમુક બાબતો એવી રહેશે જે તમારી ઈચ્છા વિરુદ્ધ હશે. આજે તમે પોતાના જીવનસાથી પર શંકા કરી શકો છો, જેના કારણે તાલમેળમાં પરેશાની ઉભી થશે. કોઈપણ પ્રકારનું નવું રોકાણ કરવા માટે આજનો દિવસ સારો નથી, તેનાથી તમને નુકસાન થઈ શકે છે.

કુંભ રાશિ

દાંપત્યજીવન માટે આજનો દિવસ સામાન્ય રહેશે. તમારા સાથીને તમારી અંદર આવેલ બદલાવ સારો લાગશે. અનૈતિક પ્રવૃત્તિઓથી દૂર રહેવું. વિદ્યાર્થીઓને અભ્યાસમાં મન લગાવીને પ્રયાસ કરવાની જરૂરિયાત છે. નોકરી અને વેપારમાં સંભાળીને રહેવાની જરૂરિયાત છે. ઓફિસમાં કોઈ સાથે વાદ-વિવાદ થઈ શકે છે. અમુક બાબતોમાં વિદ્યાર્થીઓને નસીબનો સાથ મળશે. તમે આજે પોતાને તણાવથી મુક્ત મહેસૂસ કરશો. પરિવારજનો તરફથી સાથ મળશે અને તેમની સાથે ઘણી બધી વાતો કરી શકશો.

મીન રાશિ

કાર્યસ્થળ પર તમારું ધ્યાન ભટકી શકે છે, જે તમારી ઉત્પાદન ક્ષમતાને ઓછી કરી શકે છે. કોઈ વ્યક્તિ પર પોતાનું કામ અથવા વિચાર લાદવાની કોશિશ કરવી નહીં. આજે તમારે સાવધાની પૂર્વક વાહન ચલાવવું જોઇએ. નોકરી અને વેપારમાં જોખમ લેવું નહીં. તમારા જીવનસાથી તમને ખુશ કરવા માટે આજે ખૂબ જ કોશિશ કરતા નજર આવશે. તમારે માથાના દુખાવાનો સામનો કરવો પડી શકે છે, એટલા માટે ઘરે આરામ કરો. સરકારી કાર્યોમાં સફળતા મળશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

31.08.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…..

admin

તુલસી પણ તમને બનાવી શકે છે કરોડપતિ,બસ ખાલી કરો આ નાનકડો ઉપાય,અને બની જાવ તમે પણ અંબાણી…..

Nikitmaniya

09.09.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

admin