તારીખ ૨૩-૦૮-૨૦૨૦ રવિવાર આજનું પંચાંગ અને રાશિ ભવિષ્ય
માસ :- ભાદ્રપદ માસ, (ભાદરવો) શુક્લ પક્ષ
તિથિ :- પાંચમ ૧૭:૦૩ સુધી.
વાર :- રવિવાર
નક્ષત્ર :- ચિત્રા
યોગ :- શુભ ૦૬:૪૭ સુધી. શુક્લ ૨૭:૨૮ સુધી.
કરણ :- બવ ૦૬:૨૮ સુધી. બાલવ ૧૭:૦૩ સુધી. કૌલવ ૨૭:૪૪ સુધી.
સૂર્યોદય :-૦૬:૨૦
સૂર્યાસ્ત :-૧૯:૦૧
ચંદ્ર રાશિ :- તુલા
સૂર્ય રાશિ :- સિંહ
વિશેષ :- ઋષિ પાંચમ.
મેષ રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ અંગે નકારાત્મક વલણ છોડવું.
સ્ત્રીવર્ગ:- ગૃહ જીવનની સમસ્યા રહે.
લગ્ન ઈચ્છુક:-વિવાહની વાતોમાં સ્નેહીનો સહયોગ મળી શકે.
પ્રેમીજનો:- પ્રણય મિલન-મુલાકાત સંભવ.
નોકરિયાત વર્ગ:- કામકાજમાં સાનુકૂળતા જણાય.
વેપારીવર્ગ:- વેપાર એકંદરે સારો રહે.
પારિવારિકવાતાવરણ:- પારિવારિક કામકાજ થઈ શકે.
શુભ રંગ :- ગુલાબી
શુભ અંક:- ૫
વૃષભ રાશી
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં સારી પ્રગતિ જણાય.
સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સમતોલન જાળવવું.
લગ્ન ઈચ્છુક:- વિવાહની વાત માં વિઘ્ન જણાય.
પ્રેમીજનો:- પ્રયત્નોથી મુલાકાત સંભવ બને.
નોકરિયાત વર્ગ:-નોકરીની શોધ પૂર્ણ થઇ શકે છે.
વેપારીવર્ગ:- વેપારમાં સાનુકૂળતા રહે.
પારિવારિકવાતાવરણ:- ખર્ચ-વ્યય વધતા જણાય.
શુભ રંગ:- પોપટી
શુભ અંક :- ૪
મિથુન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં આવેલી અડચણ દૂર થાય.
સ્ત્રીવર્ગ:- મૂંઝવણમાંથી માર્ગ મળે.
લગ્ન ઈચ્છુક:-વિવાહ અંગે આપનું ટેન્શન ઓછું થાય.
પ્રેમીજનો:- મત ભેદ હોય તો દૂર થઈ શકે.
નોકરિયાત વર્ગ:-ચિંતાના વાદળો વિખેરાતા જણાય.
વેપારીવર્ગ:-કામકાજમાં થોડી મુશ્કેલી આવે પરંતુ કામ પૂર્ણ થઈ શકે.
પારિવારિક વાતાવરણ:- વડીલ ની તબિયત જાળવવી.
શુભ રંગ:- પીળો
શુભ અંક:- ૧
કર્ક રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસ સાથે આપને મનગમતી પ્રવૃત્તિમાં ધ્યાન આપી શકો.
સ્ત્રીવર્ગ:- દિવસ સાનુકૂળ પસાર થાય.
લગ્ન ઈચ્છુક:- વિવાહના વાત માં આવેલી અડચણ પ્રયત્નોથી દૂર થાય.
પ્રેમીજનો:- ભાગ્ય યોગે મિલન થઈ શકે.
નોકરિયાત વર્ગ:- કામકાજમાં સાનુકૂળતા રહે.
વેપારી વર્ગ:-આપના અટકતા કામ પૂર્ણ થઈ શકે.
પારિવારિક વાતાવરણ:-ગૃહ વિવાદ ટાળવો.વડીલ નું માર્ગદર્શન લઇ આગળ વધવું
શુભ રંગ:- સફેદ
શુભ અંક:- ૭
સિંહ રાશી
વિદ્યાર્થીવર્ગ:-ઈતર પ્રવૃત્તિમાં મન લાગેલું રહે.
સ્ત્રીવર્ગ:- આરોગ્યની કાળજી રાખવી. સંતાનની ચિંતા રહે.
લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતચીતમાં અડચણ, સમસ્યા સર્જાય.
પ્રેમીજનો :-મિલન-મુલાકાત ના પ્રયત્નો વિફળ થઈ શકે.
નોકરિયાત વર્ગ :- યોગ્ય પ્રયત્નોથી ધીમી પ્રગતિ તમને સફળતા સુધી લઇ જશે.
વેપારીવર્ગ :-વેપારના કામકાજ અટવાઈ જાય.
પારિવારિક વાતાવરણ:- ગૃહજીવનમાં પ્રતિકૂળતા અંગે ચિંતા રહે.
શુભ રંગ :- જાંબલી
શુભ અંક :- ૮
કન્યા રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં સાનુકૂળતા રહે.
સ્ત્રીવર્ગ:- ધર્મ કાર્યમાં પ્રવૃત રહેવાથી મન માં આવેલા ખોટા વિચારો દૂર થાય.
લગ્ન ઈચ્છુક:- વિવાહની વાત અંગે પ્રતિકૂળતા અને વિઘ્ન જણાય.
પ્રેમીજનો:-મુલાકાતમાં રુકાવટ સર્જાતી જણાય.
નોકરિયાત વર્ગ:- સહકર્મચારી ના સહયોગથી અટકતું કામ આગળ વધે.
વેપારીવર્ગ:- વેપારમાં લાભ પ્રાપ્ત થઇ શકે.
પારિવારિક વાતાવરણ:- પરિવાર નું વાતાવરણ આનંદ, ઉમળકાભર્યું લાગે.
શુભ રંગ:- લીલો
શુભ અંક:- ૯
તુલા રાશિ
વિદ્યાર્થીવર્ગ:- મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળે.
સ્ત્રીવર્ગ:-લાગણીના સંબંધોમાં મને દુઃખ થવાની સંભાવના.
લગ્ન ઈચ્છુક:- વિવાહ માટે વાતચીત,પ્રયત્નો વધારવા.
પ્રેમીજનો:- અરમાન પુરા કરવા ધીરજ જરૂરી.
નોકરિયાત વર્ગ:-સહકર્મચારી સાથે બગડેલા સંબંધો સુધરે.
વ્યાપારી વર્ગ:-વ્યાજે આપેલાં નાણાં પાછા મળી શકે.
પારિવારિક વાતાવરણ:-પરિવારની સમસ્યા ઉકેલવા તરફ ધ્યાન આપવું.
શુભ રંગ:- લાલ
શુભ અંક:- ૩
વૃશ્ચિક રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં સ્વ પ્રયત્નોથી આગળ વધવું.
સ્ત્રીવર્ગ:- સખી સાથે મુલાકાત થઈ શકે
લગ્ન ઈચ્છુક:- આપની વિવાહની વાત નક્કી થઈ શકે.
પ્રેમીજનો:-મિલન-મુલાકાત સંભવ બને.
નોકરિયાત વર્ગ:- કામના તણાવમાંથી મન બહાર આવે.
વેપારીવર્ગ:- વેપાર માં સારો લાભ પ્રાપ્ત થઈ શકે.સટ્ટાકીય કામકાજ થી દૂર રહેવું.
પારિવારિક વાતાવરણ:- વણસેલા સંબંધો સુધરી શકે.
શુભ રંગ :- ગ્રે
શુભ અંક:- ૨
ધનરાશિ
વિદ્યાર્થીવર્ગ :- વડીલ અથવા મિત્રોના સહયોગથી અભ્યાસમાં આવેલી અડચણ દૂર થાય.
સ્ત્રીવર્ગ:- આપની મૂંઝવણના ઉકેલ મળી રહે.
લગ્ન ઈચ્છુક:- વિવાહ અંગે વિચારીને નિર્ણય લેવો શુભ રહે.
પ્રેમીજનો :-પ્રેમની વાત માં ચોકસાઈ કરીને આગળ વધવું.
નોકરિયાતવર્ગ :- કામકાજમાં સાનુકૂળતા રહે.
વેપારીવર્ગ:- ભાગ્ય યોગે વેપારમાં સારો લાભ થઈ શકે.
પારિવારિક વાતાવરણ:- માનસિક અકળામણ દૂર થાય. મહેમાનનું આગમન શક્ય.
શુભ રંગ:- વાદળી
શુભ અંક:- ૨
મકર રાશિ
વિદ્યાર્થીવર્ગ:-અભ્યાસમાં મૂંઝવતા પ્રશ્નોનો ઉકેલ મળે.
સ્ત્રીવર્ગ:-સંતાન પ્રત્યે ચિંતા રહે.
લગ્ન ઈચ્છુક:- વિવાહ માટેની આપની વાતચીત સફળ થવાની શક્યતા.
પ્રેમીજનો:-વડીલ ના સહયોગે મિલન મુલાકાત થઈ શકે.
નોકરિયાત વર્ગ:- સમસ્યામાં સાનુકૂળતા રહે.
વેપારીવર્ગ:- ભાગીદારીમાં ચેતીને ચાલવું.
પારિવારિક વાતાવરણ:- સામાજિક કામકાજમાં વિઘ્ન આવી શકે.
શુભ રંગ :- કેસરી
શુભ અંક:- ૫
કુંભરાશિ
વિદ્યાર્થીવર્ગ:- અભ્યાસમાં ધ્યાન આપવું. આરોગ્યની કાળજી લેવી.
સ્ત્રીવર્ગ:-મતભેદ,વિવાદ ટાળવા.
લગ્ન ઈચ્છુક:- વિવાહની વાતચીતમાં વિલંબ થઈ શકે.
પ્રેમીજનો:-મિલન-મુલાકાત ન થતા વિરહની વેદના રહે.
નોકરિયાત વર્ગ:- કામનું ભારણ રહે.ટેન્શન રહે.
વેપારીવર્ગ:-યંત્રમાં ખામીના કારણે કામકાજ અટવાય.
પારિવારિક વાતાવરણ:- વાતચીત,વ્યવહારમાં સંભાળવું.
શુભ રંગ:-નારંગી
શુભ અંક:- ૩
મીન રાશિ
વિદ્યાર્થીવર્ગ:- પુનરાવર્તન માં અડચણ,વિઘ્ન આવે.
સ્ત્રીવર્ગ:-દાંપત્યજીવનમાં મતભેદ હોય તો દૂર થાય.
લગ્ન ઈચ્છુક:- ધીરજના ફળ મીઠા.પ્રયત્નો વધારવા.
પ્રેમીજનો:- અતિ સ્વમાન વિખૂટા પડવાનું કારણ બની શકે છે.
નોકરિયાત વર્ગ:- મનની મૂંઝવણ દૂર થાય.
વેપારી વર્ગ:-કામકાજમાં અડચણ આવે.
પારિવારિક વાતાવરણ:- સંપત્તિના કામ થઈ શકે.
શુભ રંગ :- લીલો
શુભ અંક:- ૪
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.