Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Religion

Rashifal ૪ ડિસેમ્બર : આજે આ બે રાશી સિવાય આ ૬ રાશિનાં જાતકોને થશે ધન લાભ

મેષ રાશિ

આજનો દિવસ આનંદપૂર્વક પસાર થશે. નોકરીમાં ઉત્સાહ જોવા મળશે. વેપારીઓ માટે આજનો દિવસ લાભકારી રહેશે. તમારો આજનો દિવસ સુમેળભર્યો રહેશે. આજે તમારી પાસે પોતાનાં માટે પૂરતો સમય હશે, તો તેનો ફાયદો ઉઠાવવો જોઈએ અને સારા સ્વાસ્થય માટે ચાલવા જવું જોઈએ. આર્થિક લાભ માટે કરવામાં આવેલા તમારા પ્રયાસો સારું પરિણામ આપશે. આજે પૈસાની તંગી દૂર થઈ શકે છે. વ્યવસાયમાં લાભ મળશે. માનસિક તણાવનો સામનો કરવો પડી શકે છે.

વૃષભ રાશિ

આજે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો. તમારી વાણીના પ્રભાવથી તમે અન્ય લોકોને આકર્ષિત કરી શકશો. કોઈ વ્યક્તિ મોટી યોજનાઓ અને વિચારો દ્વારા તમારું ધ્યાન આકર્ષિત કરી શકે છે. કોઈપણ પ્રકારનું રોકાણ કરતાં પહેલાં તે વ્યક્તિનાં વિશે ખૂબ જ સારી રીતે તપાસ કરી લેવી. તમારા દ્વારા કરવામાં આવેલ બદલાવોથી પરિવારનાં સદસ્યો નારાજ થઈ શકે છે. કોઈ મિત્રનાં સહયોગથી નોકરીનાં અવસર મળી શકે છે.

મિથુન રાશિ

આજે કાર્યક્ષેત્રમાં તમારી સામે નવા પડકારો આવશે. કોઈપણ જગ્યાએ રોકાણ કરતાં પહેલાં કોઇની સલાહ જરૂર લેવી. આજે બાળકોની સાથે ખૂબ જ સારો સમય પસાર કરી શકશો. આજે તમારો સામનો ઘણી નવી આર્થિક યોજનાઓ સામે થશે, કોઈપણ નિર્ણય લેતાં પહેલાં તમારી સારી અને ખરાબ આદતો પર ધ્યાન આપવું. તમને માથાનો દુખાવો કે માઈગ્રેનની સમસ્યા થઈ શકે છે. ધાર્મિક સંગીતનાં પ્રત્યે રુચિ વધશે.

કર્ક રાશિ

કર્ક રાશિનાં જાતકોએ આજે કોઈપણ પ્રકારની બેદરકારી દાખવવી નહી. આજના દિવસે તમે કાર્યક્ષેત્રમાં તમારા મગજ પરનો કાબૂ ગુમાવી શકો છો. કોઈ આધ્યાત્મિક ગુરુ કે વડીલ તમારી મદદ કરી શકે છે. કાર્યસ્થળ પર તમારી પ્રતિભા બતાવવાનો અવસર મળશે, જો કે કાર્યનું ભારણ વધારે રહેશે. ઉત્સાહવર્ધક સૂચના મળશે. નવા ગ્રાહકો સાથે વાત કરવા માટે ખૂબ જ સારો દિવસ છે. આજે તમને જે પણ લોકો મળે તેમની સાથે વીન્રમ અને સારો વ્યવહાર કરવો.

સિંહ રાશિ

વિધ્યાર્થીઓ માટે આજે ખૂબ જ સારો દિવસ છે. મહત્વપૂર્ણ લોકો સાથે વાતચીત કરતાં સમયે પોતાનાં શબ્દોની યોગ્ય પસંદગી કરવી. આજે તમે ઉર્જાથી ભરપૂર રહેશો અને કઈક અસાધારણ કામ કરશો. અન્ય લોકોને પ્રભાવિત કરવા બિનજરૂરી ખર્ચાઓ કરવા નહી. અચાનક આવેલી સમસ્યાઓથી પરિવારની શાંતિ ભંગ થઈ શકે છે. તમારો વ્યવસાય પાર્ટનર તમને કોઈ ચીજમાં મદદ કરશે. કોઈ વાતને લઈને મૂંઝવણમાં રહી શકો છો.

કન્યા રાશિ

પ્રેમની બાબતમાં આવનારી તમામ અડચણો દૂર થશે. કોઈ વ્યક્તિ આજે તમારી છબી ખરાબ કરવાની કોશિશ કરી શકે છે. કોઈ મોટું કામ પૂર્ણ થવાથી પ્રસન્નતા રહેશે. રોજગારમાં વધારો થશે. સ્વાસ્થયનું ધ્યાન રાખવું. આજનાં દિવસે કાર્યક્ષેત્રમાં દરેક કાર્ય ખૂબ જ સારી રીતે પૂર્ણ થશે. પોતાનાં પર વધારે ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે. નોકરી-ધંધાની દ્રષ્ટિએ આજનો દિવસ પડકારજનક રહી શકે છે. શુભ સમાચાર મળી શકે છે. વાહનનો ઉપયોગ ખૂબ જ સાવચેતીપૂર્વક કરવો.

તુલા રાશિ

આજે મિત્રોની સાથે ખૂબ જ સારો સમય પસાર થશે. એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે તમે કોની સાથે લેવડ-દેવડ કરી રહ્યાં છો. પારિવારિક જીવનને પૂરતો સમય આપવો અને તેનાં પર ધ્યાન આપવું. જૂન મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાત થશે. મહેમાનોનું આગમન થશે. ઓફિસમાં વધારે સમય પસાર કરવો ઘરેલુ મોરચા પર મુશ્કેલી ઊભી કરી શકે છે. યોગ્ય દિશામાં પ્રામાણિકતાથી ઉઠાવવામાં આવેલ પગલાં નિશ્ચિત રૂપે લાભ આપશે. વિવાદને પ્રોત્સાહન આપવું નહી.

વૃશ્ચિક રાશિ

આજે થોડી મજાક-મસ્તી કરવાનો મૂડ રહેશે. તમારી લોકપ્રિયતામાં વધારો થશે. તમે પોતાનાં બાળકોનાં સ્વાસ્થ્યનાં વિષયમાં ચિંતિત રહી શકો છો. આજે દરેક કાર્યમાં કરવામાં આવેલ પ્રયાસો સફળ રહેશે. આવકમાં વધારો થશે. વ્યવસાય યાત્રા સફળ રહેશે. વિદ્યાર્થીઓએ આજે સખત મહેનત કરવી પડશે. તમે પોતાના મિત્રો અને પરિવારનાં સદસ્યોનાં લીધે લાભ પ્રાપ્ત કરી શકશો. પોતાની યોગ્યતા અને ક્ષમતાઓથી ઉચિત લાભ પ્રાપ્ત થશે.

ધન રાશિ

તમારા ભાઈ-બહેનનું સમર્થન તમને પોતાના કાર્યોમાં સફળતા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશે. શોક સમાચાર મળી શકે છે. બિનજરૂરી મૂંઝવણમાં રહેશો. કોઈ નજીકના સ્થળ પર યાત્રા કરવી પડી શકે છે. તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો અને વાંચન-લેખનમાં રુચિ રહેશે, પરંતુ મનમાં નકારાત્મક વિચારોનો પ્રભાવ રહી શકે છે. તમારા પિતાનું સમર્થન તમારા માટે લાભદાયક સાબિત થશે.

મકર રાશિ

પોતાના જીવનસાથીની બાબતોમાં જરૂરિયાતથી વધારે દખલગીરી તેમની મૂંઝવણનું કારણ બની શકે છે. દાંપત્યજીવનમાં તમારે અમુક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. પરિવારના કોઈ સદસ્યનાં સ્વાસ્થ્યની ચિંતા રહેશે. વેપારીઓએ પોતાની વ્યાવસાયિક ગતિવિધિઓમાં ઉતાર-ચઢાવનો સામનો કરવો પડી શકે છે. આજે મનોરંજનમાં સમય પસાર થશે. કોઈ પારિવારિક કાર્યક્રમમાં સામેલ થવાનો અવસર મળશે.

કુંભ રાશિ

ભાગીદારીનાં વ્યવસાયમાં ફાયદો થશે. ધન લાભ મળવાના સંકેત છે. આજે તમને કોઈ તરફથી ઉપહાર પ્રાપ્ત થઇ શકે છે. તમામ પ્રકારના નકારાત્મક વિચારોથી દૂર રહેવું. આજે એવા મિત્રોની સાથે બહાર જવું, જે સકારાત્મક અને મદદગાર સ્વભાવના હોય. તમને માં-બાપ નાં આશીર્વાદ પ્રાપ્ત થશે. પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. તમારું પ્રિય વ્યક્તિ તમને ખૂબ જ પ્રેમ આપશે. પ્રેમી લોકો આજે પોતાનો પ્રેમ વ્યક્ત કરી શકે છે. બેરોજગારી દૂર થશે. સંપત્તિના કાર્ય મોટો લાભ આપી શકે છે.

મીન રાશિ

આજનો દિવસ વ્યક્તિગત મામલાઓમાં ઉત્સાહપૂર્ણ અને મંગલમય રહેશે. તમારા પ્રેમ સંબંધમાં ઉતાર-ચઢાવ રહેશે. તમારે એકબીજાની ભાવનાઓનું સન્માન કરવું પડશે. અન્ય લોકો માટે ખરાબ નિયત રાખવી તમને માનસિક તણાવ આપી શકે છે. આવા વિચારોથી દૂર રહેવું કારણ કે તે ફકત તમારા સમયની બરબાદી કરે છે. વ્યાવસાયિક મોરચા પર પરિસ્થિતિ સામાન્ય રહેશે. તમે પોતાની પાછળની ભૂલોનું ફરીથી પુનરાવર્તન કરી શકો છો, જેના લીધે પરિવારમાં સંઘર્ષ થશે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૪ ડિસેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

Rashifal: 18.08.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

Nikitmaniya

Rashifal:- આજનું રાશિફળ: શું કહે છે તમારુ ભાગ્ય, અને આ રાશી ના જાતકો માટે છે ખુજ સારા સમાચાર, જાણો તમારી રાશિ

Nikitmaniya

વારંવાર પડે છે પૈસાની તકલીફ? તો આ દિશામાં લગાવો હનુમાનજીનો ફોટો

Nikitmaniya