Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Religion

Rashifal ૨૩ નવેમ્બર : આજે મહાદેવ આ ૫ રાશિઓની તમામ મનોકામના કરશે પૂરી, મળશે ઇચ્છિત સફળતા

મેષ રાશિ

આજે તમને પરિવારનાં લોકોની સાથે સમય પસાર કરવાનો અવસર મળશે. ધન લાભ થશે. તમારી મહેનત રંગ લાવશે. આજે તમારો કોઈ મિત્ર તમને ભેટ આપી શકે છે. પરિવારમાં ખુશી જળવાઈ રહેશે. આજે તમારી આર્થિક સ્થિતિ સામાન્ય રહેશે. ધૈર્ય અને સારી વિચારસરણી જ તમને આગળ વધવામાં મદદ કરશે. આજે તમારે કામમાં વધારે મહેનત કરવી પડશે. કોઈ જગ્યાએ સંપતિમાં રોકાણ કરવા માટે સારો સમય છે. આજનો દિવસ એકંદરે ભાગ્યશાળી દિવસ સાબિત થશે.

વૃષભ રાશિ

સંબંધોમાં મધુરતા આવશે. તમારા સંતાન માટે તમે કઈક સારી વ્યવસ્થા કરી શકો છો. પરણિત લોકોનાં દામ્પત્ય જીવનમાં આજે સારો સમય રહેશે. પરિવારનાં લોકોનાં લીધે તમને ધન લાભ થઈ શકે છે. આજે તમને અગાઉ કરવામાં આવેલ કાર્ય માટે સન્માનિત કરવામાં આવશે. શિક્ષાનાં ક્ષેત્રમાં સારા પરિણામ પ્રાપ્ત થશે. કોર્ટ-કચેરીની બાબતમાં સફળતા મળશે. આજે તમારે થોડો આરામ કરવો અને આવનાર સમય માટે તૈયાર રહેવું.

મિથુન રાશિ

આજે તમારો કોઈ વિરોધી તમારા વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે. કામકાજની બાબતમાં નોકરીમાં સારા પરિણામ પ્રાપ્ત થશે. આજે ભાગ્ય તમને ખાસ સાથ આપશે નહી, જેના લીધે થોડી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આજે તમારી કાર્યક્ષમતામાં વધારો થશે. આજે તમારું દામ્પત્યજીવન મધુરતાથી ભરેલું રહેશે. વ્યક્તિગત જીવનમાં સફળતા મેળવવા માટે ખૂબ જ વધારે સકારાત્મક ઉર્જાની સાથે સખત મહેનત કરવી પડશે. વ્યવસાયમાં નવા સોદાઓ થઈ શકે છે.

કર્ક રાશિ

આજે તમે પોતાની જવાબદારીઓને ખૂબ જ સારી રીતે પૂર્ણ કરી શકશો. પરિશ્રમ વધારે કરવો પડશે. કાર્ય પ્રત્યે ઉત્સાહ રહેશે. જે લોકો પરણિત છે તેમણે આજે પોતાના જીવનસાથીને કોઈ ભેટ આપવી જોઈએ. સ્વાસ્થ્ય સારું રહેવાથી મન પ્રસન્ન રહેશે. કામકાજની બાબતમાં આજે તમારું મગજ ખૂબ જ ઝડપથી કામ કરશે અને તમારી પ્રસંશા થશે. જમીન-મકાનનાં કાર્યોમાં દબાણ તમારા સ્વભાવને ચીડિયો અને તમારા મનને મૂંઝવણમાં મૂકી શકે છે. અવિવાહિત લોકોને લગ્ન માટે પ્રસ્તાવ મળી શકે છે.

સિંહ રાશિ

જીવનસાથીની સલાહ ધ્યાન આપવા યોગ્ય હોઈ શકે છે, જેનાથી તમારા કામમાં સરળતા રહેશે. કામકાજની બાબતમાં સારા પરિણામ પ્રાપ્ત થશે. પરિવારનું વાતાવરણ તમારા માટે સામાન્ય રહેશે. દાંપત્યજીવનમાં તણાવ વધશે. તમારી પરેશાની વધારતો કોઈ સવાલ સરળતાથી હલ થઈ જશે. આર્થિક ક્ષેત્રમાં તમને પ્રગતિ મળશે. માતા-પિતાના સ્વાસ્થ્યમાં સુધારો આવશે. પ્રેમ જીવનમાં ખુશીઓ મળશે. બહારની ખાણીપીણીથી સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે.

કન્યા રાશિ

આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારી ક્ષણો લઈને આવશે. તમે ખૂબ જ મહેનતુ બનશો અને પોતાના કામને સૌથી વધારે મહત્વ આપશો. ધાર્મિક કામમાં મન લાગશે. લગ્ન જીવનમાં મધુરતા રહેશે. તમે પોતાના જીવનસાથીને સમજી શકશો. પોતાની જીવનશૈલીમાં થોડું પરિવર્તન લાવવું જેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહી શકે. વાહન ખૂબ જ સાવધાનીપૂર્વક ચલાવવું, ઈજા પહોંચી શકે છે. તમે પોતાના મનને નિયંત્રિત કરવા માટે ધ્યાનની કોશિશ કરી શકો છો. સ્વાસ્થ્ય સારું રહેશે.

તુલા રાશિ

કોઈ કામને કરવાની તમારી અસામાન્ય રીત વ્યક્તિઓને પ્રભાવિત કરશે અને તે તમને નવી ઓળખ અપાવશે. આજે કોઈને ઉધાર આપવું નહી કારણ કે આજના દિવસે આપેલું ધન પરત આવવાની સંભાવના ઓછી રહેલી છે. નવા વ્યવસાયમાં હાથ અજમાવવા માટે તમને અમુક સારા પ્રસ્તાવ મળી શકે છે. તમને પોતાના જીવનસાથી પાસેથી કંઇક ખાસ ભેટ મળશે. તમારા બાળકનું ખરાબ સ્વાસ્થ્ય તમને પરેશાન કરતું રહેશે. આજના દિવસે કરજ લેવાથી પણ બચવું.

વૃશ્ચિક રાશિ

આજે તમે પોતાના કામમાં મન લગાવી શકો છો. કામકાજની બાબતમાં આજનો દિવસ ખૂબ જ શુભ રહેશે. આજે તમારા તમામ કામ ખૂબ જ સરળતાથી પૂર્ણ થશે. તમારે કોઈ સ્વાસ્થ્ય સમસ્યા સામે ઝઝૂમવું પડી શકે છે. પોતાના સહયોગીઓની સાથે સંવેદનશીલ મુદ્દાઓ પર ચર્ચા કરતા સમયે ગુસ્સે ના થવું. આગળ વધીને જો તમે પોતાની જવાબદારી સંભાળી લેશો તો તમને સફળતા મળશે અને તમારા કાર્યક્ષેત્રમાં પણ તમારું માન સન્માન વધશે. એવી જાણકારીઓને ઉજાગર કરવી નહી જે અંગત હોય.

ધન રાશિ

આજે વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારા પરિણામ પ્રાપ્ત થશે. જો બની શકે તો આજે યાત્રા કરવી નહી. સાંભળેલી વાત પર વિશ્વાસ અને અમલ ના કરવો. તમારા અવાજમાં ગુસ્સો અને ચીડિયાપણું તમારી તમામ બાબતને ખરાબ કરી દેશે. વિદ્યાર્થીઓ એક સામાન્ય દિવસ પસાર કરશે. તમારું સ્વાસ્થ્ય સારું જળવાય રહેશે. અન્ય લોકોની સામે કોઇપણ પ્રકારની દલીલમાં પડવાથી બચવું અને પોતાની ગુપ્ત વાતોને અન્ય લોકોને જણાવવી નહી. વ્યાપારી વર્ગ માટે આજનો દિવસ શુભ ફળ આપનારો રહેશે.

મકર રાશિ

મકર રાશિવાળા લોકોએ આજે વાહનથી સાવધાન રહેવું પડશે, ઈજા પણ પહોંચી શકે છે. ધન પ્રાપ્તિ માટેના યોગ બની રહ્યા છે. મિત્રોની સાથે સમય આનંદમાં પસાર કરશો અને સંતાન તરફથી પણ સુખદ સમાચાર મળશે. ધન રોકાણ કરવાની બાબતમાં આજે લાભ મળશે. અપ્રત્યાશિત ધન કમાવવાની સંભાવના રહેશે. આજે તમે દિલ ખોલીને રોકાણ કરી શકો છો. જીવનમાં તમે ખૂબ જ આગળ વધશો. તમારે પોતાના જીવનસાથીનું ધ્યાન રાખવું પડશે. પ્રયાસ કરવાથી તમને તમામ કાર્યમાં સફળતા જરૂર મળશે.

કુંભ રાશિ

વિદેશી કારોબાર સાથે જોડાયેલા લોકોને સારો લાભ મળવાના યોગ છે. અવિવાહિત લોકોને વિવાહની વાત આગળ વધશે અને દિવસ સુખમય રીતે પસાર થશે. આજે તમે કાર્યક્ષેત્રમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી શકશો. પ્રેમીઓની વચ્ચે સંબંધ મજબૂત થશે. પરિવારના કોઈ સદસ્ય સાથે સમસ્યા થઈ શકે છે પરંતુ તમે પરિવારજનોની સાથે મળીને તેને ઉકેલી શકશો. ભગવાન પ્રત્યે તમારી આસ્થામાં વધારો થશે. અવિવાહિત લોકોને વિવાહનો પ્રસ્તાવ મળી શકે છે.

મીન રાશિ

આજે તમારે આર્થિક લેવડ-દેવડમાં સાવધાની રાખવાની આવશ્યકતા રહેશે નહિતર કોઈ હાનિ પહોંચી શકે છે. આજે ઉન્નતિકારક દિવસ છે, આવક તેમજ સંપત્તિ માટે શુભ સમય છે. આજે તમને પોતાના નાના ભાઈના લીધે લાભ થઈ શકે છે. પ્રેમીઓની વચ્ચે વિચારો અને ભાવનાઓનું થોડું સકારાત્મક આદાન-પ્રદાન થશે. કાર્યક્ષેત્ર અને વ્યવસાયમાં લાભ થતો જોવા મળી રહ્યો છે. જુના રોકાણમાં તમને સારું એવું રિટર્ન મળશે. બધાની સાથે સારું વર્તન કરવું.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૨૩ નવેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

Rashifal ૨૩ ડિસેમ્બર : આજે ગણેશજી આ ૩ રાશિઓનાં દરેક કષ્ટ કરશે દૂર, નોકરીમાં સફળતા મળવાનાં યોગ, પરાક્રમમાં થશે વધારો

Nikitmaniya

ધનવાન બનવા અને આર્થિક તંગીમાંથી છૂટકારો મેળવવા કરો કુબેર દેવના આ ઉપાયો

admin

ખરાબ દિવસો થયા દુર, ટૂંક સમય મા જ આ રાશિજાતકો ના પલટાઈ જશે નસીબ, થશે ધન વર્ષા, જાણો ક્યાંક તમારી રાશી તો નથી ને ?

Nikitmaniya