Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Religion

Rashifal ૧૧ ડિસેમ્બર : આજે આ ૫ રાશિઓનું ભાગ્ય રહેશે બુલંદ, આનંદ અને સુખમાં થશે વધારો

મેષ રાશિ

આજે કાર્યક્ષેત્રમાં કાર્યનું ખૂબ જ વધારે દબાણ રહેશે. સંતાન સુખ મળશે. ખર્ચાઓ અને કરજ આજે તમારી ચિંતાનું કારણ બની શકે છે, તેથી દરેક કાર્ય ખૂબ જ સમજી-વિચારીને કરવું. બિનજરૂરી ખર્ચાઓથી બચવું, આજે વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષણના સંદર્ભમાં વધારે ધ્યાન આપવું પડશે. નકામા ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું. વેપારીઓ માટે ખૂબ જ સારો દિવસ રહેશે. બિઝનેસ પાર્ટનરની મદદથી આર્થિક લાભ મળી શકે છે. નવા આવકના સોર્સ મળવાના પણ યોગ છે.

વૃષભ રાશિ

કરિયરની દ્રષ્ટિએ આજનો દિવસ તમારા માટે શાનદાર સાબિત થશે. એવા વ્યક્તિની પસંદગી કરવી જે ખરેખર તમારો આદર કરે અને આવનારા સમયમાં તમને ઘણી ખુશીઓ આપે. અમુક મોંઘી ચીજો ખરીદવા માટે તમારે પૈસા ખર્ચ કરવા પડી શકે છે. ઓફિસમાં કોઈની સાથે વાત કરતાં સમયે વાણી પર સંયમ રાખવાની જરૂરિયાત રહેશે. તમારું બાળક તમને ખુશ રહેવા માટે કારણ આપશે. પૈસાથી જોડાયેલ સમસ્યામાં તમને સફળતા મળશે.

મિથુન રાશિ

આજે તમને વેપાર અને વ્યવસાયમાં ખૂબ જ વધારે ધન લાભ થશે. જૂની સમસ્યાઓનો અંત આવશે અને નોકરીમાં અધિકારીઓનો સહયોગ મળશે, જેના લીધે કાર્ય કરવા માટે ઉત્સાહ જળવાઈ રહેશે. લાંબા સમયથી લેવાયેલ કરજની તમે ભરપાઈ કરી શકશો. રોકાણ કરવા માટે પણ આજનો દિવસ સારો રહેશે. સ્વાસ્થ્ય પણ સારું રહેશે. મનને નકારાત્મક વિચારોથી દૂર રાખવું. કોઈ દુર્ઘટનાનાં લીધે ઇજા ના પહોંચે તેનું ખાસ ધ્યાન રાખવું.

કર્ક રાશિ

આજે કોઈ કામમાં મુશ્કેલી આવવા પર અનુભવી જાણકારોની સલાહ લેવી. વિદ્યાર્થીઓને તેમના પ્રયાસોનું સારું પરિણામ મળશે. સારી નોકરીની તલાશ પૂરી થશે. તમારે પોતાના ભાઈ-બહેનો અને સંબંધીઓ સાથે સુમેળભર્યા સંબંધો જાળવી રાખવા જોઈએ. અગાઉ કરવામાં આવેલ રોકાણ તમને લાભ આપી શકે છે. વેપારીઓ આજે ખૂબ જ પૈસા કમાશે. તમારી ઉર્જાનું સ્તર ઉંચુ આવશે. તમારા જીવનમાં પ્રેમ વિવાહ કરવાના પણ સંયોગ બની રહ્યા છે.

સિંહ રાશિ

વ્યવસાયમાં વૃદ્ધિ થવાના યોગ બની રહ્યા છે, જેના લીધે તમને ધન લાભ થશે. પૂજા-પાઠથી મન પ્રસન્ન રહેશે. મિત્રોની સાથે સારો સમય પસાર કરી શકશો. અભ્યાસમાં અપેક્ષા પ્રમાણે ખરા ઉતરવાની કોશિશ કરશો. કોઈની તરફ આકર્ષિત થઇ શકો છો. તમારે પોતાના કામ પર ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે અને ફોકસ કરીને બધા જ કાર્યોને પૂરા કરવા. સારા પરિણામ ખૂબ જ જલ્દી પ્રાપ્ત થશે. તમારે શાંત રહીને વિચાર કરવા અને પોતાના કામ પર ધ્યાન આપવું.

કન્યા રાશિ

આજે મિત્રોની સાથે વ્યવહારમાં સંયમ રાખવું. તમારી આવકમાં વધારો થવાથી મન ખુશ રહેશે. પ્રેમ જીવનમાં પણ ખુશીઓ આવશે. તમે પોતાના પ્રિય વ્યક્તિને મળવા જઈ શકો છો. મિત્રોની સાથે કોઈ યાત્રા પર જઈ શકો છો. રહેવા માટે સારી જગ્યાની વ્યવસ્થા થઈ શકે છે. પારિવારિક જીવન ખુશખુશાલ રહેશે. પરિવારનાં તમામ લોકો હળી-મળીને રહેશે. આજનો દિવસ પરિવારિક મોરચે એક સરળ દિવસ રહેશે, કારણકે તમારી પરસ્પર સમજ અસ્થિરતાને દૂર કરવામાં મદદ કરશે.

તુલા રાશિ

તમારી રુચિઓમાં પરિવર્તન આવશે અને કાર્યમાં નવા વિચારો અને સરળતા આવશે. તમારું દામ્પત્યજીવન મધુર રહેશે. આજે ગુસ્સા પર થોડો કાબૂ રાખવો, નહિંતર બનેલા કામ પણ બગડી જશે. કોઈ સહયોગીની સાથે પ્રેમ સંબંધોની શરૂઆત થઇ શકે છે. તમને નવા કામ માટે અમુક સારા અવસર પ્રાપ્ત થશે. તમે કોઈ નવું કામ શરૂ કરવાની પ્લાનિંગ કરશો. તણાવ દૂર થવાથી કાર્યોમાં ગતિ આવશે. મસ્તી મજાકનાં અવસર મળશે.

વૃશ્ચિક રાશિ

તમારો વ્યવસાય યોગ્ય રીતે ચાલશે. જૂના મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાત થશે. ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. આજે તમે પોતાના મિત્રોની સાથે થોડો સમય પસાર કરી શકશો અને નવી યોજનાઓને લઈને દિલથી ઉત્સાહિત રહી શકો છો. દાંપત્યજીવનમાં પરસ્પર સમજ ઉત્તમ રહેશે. વ્યવસાયમાં મોટો લાભ થશે. નવા લોકો સાથે મુલાકાત ભવિષ્ય માટે લાભદાયક રહેશે. આજે કરવામાં આવેલ કાર્યોમાં તમને યશ, કીર્તિ અને સફળતા મળશે.

ધન રાશિ

સખત પરિશ્રમ કરવા છતાં પણ આજે સફળતા ઓછી મળશે. તમારા પરિવારનાં સદસ્યો તમારા માટે સહાયક બનશે. કોઈ યાત્રા પર જવાના યોગ બની રહ્યા છે. તમે આધિકારિક યાત્રા પર જઈ શકો છો. કાર્યક્ષેત્ર પર વ્યવસ્થા જાળવી રાખવાની કોશિશ કરશો. અભ્યાસમાં મહેનત કરવાની જરૂરિયાત રહેશે. કાર્યસ્થળ પર તમામ ચીજો સરળ રહેશે. મનોરંજન અને સુખ-સગવડના સાધનો પર જરૂરિયાતથી વધારે ખર્ચાઓ કરવા નહી.

મકર રાશિ

આજે તમે એકલા કામ કરવાની અને સમૂહ ગતિવિધિઓમાં સામેલ થવાની ઈચ્છાની વચ્ચે સંઘર્ષ કરશો. દામ્પત્યજીવનની દ્રષ્ટિએ આજનો દિવસ સારો રહેશે. વ્યવસાયમાં સફળતા મળશે. પરિવારનું કોઈ વડીલ તમારા પર કોઈ ચીજનું દબાણ બનાવી શકે છે. પ્રેમ જીવન માટે આજનો દિવસ ખૂબ જ શાનદાર રહેશે. કામકાજની બાબતમાં તમારે થોડું સાવધાન રહેવું પડશે. તમારા કોઈ મિત્રને તમારી વાતનું ખરાબ લાગી શકે છે.

કુંભ રાશિ

આજે તમે પોતાના જીવનમાં ધર્મના મહત્વને જાણવા માંગશો. ધર્મના માર્ગ પર ચાલવાથી તમને ખુશી અને શાંતિ મળશે. તમે કોઈ લાંબી યાત્રા પર જઈ શકો છો. આજે સામાજિક સ્તર પર તમે ખૂબ જ વધારે વ્યસ્ત રહેશો. પરિવારનું કોઈ સદસ્ય આર્થિક રૂપથી તમને મદદગાર થઈ શકે છે. અમુક મામલાઓમાં તમે પોતાની વાતો પર કોન્ફિડન્ટ રહેશો નહી. ધૈર્ય અને સંયમ રાખવાથી સફળતા જરૂર મળશે. પરિવારની સમસ્યા હલ થશે. તમે ખાલી સમયનો આનંદ માણી શકશો.

મીન રાશિ

આજે તમારો મૂડ રોમેન્ટિક રહેશે. કોઈ યાત્રા પર જવાના સંકેત મળી શકે છે. તમારો વ્યવસાય ગતિ પકડશે અને પરિવારનાં લોકો પણ મન લગાવીને આગળ વધવાની પ્રાર્થના કરશે, સાથે સાથે તમને સહયોગ પણ કરશે. વરિષ્ઠ અધિકારીઓને તમારી પાસેથી ઘણી અપેક્ષા હશે. કોઈ પ્રોજેક્ટમાં પૈસાનું રોકાણ કરતા પહેલા ખૂબ જ સારી રીતે પ્લાનિંગ કરી લેવું. ઘરનાં નાના સદસ્ય તરફથી પરેશાની થઈ શકે છે. તમારી કલાત્મક શક્તિઓમાં વધારો થશે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૧૧ ડિસેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

Rashifal ૧૬ ડિસેમ્બર : બુધવારનાં દિવસે આ ૫ રાશિઓ પર વરસશે ગણેશજીની કૃપા, સુખ-સંતોષ મળશે

Nikitmaniya

શનિનો ગુસ્સો થયો આ રાશિઓ ઉપર શાંત, હવે થશે આ રાશિઓ જોડે ધનના ઢગલા

Nikitmaniya

લગભગ 800 વર્ષ બાદ બની રહ્યો છે આ યોગ, આપશે આ રાશીઓને લાભ

Nikitmaniya