Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Religion

Rashifal ૧૮ ડિસેમ્બર : આજે આ ૩ રાશિઓનાં જાતકોનું ચમકશે ભાગ્ય, સફ્ળતાનાં ખુલશે દ્વાર

મેષ રાશિ

આજે તમારા કામકાજમાં થોડી પરેશાનીઓ ઉત્પન્ન થઇ શકે છે. આત્મવિશ્વાસ અને પરાક્રમમાં વૃદ્ધિના કારણે સફળતા તમને અવશ્ય પ્રાપ્ત થશે. મહેનતનાં પ્રમાણમાં લાભ જરૂર મળશે. વડીલોના આશીર્વાદ તમારા કાર્યને પૂર્ણ કરવામાં તમારી સહાયતા કરશે. વ્યવસાયમાં લાભના અવસર મળશે. ધન લાભના પ્રબળ સંકેત છે. મોટા ભાઈ સાથે વિવાદ થઈ શકે છે. બૌદ્ધિક કાર્યોમાં નિષ્ફળતાનો સામનો કરવો પડશે.

વૃષભ રાશિ

આજે તમારા દૈનિક કાર્યોમાં અમુક અડચણો આવશે. ભૌતિક સમૃદ્ધિના સંસાધનોમાં વધારો થશે. ગૃહસ્થજીવન સારું રહેશે. નોકરીમાં પ્રગતિના અવસર મળશે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું નહીતર ચલણ કપાઇ શકે છે. વૈવાહિક સુખનો આનંદ પ્રાપ્ત થશે. અનુકૂળ લાભ થશે અને અધિકારી વર્ગ તરફથી સહાયતા મળશે. વિરોધીઓ નબળા રહેશે. સ્વાસ્થ્યના મામલામાં દિવસ સામાન્ય રહેશે. કોઈ બીમારીમાં રાહત મળી શકે છે.

મિથુન રાશિ

આજે તમારો આત્મવિશ્વાસ મજબૂત બનશે અને પ્રગતિ નિશ્ચિત છે. મીડિયા સંબંધિત ક્ષેત્રના લોકોને લાભ મળી શકે છે. તમને માનસિક શાંતિ મળી શકે છે. કપડાના વેપારીઓને લાભ મળવાની પ્રબળ સંભાવના છે. બાળકોને લઈને તમે ખુશીનો અનુભવ કરશો. તમારા સંદેશા વ્યવહારમાં શબ્દોનો ખોટો અર્થ ના નીકળે તે વાતનું વિશેષ ધ્યાન રાખવું. પોતાના સાથીની સાથે ખુલીને વાતચીત કરવી અને પરિવારને સમય સમર્પિત કરવાના પ્રયાસ કરવા.

કર્ક રાશિ

આજે તમારા માટે દિવસ ખૂબ જ સારો છે. સગા સંબંધીઓ તરફથી આર્થિક લાભનો અવસર મળશે. નોકરી-વેપારમાં અમુક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. શારીરિક અને માનસિક રૂપથી વ્યગ્ર રહી શકો છો. યાત્રા કરવાના યોગ છે. અન્ય લોકોનું અપમાન કરવું અને તેમને નીચા બતાવવાના પ્રયાસ કરવા તે તમારા દુખનું કારણ બની શકે છે. અધિકારી તમારા કામકાજથી પ્રભાવિત થઈને મોટી જવાબદારી સોંપી શકે છે. રાજનૈતિક અસ્થિરતા જળવાઈ રહેશે.

સિંહ રાશિ

ઘરમાં કોઈને સ્વાસ્થ્ય સંબંધિત પરેશાની થઇ શકે છે. વ્યવસાયમાં બાકી રહેલા પૈસાની વસૂલી કરી શકો છો. ઘરેણા કે ઘરનો સામાન ખરીદી શકો છો. પૈસા કમાવવા માટે સખત મહેનત કરવી પડશે. તમે પોતાના ભાઈઓ અને મિત્રોના કારણે લાભ કમાઇ શકો છો. તમારું વૈવાહિક જીવન ખૂબ જ સારું જળવાઈ રહેશે. સંતાન પક્ષ તરફથી શુભ સમાચાર મળી શકે છે. સામાજિક મોરચા પર સન્માન મળશે.

કન્યા રાશિ

સંતાન પક્ષ તરફથી તમને શુભ સમાચાર મળી શકે છે. વેપારની બાબતમાં કરવામાં આવેલ કાર્યમાં સફળતા મળશે. દાંપત્યજીવનમાં ચમત્કારીક રૂપથી પ્રેમ અને આકર્ષણમાં વધારો થશે. આજે તમારા જીવનસાથી ખૂબ જ રોમેન્ટિક જોવા મળશે. દુર્ઘટના થવાની સંભાવના રહેલી છે. આવકમાં વધારો થશે. વિદ્યાર્થીઓને અપેક્ષિત પરિણામ પ્રાપ્ત થશે. વેપારી વર્ગના લોકો માટે ધન લાભ વધારે થશે.

તુલા રાશિ

તમારા સિનિયર અધિકારી તમારા કાર્યની પ્રશંસા કરશે, જેના લીધે તમને કાર્ય કરવામાં વધારે ઊર્જા મળશે. આજે કાર્યક્ષેત્રમાં કોઈ પ્રકારની સમસ્યાઓ પર વાતચીત કરવી પડી શકે છે. આર્થિક બાબતોમાં તમારે સંયમ રાખવું જોઈએ અને કોઈપણ નવી પ્રતિબદ્ધતા બનાવતા પહેલા ખૂબ જ વિચારી લેવું જોઈએ. આજે શત્રુઓથી સાવધાન રહેવું, તે તમને નુકસાન પહોંચાડી શકે છે. મીડિયા સાથે જોડાયેલા લોકોને પ્રમોશન મળવાની સંભાવના જોવા મળી રહી છે.

વૃશ્ચિક રાશિ

આજે નિર્ધારિત કાર્ય પૂર્ણ ના થવાથી નિરાશા જળવાઈ રહેશે. ખૂબ જ સમજી-વિચારીને જ યાત્રા અને કાર્ય વ્યવહાર કરવા, સાધુ સંતોના આશીર્વાદથી મનમાં ઉર્જાનો સંચાર થશે. આજે તમારા ખર્ચાઓ ખૂબ જ વધારે રહેશે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને આજે સારા પરિણામ મળવાની સંભાવના રહેલી છે. તમે પોતાના જીવનસાથી પાસે અતિ અપેક્ષા રાખશો, જેના લીધે સામાન્ય તકરાર થઇ શકે છે. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું અને કોઈપણ ની સાથે દલીલ કરવાથી દૂર રહેવું.

ધન રાશિ

જીવનસાથીનાં સ્વાસ્થ્યની ચિંતા રહેશે. આવકમાં વધારો થશે અને તમે નવા નવા આઈડિયા લઈને આગળ વધશો. આજે કોઈ આધિકારિક યાત્રા થઈ શકે છે. સંતાન સંબંધી કોઈ સમસ્યા આજે ઉકેલાઇ શકે છે. કોઈ વાતને લઈને તમે બેચેન રહી શકો છો. દાંપત્યજીવનમાં થોડો તણાવ રહી શકે છે અને નોકરી બદલવાના પ્રયાસ કરી શકો છો. પોતાના દ્વારા વિચારવામાં આવેલું કામ અચાનક બગડી શકે છે. વાદ-વિવાદમાં સંયમ રાખવું.

મકર રાશિ

જે લોકો જમીનના વ્યવસાય સાથે જોડાયેલા છે, તેમને આજે નફો થવાની સંભાવના રહેલી છે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસને લઈને એક પડકારજનક સમય છે અને આ જ સમય તેમના આવનારા પરિણામ માટે શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. તમારા વિરોધીઓ આજે તમારું અપમાન કરવાની કોશિશ કરી શકે છે. ધાર્મિક કાર્યોમાં તમે પોતાને એકલા મહેસૂસ કરશો. આજે દુશ્મનોની ચાલથી સાવધાન રહેવું અને કાર્ય કરવા દરમિયાન સુસ્તી ના બતાવવી.

કુંભ રાશિ

આજે ધનનો સંગ્રહ કરી શકશો. પોતાના અંગત લોકો તમારી સાથે ખરાબ વર્તન કરી શકે છે. શારીરિક અસ્વસ્થતા સંભવ છે. વિવાદથી બચીને રહેવું. ગુસ્સા પર કાબૂ કરતા સમયે સંયમ રાખવું. નકામી પ્રવૃત્તિઓમાં તમારો સમય બગડવાની સંભાવના રહેલી છે. કોઈ અન્યની સંપત્તિના વિષે ધારણા બાંધવી નહી, વિશેષ રૂપથી તમારા સાથી કે કોઈ સંબંધીના વિશે. સ્થિર સંપતિના વિશે કોઈ નિર્ણય લેતા પહેલા અનુભવી લોકો અને પોતાના અંગત લોકો સાથે વિચાર-વિમર્શ અવશ્ય કરી લેવા.

મીન રાશિ

આજે તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળી શકે છે. દાંપત્યજીવનમાં થોડો તણાવ રહેશે અને જીવનસાથી કોઈ વાતને લઈને ગુસ્સામાં જોવા મળી શકે છે. તમારે પોતાના સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું પડશે. તમારે પોતાની ચુકવણી કરવામાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. કાર્યક્ષેત્રમાં પ્રબળ સફળતા મળશે અને તમારા કામની પ્રશંસા પણ થશે. ઘરેલુ ખર્ચાઓમાં વધારો થશે. પારિવારિક અને જમીન સંપત્તિના મામલાઓમાં સાવધાની રાખવી.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૧૮ ડિસેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

Rashifal ૨૦ ડિસેમ્બર : સૂર્યદેવની કૃપાથી ચમકશે ૬ રાશિઓનાં સિતારાઓ, રોકાયેલાં કાર્યોમાં આવશે ગતિ

Nikitmaniya

તુલસી પણ તમને બનાવી શકે છે કરોડપતિ,બસ ખાલી કરો આ નાનકડો ઉપાય,અને બની જાવ તમે પણ અંબાણી…..

Nikitmaniya

Rashifal ૨૩ નવેમ્બર : આજે મહાદેવ આ ૫ રાશિઓની તમામ મનોકામના કરશે પૂરી, મળશે ઇચ્છિત સફળતા

Nikitmaniya