Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Religion

Rashifa ૨૪ ડિસેમ્બર : આ ૫ રાશિઓ માટે ફાયદાકારક સાબિત થશે ગુરુવારનો દિવસ, મળી શકે છે સારા સમાચાર

મેષ રાશિ

તમારા પોતાના મિત્રોના માધ્યમથી તમારો ખાસ લોકો સાથે પરિચય થશે, જે આગળ ચાલીને ફાયદાકારક સાબિત થશે. પરણિત નવયુવકોને આજે પોતાના સાસરીયા પક્ષ દ્વારા કોઈ મોટી આર્થિક સહાયતા કે ઉપહાર પ્રાપ્ત થઇ શકે છે. વ્યવસાય અને નોકરીમાં કંઈક સારું થવાના ઈશારા મળી શકે છે. સાધનો પર જરૂરિયાતથી વધારે ખર્ચાઓ કરવા નહી.

વૃષભ રાશિ

સ્વાસ્થ્ય પર ખોટા ખર્ચાઓ થઇ શકે છે, સાવધાની રાખવી. એવા સંકેતો છે કે આજના દિવસે કરવામાં આવેલી ખરીદી તમારા માટે લાભકારી સાબિત થશે. નોકરિયાત લોકોનું આજે કામમાં મન લાગશે નહી. આજે તમે ખૂબ જ અસંતુષ્ટ મહેસૂસ કરી શકો છો. જો તમને પોતાના હકની પ્રગતિ મળી રહી ના હોય તો નોકરી બદલવાનો વિકલ્પ તમારી પાસે રહેલો છે. સાંજના સમયે સારા સમાચાર મળી શકે છે. જોખમ અને જમાનતનાં કાર્યો ટાળવા.

મિથુન રાશિ

આર્થિક સ્થિતિમાં સુધારો આવશે પરંતુ સાથે જ ખર્ચાઓમાં પણ વધારો થશે. બિનજરૂરી વાદવિવાદ પરિવારમાં તણાવનું વાતાવરણ ઉત્પન્ન કરી શકે છે. વાણી પર નિયંત્રણ રાખવું. અમુક જવાબદારીઓ અને જરૂરી કામ તમારે પૂરા કરવા પડી શકે છે. તમે આપેલા વચનોને પૂરા કરવા. પાછલા ઘણા દિવસોથી કોઈ નવું કાર્ય શરૂ કરવાની યોજના બનાવી રહ્યા હતા તો આજનો દિવસ નવું કાર્ય શરૂ કરવા માટે સારો છે. લેવડ-દેવડમાં સાવધાની રાખવી.

કર્ક રાશિ

તમારા સ્વભાવમાં ચીડિયાપણું રહી શકે છે. તમારું અટવાયેલું ધન પરત મળી શકે છે. આજે પોતાના કોઈ વ્યાવસાયિક મામલાને લઈને તમે ખૂબ જ વ્યસ્ત રહી શકો છો. નોકરિયાત જાતકો માટે આજનો દિવસ સારો રહેશે નહી. તમારા કાર્યોમાં વિલંબ થશે, જેના લીધે વરિષ્ઠ અધિકારીઓ તમારાથી નારાજ રહેશે. પ્રતિસ્પર્ધીઓ શાંત રહેશે. ઇજા અને રોગના કારણે તમારા કાર્યોમાં અડચણ ઉત્પન્ન થઇ શકે છે. નોકરીમાં તમારે કોઈ કાર્યોને લઇને બહાર જવું પડી શકે છે.

સિંહ રાશિ

આજના દિવસે તમારી યોજનાઓમાં છેલ્લી ઘડીએ પરિવર્તન આવી શકે છે. કાર્યસ્થળની જગ્યા પર તમને પ્રશંસા મળશે. જુના સંબંધોને મજબૂત કરવામાં સફળતા મળશે. યાત્રા સફળ રહેશે. આવકના નવા સ્ત્રોત પ્રાપ્ત થશે. કરિયરમાં બદલાવ થવાના યોગ છે. પોતાના મિત્રની મદદ કરવી. તમારી મહેનતની પ્રશંસા કરવામાં આવી શકે છે. ફક્ત પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને કરવામાં આવેલું રોકાણ જ ફળદાયી રહેશે, તેથી તમારે પોતાની મહેનતની કમાણી ખૂબ જ સમજી-વિચારીને લગાવવી.

કન્યા રાશિ

પરિસ્થિતિઓથી મજબૂર થઈને તમારે અમુક પરિવર્તન કરવા પડી શકે છે. યોજનાઓ ફળદાયી રહેશે. નવા કરાર થઈ શકે છે વિદ્યાર્થીઓ સફળ રહેશે. વ્યવસાય સંબંધિત લોકો પોતાના ટાર્ગેટને પ્રાપ્ત કરી શકશે. આજે તમે શિક્ષામાં લાભની પ્રાપ્તિ કરી શકશો. કોઈ વાતને લઈને તણાવમાં રહી શકો છો. અપેક્ષા પ્રમાણે કાર્ય પૂર્ણ થશે. આવકમાં વધારો થશે. શુભ સમાચારો પ્રાપ્ત થવાથી મન હર્ષિત રહેશે. આજે કંઇક વધારે જ ધન ખર્ચ થઈ શકે છે.

તુલા રાશિ

ઘરનાં કોઈ વડીલના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. જીવનસાથી તરફથી તમને નકારાત્મક પ્રતિક્રિયા મળી શકે છે. તમારી કોઈ મોટી ગેરસમજણ દુર થતાં જ તમારા પ્રિય વ્યક્તિની સાથે રહેલા મતભેદો દૂર થશે. તમે અન્ય લોકોની મદદ કરશો અને તેનાથી તમને ખુશી પણ મળશે. ભલે તમે પોતાના પરિવારને વધારે મહત્વ આપતા હોય પરંતુ તમારી આ વિચારસરણી લાંબા સમય સુધી કામ કરવાની આવશ્યકતા ના કારણે પ્રભાવિત થશે

વૃશ્ચિક રાશિ

આવકના નવા સ્ત્રોત તમે શોધવામાં સફળ રહેશો. વ્યાવસાયિક સ્થળ પર વાતાવરણ અનુકૂળ રહેશે. પાછલા ઘણા દિવસોથી તમે પોતાના અમુક કાર્યો ટાળી રહ્યા હતા પરંતુ આજે તમે તેમને પૂરા કરવાની પૂરી કોશિશ કરશો. બની શકે છે કે તમે નવી રીતે શરૂઆત કરો. જરૂરિયાતથી વધારે ઊંઘ તમારી ઉર્જાને ખતમ કરી શકે છે. તેથી સંપૂર્ણ દિવસ પોતાને સક્રિય રાખવા. પુસ્તક વાંચવાથી તમારું મન શાંત રહી શકે છે.

ધન રાશિ

કોઈપણ વ્યક્તિને પોતાના હાથથી ભોજન આપવું તમારા માટે શુભ રહેશે. કોઈ મહત્વપૂર્ણ દસ્તાવેજ પર હસ્તાક્ષર કરતાં સમયે સાવધાની રાખવી. તમારા જીવનમાં કોઈ મોટું પરિવર્તન પણ થઈ શકે છે. તમારી સમસ્યાઓ ઓછી થઇ શકે છે. જો તમે બ્રોકર કે ડીલર છો તો તમારે વધારે સાવધાન રહેવાની જરૂરિયાત છે. તમને આર્થિક નુકસાન થઈ શકે છે. આર્થિક મોરચા પર ચીજો સામાન્ય રહેશે કારણકે તમે રોકાણની યોજના બનાવી શકો છો.

મકર રાશિ

દરેક રોકાણ સાવધાનીપૂર્વક કરવું અને બિનજરૂરી નુકસાનથી બચવા માટે ઉચિત સલાહ લેવામાં અચકાવું નહી. લવ લાઈફમાં પોતાના મનની વાત કહેવા માટે ખૂબ જ સારો સમય છે. વિવાહનો પ્રસ્તાવ રાખી શકો છો. ધનનું આગમન થઇ શકે છે. બાળકો તમારી અપેક્ષા પ્રમાણે ખરા ના ઉતરવાથી તમે નિરાશ થઇ શકો છો. જો તમે પોતાની રચનાત્મક પ્રતિભાનો યોગ્ય રીતે ઉપયોગ કરશો તો તે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.

કુંભ રાશિ

તમે કોઈ મોટી યોજનામાં ભાગીદાર થશો, જેના માટે તમારી પ્રશંસા કરવામાં આવશે અને તમને પુરસ્કાર મળશે. આજે તમે પોતાની વાતોથી અમુક લોકોને ખૂબ જ પ્રભાવિત કરી કરશો. તમારા મનમાં જે પણ વાતો ફરી રહી હોય તેમના વિશે કોઈ અન્ય વ્યક્તિની સાથે ચર્ચા કરશો તો ફાયદો થશે. પિતાના સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે. પરિવારના સદસ્યો પ્રત્યે તમારું નકારાત્મક વર્તન ભાઈ-બહેનોની વચ્ચે તિરાડ પડવાનું એક મોટું કારણ હશે.

મીન રાશિ

આજે થોડો થાકનો અનુભવ પણ થઈ શકે છે. તમે ભૌતિકવાદથી સફળતા તરફ જવાનું વિચારી રહ્યા છો. તમારા મિત્રો અને પરિવારના લોકો પણ તમારામાં આવેલા પરિવર્તનને જોઇને ખુશ થશે. કોઈ નવી વાત કે યોજના પર કામ કરવા માટે દિવસ સારો છે. મનમાં ચંચળતા રહેશે. કાર્ય પૂર્ણ કરવામાં મોડું થશે. સાંજના સમયે તમે કોઈ મંદિર કે ધાર્મિક સ્થળ પર જઇ શકો છો. આવકનાં નવા રસ્તાઓ ખુલશે. પારિવારિક ટેન્શનમાંથી મુક્તિ મળશે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૨૪ ડિસેમ્બર ૨૦૨૦થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

કોણ છે શિવજીના ગણ, શું છે ગણેશજીને ગણપતિ કહેવાનું રહસ્ય જાણો આ વિશે તમે પણ

Nikitmaniya

માં-બાપની છાતી ગર્વથી ફુલાવી દે છે આ ૪ રાશિના બાળકો, જાણો તેમાં તમારી રાશિ સામેલ છે કે નહી

Nikitmaniya

07.09.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

admin