Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Religion

Rashifal ૨૯ ડિસેમ્બર : આ ૪ રાશિ વાળા લોકો માટે મંગળકારી રહેશે આજનો દિવસ, સુખ-સુવિધાઓમાં થશે વધારો

મેષ રાશિ

જરૂરિયાતથી વધારે સમય અને પૈસા મનોરંજન પર ખર્ચ કરવા નહી. આજનો દિવસ આર્થિક દ્રષ્ટિએ અનુકૂળ રહેશે કારણકે તમે કોઈ સંબંધી પાસેથી પોતાનું અટવાયેલું ધન પ્રાપ્ત કરી શકશો. તમે થોડું ધન દાન કરીને જરૂરિયાતમંદ લોકોની મદદ કરશો, જેનાથી તમને માનસિક શાંતિ મળશે. રચનાત્મક કાર્યોમાં પ્રગતિ થશે. તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય તમારી ચિંતાનું કારણ બની શકે છે અને તેમને ચિકિત્સકીય દેખરેખની જરૂરિયાત રહેશે.

વૃષભ રાશિ

આજના દિવસે કોઈ ખુશખબરી સાંભળવા મળી શકે છે. ધનનાં આગમનની સંભાવના રહેશે. આઈટી અને બેન્કિંગ ફિલ્ડ સાથે જોડાયેલા જાતકોને સંઘર્ષ કરવો પડશે. કોઈ નવા વ્યવસાયનાં વિશે યોજના બનશે. માતા-પિતાનું સ્વાસ્થ્ય બગડી શકે છે. દાંપત્યજીવનમાં મધુરતા આવશે. આજનો દિવસ ઉતાર-ચઢાવ ભરેલો રહેશે. સાંજના સમયે કોઈ નોકરી કે નવા વ્યવસાય પર વિચાર થશે, જે ભવિષ્યમાં કારગર સાબિત થશે.

મિથુન રાશિ

આજે તમે ખૂબ જ ઓછા સમયમાં ઘણા બધા કામ પૂર્ણ કરવાની કોશિશ કરશો. આજનો દિવસ સફળતાઓથી ભરેલો રહેશે. દાંપત્યજીવનનું સુખ મળશે. ઘરના કોઈ સદસ્યની સાથે તમારી નાની-મોટી તકરાર થઈ શકે છે પરંતુ તેમનો પ્રભાવ તમારા સંબંધ પર પડશે નહી. જીવનસાથી તરફથી સહયોગ મળશે અને પરિવારમાં ખુશહાલીનું વાતાવરણ રહેશે. વ્યાવસાયિક ક્ષેત્રમાં પોતાના વ્યવસાયને વધારવા માટે તમે અન્ય શહેરની યાત્રા કરી શકો છો.

કર્ક રાશિ

આર્થિક મોરચા પર ચીજો અનુકૂળ રહેશે કારણકે તમે અગાઉ થયેલ નુકશાનનો સામનો કરશો. નાની-નાની વાતોને લઈને તણાવમાં રહી શકો છો. સ્વાસ્થ્યનાં લીધે કષ્ટ સંભવ છે. આધ્યાત્મિકતાની તરફ તીવ્ર ખેંચાણ મહેસૂસ થશે. તમામ કાર્યોમાં સફળતા મળશે. યાત્રાના અવસર પ્રાપ્ત થઇ શકે છે. લવ-લાઈફ સારી રહેશે. ગાયને કેળા ખવડાવવા. પરિવાર તરફથી તમને મદદ મળી શકે છે. શાસન સતાનો સહયોગ રહેશે.

સિંહ રાશિ

આજે તમે ભાવનાઓમાં વહી શકો છો. આર્થિક મામલાઓને લઈને દિવસ સામાન્ય રહેશે. સાવધાનીપૂર્વક કામ કરવાની જરૂરિયાત રહેશે. સ્વાસ્થ્યને લઈને સતર્ક રહેવું. જો તમે અને તમારા જીવનસાથી ખાણી-પીણી પર ધ્યાન નહી આપો તો સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડી શકે છે. સંતાન પક્ષ તરફથી કોઈ સમસ્યા થઈ શકે છે. કોઈ તમારી છબી ધૂળમાં મેળવવાની કોશિશ કરી શકે છે. તમારા ભૌતિક સુખ-સુવિધાઓમાં વધારો થશે.

કન્યા રાશિ

જો તમે રોકાણ કરવા માંગતા હોય તો આજે અચળ સંપત્તિમાં રોકાણ કરી શકો છો. પોતાની જવાબદારીઓને ધ્યાનમાં રાખવી. પોતાના સમય અને ધૈર્યનો પૂરો ઉપયોગ કરવો, આજે તેની જરૂર પડશે. કાર્ય થવામાં વિલંબ થઈ શકે છે. આજે તમારું ભાગ્ય થોડું કમજોર રહેશે. પોતાના જ દમ પર અને શાંત મનથી જે પણ કામ કરશો, તેમાં તમને સફળતા મળશે. અમુક મામલાઓને છોડીને તમારો દિવસ સારો રહેશે. ધન લાભના અચૂક યોગ છે.

તુલા રાશિ

તમે પોતાની મહેનતથી વ્યવસાયના ક્ષેત્રમાં દિવસે બે ગણી અને રાતે ચાર ગણી પ્રગતિ કરતા નજર આવશો. પરિવારના લોકો સાથે થોડું સમજી વિચારીને રહેવાની જરૂરિયાત રહેશે. ઘરમાં શાંતિનું વાતાવરણ બનાવી રાખવા માટે તાલમેલથી કામ કરવું. કાર્યક્ષેત્રમાં આજનો દિવસ અનુકૂળતા આવશે. ગુસ્સા પર નિયંત્રણ રાખવું. અતિ આત્મવિશ્વાસમાં કામ બગડી શકે છે. સંતુલિત થઈને નિર્ણય લેવો પડશે. પોતાના પ્રયાસોથી ઉન્નતિ પથ પ્રશસ્ત કરશો.

વૃશ્ચિક રાશિ

વ્યવસાયમાં અચાનક લાભ મળવાના યોગ બનશે. સાહિત્યના ક્ષેત્રમાં પુરસ્કાર મળી શકે છે. પોતાના પર નિયંત્રણ રાખવું, શાંત રહેવું અને બધાની સાથે સારું વર્તન કરતા રહેવું. આર્થિક સમસ્યાઓએ રચનાત્મક વિચારવાની તમારી ક્ષમતાને બેકાર કરી નાખી છે. પરિવારમાં તમારા ભાઈ-બહેનોની સહયોગાત્મક ભૂમિકા રહેશે. વેપારીવર્ગ નવા સંપર્કો સ્થાપિત કરી શકશે. વ્યાવસાયિક આયોજન સફળતાપૂર્વક આગળ વધશે.

ધન રાશિ

આજે મિત્રોમાં કોઈની બુરાઈ કરવાથી પરેશાની થશે. ઓફિસમાં પોતાનાથી નાના લોકો તરફથી તમને પરેશાની થઈ શકે છે. ગૂંચવાયેલા કાર્યોને ઉકેલવા માટે પરિસ્થિતિ તમારા ફેવરમાં રહી શકે છે. પોતાના નજીકના લોકો સામે એવી વાતો કરવાથી બચવું, જે તેમને દુઃખ પહોંચાડી શકે છે. તમારી વિચારસણીની રીતમાં પરિવર્તન આવી શકે છે. અમુક લોકો બિનજરૂરી વાતચીતમાં સમય ખરાબ કરી શકે છે. ઇચ્છીત કામ પૂર્ણ થશે.

મકર રાશિ

જીવનશૈલી પર થઈ રહેલા ખર્ચાઓમાં ઘટાડો આવશે. આજે તમે જે પણ પ્રયાસ કરશો તેમાં તમને સફળતા મળશે. આજે તમે કોઈ કાર્યને લઇને વ્યસ્ત રહેશો. ધનનાં આગમનની સંભાવના રહેલી છે. લવ લાઈફ ખૂબ જ સારી રહેશે. સંબંધોમાં મધુરતા આવશે. શ્વાસ સંબંધિત પરેશાની થવાની સંભાવના રહેલી છે. ભાઈ બહેનોનું સુખ મળશે. પરિવારના તમામ લોકોનો સહયોગ મળશે અને પ્રેમ જીવનમાં ખુશીઓ આવશે. આજે તમારું નસીબ ખુલી જશે.

કુંભ રાશિ

નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ તમારાથી ખુશ રહેશે. પ્રમોશન થવાની સંભાવના રહેલી છે. પ્રેમ સંબંધ માટે દિવસ સારો રહેશે. જીવનસાથી સાથે આજે પ્રેમ અને તકરાર બન્ને રહેશે. વ્યવસાયને લઈને દિવસ સારો રહેશે અને સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું. પરિવારમાં કોઈ નવું કાર્ય થઈ શકે છે અને નવા મહેમાન આવવાની શુભ સૂચના મળી શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થશે. સંતાન પર અનાવશ્યક રોક લગાવવી નહી. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જરૂરી છે.

મીન રાશિ

આજે કોઈ મોટો ફાયદો થઈ શકે છે. તમને પારિવારિક સમસ્યા હલ કરવા માટે મદદ મળશે. ઓફિસમાં પોતાના નિયમિત કામથી હટીને કંઈક નવું કરવાની કોશિશ કરશો તો તેમાં તમને સફળતા મળશે. સખત મહેનત કરવાથી સફળતા મળવાના યોગ છે. આર્થિક લેવડદેવડમાં સાવધાની રાખવી. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ તમે પોતાને તાજગીપૂર્ણ મહેસૂસ કરશો. ઇચ્છીત કાર્યોને પુરા કરવા માટે તમારે થોડી રાહ જોવી પડી શકે છે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૨૯ ડિસેમ્બર ૨૦૨૦થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

Rashifal:-14 ઓક્ટોબર 2020 –ક્લિક કરીને જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Nikitmaniya

સોમવારે ભૂલેચૂકે પણ ના કરવી આ ત્રણ વસ્તુઓ, માનવામાં આવે છે અશુભ, જાણો કયા કામ કરવા જેથી થાય છે આવા લાભ…

Nikitmaniya

Rashifal:- માતા લક્ષ્મી ના આશીર્વાદ થી આ પાંચ રાશીજાતકો ની ધન સંબંધિત તકલીફો થશે દુર, મળવાનો છે આવો મોટો લાભ, જાણો કઈ-કઈ છે આ ભાગ્યશાળી રાશીઓ…

Nikitmaniya