Rashifal:- 11 એપ્રિલ રાશિફળ : આ 4 રાશિના જાતકો માટે રવિવારનો દિવસ બનવા જઈ રહ્યો છે ખુબ જ ખાસ, જાણો તમારો દિવસ કેવો રહેશે

1. મેષ – અ, લ ,ઈ (Aries): મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો ચઢાવ ઉતાર વાળો રહેશે. બપોર સુધી તમે ચિંતામાં હશો, પરંતુ બપોર બાદ તમારા જીવનમાં બદલાવ થશે અને તમારી ચિંતાઓ ખુશીમાં પરિણમશે. આજના દિવસે તમારા પાર્ટનર સાથે ક્યાંક બહાર જવાનું આયોજન કરી શકો છો, જેના કારણે મન પ્રફુલ્લિત રહેશે. પ્રેમી પંખીડાઓ કોઈ વાતને લઈને ઝઘડી શકે છે.

Today Rashifal

2.વૃષભ – બ, વ, ઉ (Taurus): વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસે કોઈ સ્નેહી સ્વજન દ્વારા કોઈ ભેટ મળવાનો યોગ છે. આજના દિવસે તમે પરિવાર સાથે સારો સમય વિતાવી શકો છો, જેના દ્વારા તમને ઘણી નવી વાતો પણ જાણવા મળી શકે છે, પરણિત લોકોએ આજે પોતાના પાર્ટનરને કોઈ વાતે નિરાશ ના કરવું, જે તમારા જીવનમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ મધ્યમ રહેશે.

3. મિથુન – ક, છ, ઘ (Gemini): મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ ડ્રાઇવિંગ કરતી વખતે કાળી રાખવાની જરૂર છે. આજે નાના અકસ્માતનો યોગ બની રહ્યો છે. આજે તમારા કામને લઈને તમે થોડા સજાગ દેખાશો, જેની નોંધ તમારા બોસ દ્વારા પણ લેવામાં આવશે. પરણિત લોકોના જીવનમાં આજે કોઈ ખુશ ખબરી મળી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે દિલમાં રહેલી કોઈ વાત વ્યક્ત કરી શકે છે.

4. કર્ક – ડ, હ (Cancer):કર્ક રાશિના જાતકોએ આજના દિવસે પોતાના ખર્ચ ઉપર કાબુ રાખવાની જરૂર છે. આજના દિવસે કોઈ રોકાણ ના કરવું, નહિ તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આજે કોઈને પૈસા આપતા પહેલા વિચાર કરી લેવો. પરિણીત લોકોના જીવનમાં આજે પોતાના જીવનસાથીની સલાહ ખુબ જ કામ લાગશે. પ્રેમી પંખીડાઓ આજે પોતાના પ્રિયજન પાસેથી કોઈ ભેટ મેળવી શકશે.

Gujrati Rashifal

5. સિંહ – મ, ટ (Leo): સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસે કોઈ ધાર્મિક યાત્રા ઉપર જવાનો બની શકે છે. જેના કારણે મનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. આ યાત્રા તમારા માટે ખુબ જ ફાયદાકારક રહેવાની છે. તમારી યાત્રા દરમિયાન કોઈ ગરીબને દાન આપવું તમારા માટે લાભ કારક સાબિત થઇ શકે છે. આજે પોતાના પાર્ટનર સાથે દિલમાં મૂંઝવતી વાત શેર કરવી. આજે તમારું પાર્ટનર તમારું સાચું સાથી હશે. પ્રેમી પંખીડાઓને આજે મળવા માટે રાહ જોવી પડશે.

6. કન્યા – પ, ઠ, ણ (Virgo): કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત ફળદાયક રહેશે. આજે તમારી મહેનત જ તમારો સાચો સાથી છે. આજે કોઈ કામમાં આળશ ના કરવી, નહિ તો આ આળશ તમને જ મુશ્કેલીમાં મૂકી શકે છે. તમારું પાર્ટનર આજે કોઈ વાતને લઈને ચિંતિત નજર આવશે,  જેના કારણે આજે તમારે તેને સાથ આપવો. પ્રેમી પંખીડાઓ આજે એકબીજાને ભેટ આપી શકે છે.

7. તુલા – ર, ત (Libra): તુલા રાશિના જાતકોને આજના દિવસે કોઈ અંધારી ખુશી મળી શકે છે. આજે તમે તમારા પાર્ટનર સાથે બહાર જઈ શકો છો. આજે કામના સ્થળેથી પણ કોઈ સારા સમાચાર મળી શકે છે. આજે તમારું પ્રમોશન થવાના યોગ છે. પ્રેમી પંખીડાઓ આજે એકબીજા સાથે મળીને રોમાન્ટિક સમય પસાર કરી શકે છે.

8. વૃશ્ચિક – ન, ય (Scorpio): વૃશ્ચિક રાશિના જાતકોએ આજે થોડા સાવચેત રહેવાની જરૂર છે. આજે તમારી નજીક રહેલો વ્યક્તિ જ તમારું દુશ્મન બની શકે છે. આજે કોઈ તમને છેતરી પણ શકે છે. માટે આજે ખુબ જ સાવધાની રાખવી. નોકરીમાં પણ તમારા સહકર્મી તમારા સારાપણાનો ફાયદો ઉઠાવી શકે છે. પરણિત લોકો પોતાના પાર્ટનરને પોતાના દિલમાં રહેલી વાત કરી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે હળવાશના મૂળમાં જોવા મળશે.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): ધન રાશિના જાતકોને આજે સાસરી તરફથી કોઈ માઠા સમાચાર મળી શકે છે. સાસરી પક્ષના કોઈ કામકાજને લઈને આજે દોડવું પણ પડી શકે છે. આજે તમારા પાર્ટનરની ખાસ કાળજી રાખવી. આજે સંતાનો પણ તમને તકલીફ આપી શકે છે. પ્રેમી પંખીડાઓ આજે કોઈ વાતને લઈને થોડા મૂંઝવણમમાં નજર આવશે.

10. મકર – જ, ખ (Capricorn): મકર રાશિના જાતકોને આજે પોતાના કામ ઉપર વધારે ધ્યાન રાખવું પડશે. આજે તમારી મહેનત જ તમને સાચા પરિણામ તરફ લઇ જશે. દિવસ દરમિયાન કાર્યક્ષેત્ર ઉપર કરેલી મહેનત સાંજે જ તમારા બોસને નજર આવશે. પરણિત લોકો આજે ઘરમાં કોઈ નવી વસ્તુ વસાવવા વિશે ચર્ચા કરી શકશે. પ્રેમી પંખીડાઓ એકબીજાને દિલની વાત સારી રીતે કરી શકશે.
11. કુંભ – ગ, શ, સ (Aquarius): કુંભ રાશિના જાતકોને આજના દિવસે કોઈ યાત્રા ઉપર જવાનો યોગ બની રહ્યો છે. ઓફિસના કામ માટે કે ધંધાના કોઈ કામ માટે તમારે અચાનક બહાર જવાનું આયોજન કરવું પડી શકે છે. જેના કારણે પરિવારના કેટલાક કામો પણ અધૂરા રહેશે. આ યાત્રાના કારણે જીવનસાથી પણ નિરાશ થશે, છતાં તમે તેમને યોગ્ય રીતે સમજાવી શકો છો. આજે અચાનક આવકનો યોગ બની રહે છે. પ્રેમી પંખીડાઓ માટે આજનો દિવસ સારો રહેશે.

12. મીન – દ, ચ, જ, થ (Pisces): મીન રાશિના જાતકોએ આજના દિવસે પોતાની માતા માટે કઈ સારું કરી શકે છે. તેમને કોઈ ભેટ પણ આપી શકે છે. આજે કોઈ જુના મિત્રને મળવાના યોગ બની રહ્યો છે. કામની બાબતમાં આજે થોડી માનસિક શાંતિ અનુભવશો. જીવનસાથી તરફથી આજે તમને કોઈ સારા સમાચાર મળશે. પ્રેમી પંખીડાઓ આજે રોમેન્ટિક વૉક ઉપર જઈ શકે છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube