Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Religion

Rashifal:- : 4 રાશિઓ માટે સમય રહેશે શુભ, જાણો કઈ રાશિને થશે આર્થિક લાભ

ટૈરો રાશિફળ : 4 રાશિઓ માટે સમય રહેશે પરેશાનીભર્યો, જાણો કઈ રાશિને થશે આર્થિક લાભ

મેષ – આજે તમે તમારી જાતને ખૂબ જ મજબુત અને આત્મવિશ્વાસથી ભરપૂર અનુભવી શકો છો. ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે અને સંજોગો તમારા માટે અનુકૂળ રહેશે. તમારા માટે સમય ખૂબ સકારાત્મક રહેશે. તમારી પાસે કનેક્ટ થવાની અને અંતિમ પરિણામ સુધી પહોંચવાની તક છે. આધ્યાત્મિક પ્રગતિના સંકેત છે. સંજોગો જો તમારી વિરુદ્ધ હોય તો પણ તમારે હિંમત છોડવી જોઈએ નહીં.

ઉપાય – ગાયને રોટલી ખવડાવો.

વૃષભ – ભાગ્યનું ચક્ર તમારી તરફેણમાં ફેરવવાનો આજનો દિવસ છે. કેટલાક કાર્યો જે ઘણા સમયથી અટવાયેલા છે તે અચાનક પૂર્ણ થઈ શકે છે. તમારા માટે પહેલાં કરતાં વસ્તુઓ સરળ હોઈ શકે છે. નવા અને ઉત્તેજક ફેરફારોનાં સંકેત કાર્ડ આપે છે. તમને કેટલીક સારી માહિતી સાથે નવી જવાબદારી પ્રાપ્ત થવાના સંકેતો પણ મળે છે. તમે નવી વસ્તુઓની શોધમાં આક્રમક રીતે વ્યસ્ત રહેશો. કોઈ પણ સંજોગોમાં તમને પાછળ છોડવામાં આવશે નહીં.

ઉપાય – સૂર્યને લાલ ફૂલ સાથે જળ અર્પણ કરો.

મિથુન- આજે તમને કેટલીક નવી તકો મળવાની સંભાવના છે. કેટલીક નવી તકો તમારી કારકિર્દીનો દરવાજો ખખડાવી શકે છે. તકોનો પૂર્ણ લાભ લેવા માટે સાવધાન અને જાગૃત રહો. વાહન ચલાવવું એ સાવચેતીનો દિવસ છે. કોઈપણ ઇજાઓ અથવા મચકોડથી તકલીફ થઈ શકે છે. તમારે તમારી દિનચર્યામાં થોડો ફેરફાર કરવો પડશે અને તમારા અને તમારા સાથીઓ માટે થોડો સમય કાઢવો પડશે.

ઉપાય – શિવજીની પૂજા કરો

કર્ક – આજે તમારા માટે કેટલીક નવી બાબતોથી દૂર રહેવાનો અને તમારા કાર્ય પર પોતાના ધ્યાનને કેન્દ્રિત રાખવાનો દિવસ છે. જ્યારે તમે એક દિશામાં આગળ વધશો, ત્યારે પરિસ્થિતિઓ આપમેળે તમારી તરફેણમાં આવશે. નિયતિ તેની ક્રિયા નક્કી કરશે. તમારા પ્રયત્નોને ઓછા ન કરો. તમારી સમક્ષ કેટલીક નવી તકો આવી શકે છે. કોઈપણ અનપેક્ષિત ફેરફારો માટે તમારી જાતને તૈયાર રાખો.

ઉપાય- પીપળા નીચે દીવો કરો.

સિંહ – કેટલીક બાબતમાં તમારા માટે આજનો દિવસ થોડો પરેશાનીકારક બની શકે છે. કામ પર ઇચ્છિત પરિણામો ન મળવાના કારણે તમને થોડો તાણ અને અસ્વસ્થતા થઈ શકે છે. આ ટેન્શન તમને અંદરથી અસર કરશે. તમારે તમારા કાર્યોને પ્રાધાન્ય આપવું જોઈએ અને તે મુજબ તેના અમલની યોજના તૈયાર કરવી જોઈએ. કેટલાક લોકો સાથે તમને અબોલા થઈ શકે છે. તમારા લોકો સાથે સંપર્ક વધારો.

ઉપાય – સંધ્યા સમયે તુલસી ક્યારે દીવો કરો.

કન્યા – આજે તમારા માટે કેટલાક ખાસ કાર્યો પૂરા કરવા માટેનો દિવસ છે. તેથી, આજે તમારે તમારા હાથમાં એટલું કામ લેવું જોઈએ જેટલું તમે સમયસર પૂર્ણ કરી શકો. વધારાની જવાબદારીઓ લેવાનું ટાળો. કોઈ પણ પરિસ્થિતિમાં પોતાને તાણમાં ન આવવા દો. કેટલાક મિત્રો સાથેના સંબંધોમાં તણાવ આવી શકે છે. સંજોગો સ્વીકારીને આગળ વધો. પરિસ્થિતિઓ ધીમે ધીમે સુધારી જશે.

ઉપાય – ગાયત્રી મંત્રના 108 જાપ કરો.

તુલા – આજે ભાગ્ય મોટા પરિવર્તનના સંકેત આપી રહ્યું છે. આગામી દિવસોમાં નવી વસ્તુઓ સામે આવશે. તમારા અધૂરા કાર્યો પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. કોઈ પણ સંજોગોમાં હાથમાં આવેલી તક ગુમાવશો નહીં તે નક્કી કરવા માટે તમારે વધુ સમય ન કાઢવો જોઈએ. તમારા નિર્ણય પર ધ્યાન આપો અને ઝડપી નિર્ણયો લેવા માનસિક રીતે સજ્જ રહો.

ઉપાય – શનિ ચાલીસા વાંચો

વૃશ્ચિક – આજનો દિવસ તમારા માટે થોડો રેન્ડમ કે અવ્યવસ્થિત હોય શકે છે. પરિસ્થિતિઓને સંભાળવી તમારા માટે થોડી મુશ્કેલ હોઈ શકે છે. કેટલાક કેસમાં તમારે પડકારોનો સામનો કરવો પડી શકે છે. તમારા માટે કંઈક મુશ્કેલ પરિસ્થિતિ સર્જાશે. યોજના મુજબ કામ કરવામાં મુશ્કેલી આવી શકે છે. કેટલાક લોકોનો દિવસ ચિંતાના કારણે બગડશે. આવી સ્થિતિમાં તમારે તમારું મન બીજે લગાડવાની જરૂર રહેશે.

ઉપાય – વિષ્ણુ સહસ્ત્રનામ વાંચો

ધન – આજનો દિવસ તમારા માટે આરામનો દિવસ બની શકે છે. તમારે તમારા કામ અને સંબંધોનો તમારો અનુભવ અમલમાં મુકી અને તેના આધારે તમારી ભાવિ યોજનાઓ અમલી બનાવવી જોઈએ. આજનો દિવસ તમારા માટે આત્મનિરીક્ષણ કરવાનો છે. તમારા ભૂતકાળ અને સંબંધો વિશે ઊંડો વિચાર કરો. તમને સમાધાન મળશે. જીવનની રચનાત્મક બાજુ સાથે જોડાઓ.

ઉપાય – લક્ષ્મી-વિષ્ણુની પૂજા કરો.

મકર – આજે તમારા જીવનમાં કોઈ મોટી સિદ્ધિ મેળવવાનો દિવસ હોઈ શકે છે. તમે જીવનમાં ભૌતિક સુખ-સુવિધાઓ, સગવડતાઓ, સંપત્તિ અને સારી વસ્તુઓ મેળવવાની અપેક્ષા કરી શકો છો. તે સમય આવી ગયો છે અને તમારી યોજનાઓને સાકાર કરવાના પ્રયત્નો શરૂ કરવા જરૂરી છે. સફળતા અને પૈસા બંને મળવાના સંકેત કાર્ડ આપે છે. પરંતુ, તમારા અહંકારને કોઈ કામમાં આડે ન આવવા દો. તે તમને નુકસાન પહોંચાડી શકે છે.

ઉપાય – શિવજીને પંચામૃતનો અભિષેક કરો.

કુંભ – આજે તમે માનસિક રીતે થોડો થાક અનુભવશો અને ભૂતકાળમાં ખોવાઈ જશો. સંજોગો તમારા માટે થોડા વિરોધી હોઈ શકે છે. પરંતુ તમારો આત્મવિશ્વાસ નષ્ટ થવા ન દો. કેટલાક માટે વધુ પડતા આત્મવિશ્વાસ અને અતિ ઉત્સાહને નિયંત્રિત કરવાની સલાહ કાર્ડ આપે છે. કેટલાક કામ તમારે ઉતાવળે કરવા જરૂરી છે. આ માટે તમારે કામોને આયોજિત કરી તેનો નિકાલ કરવાની જરૂર છે.

ઉપાય – ઓમ નમ: શિવાય મંત્રનો જાપ કરો.

મીન – તમારા માટે નવી શક્તિ અને ઉત્સાહથી ભરાવાનો આજનો દિવસ છે. આ તમારા મન, શરીર અને આત્માને કાયાકલ્પ કરવાનો સમય છે. તમારા નિત્યક્રમમાંથી વિરામ લો અને બહાર જાઓ. આજે તમારી પ્રસિદ્ધિ તમારા માટે કામ કરશે. પોતાનું ગૌરવ જાળવી રાખો. આજે તમને કોઈ પણ પ્રકારના વિવાદથી દૂર રહેવાની સલાહ આપવામાં આવે છે.

ઉપાય – ગાયને લીલો ચારો ખવડાવો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

ટૈરો રાશિફળ : શનિવારે આ 4 રાશિના જાતકોએ રહેવું સતર્ક, 8 રાશિને થશે અઢળક લાભ

Nikitmaniya

30.07.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

Nikitmaniya

સાપ્તાહિક લવ રાશિફળઃ આ અઠવાડિયે ખૂબ રોમાન્ટિક રહેશે આ 6 રાશિના લોકો, થશે પ્રેમનો વરસાદ

Nikitmaniya