Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Religion

Rashifal ૨૮ ડિસેમ્બર : ભગવાન ભોળાનાથની કૃપાથી આ ૭ રાશિ વાળા જાતકોનાં બધા જ દોષ થશે દૂર, ખૂલી જશે કિસ્મત

મેષ રાશિ

આજે તમે વિચારેલા તમામ કાર્યો પૂરા કરવાની કોશિશ કરશો. ઘરના સદસ્યોની સાથે સમય પસાર કરવાનો અવસર મળશે, જેના લીધે ઘરનું વાતાવરણ ખુશનુમા જળવાયેલું રહેશે. સહકર્મીઓ તરફથી પૂર્ણ સહયોગ મળશે. નાના વ્યવસાયમાં પણ સારી એવી આવક થશે. વેપારીઓએ પોતાના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે વધારે મહેનત કરવાની આવશ્યકતા રહેશે. આજે વડીલોના પગ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લેવા. ધાર્મિક યાત્રામાં પૈસા વધારે ખર્ચ થઈ શકે છે.

વૃષભ રાશિ

મનમાં ઉત્સાહની કમી રહેશે. પરિવારનાં લોકોની સાથે સમય પસાર કરી શકશો. તમારી એક ભૂલના કારણે તમારા ઘણા પૈસા બરબાદ થઈ શકે છે. કામકાજની બાબતમાં તમારો પ્રભાવ રહેશે અને તમારા બોસ સાથે તમારા સંબંધ સુધરશે. ભાગીદારીના કામમાં ધન લાભ થઈ શકે છે. તમને સારી આવક થશે. જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે. દરેક લોકોની સાથે પ્રામાણિક અને નિખાલસતાથી વર્તન કરવું સારું રહેશે.

મિથુન રાશિ

કર્મચારીઓથી પરેશાન રહેશો. સારા અને ખરાબ લોકોને ઓળખવા તમારા માટે જરૂરી રહેશે. કાર્યો પૂર્ણ થવાથી મન પ્રસન્ન રહેશે. જોખમી રોકાણમાં પણ ફાયદો થશે. આજે તમારા દાંપત્યજીવનમાં મધુરતા આવશે અને સંતાન તરફથી પણ સારા સમાચાર પ્રાપ્ત થશે. તમારી ગતિવિધિઓના કારણે પિતા નારાજ થઈ શકે છે. મિત્રોનાં આગમનથી મનમાં પ્રસન્નતા રહેશે. માતાની તબિયત બગડવાની સંભાવના જોવા મળી રહી છે.

કર્ક રાશિ

તમારા નિર્ણયથી પરિવારમાં અસંતોષ રહેશે. આજે એક નવી આર્થિક પરીયોજના શરૂ કરી શકો છો. ઘરમાં પ્રેમ અને સૌહાર્દ રહેશે. તમે ઘરે બપોરનો સમય આરામથી પસાર કરી શકશો. નોકરીયાત લોકોનો દિવસ સારો પસાર થશે. વ્યવસાય કરનાર લોકોને સારી પ્લાનિંગથી સફળતા મળી શકે છે. નવા લોકો સાથે પ્રોફેશનલ સંબંધ બનાવી શકો છો. કાર્યક્ષેત્રમાં અમુક સકારાત્મક થવાની સંભાવના છે.

સિંહ રાશિ

વ્યવસાયમાં લાભ પ્રાપ્ત કરી શકશો. પ્રિય વ્યક્તિ સાથે મુલાકાત અને સહયોગ પ્રાપ્ત થશે. કોઈ કામ પૂર્ણ થવાથી તમે દિવસભર ઉર્જાથી ભરપુર મહેસૂસ કરશો અને ઉત્સાહ જળવાઈ રહેશે. આજે તમારે કોઈ કાર્ય પૂર્ણ કરવા માટે બુદ્ધિનો યોગ્ય ઉપયોગ કરવો પડી શકે છે. પિતાની તબિયત ખરાબ થઈ શકે છે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતાના સમાચાર મળશે. તમને આર્થિક સહયોગ મળશે, જેના લીધે તમે પોતાની જરૂરિયાતો પૂરી કરી શકશો.

કન્યા રાશિ

ધાર્મિક કાર્યોનું આયોજન કે ધાર્મિક યાત્રાના યોગ બની રહ્યા છે. તમારી આસપાસ સકારાત્મક ઊર્જા જળવાઈ રહેશે. લોકો તમારાથી ખુશ રહેશે. તમે કોઈ મોટા બિઝનેસ ગ્રુપ સાથે પાર્ટનરશિપ કરવા માટે વિચાર કરશો. નવા અવસર પ્રાપ્ત થશે. કોઈપણની સાથે પાર્ટનરશિપ કરતા પહેલા ખૂબ જ સમજી વિચારીને નિર્ણય લેવો. આજે તમને લાભના અમુક સારા અવસર પ્રાપ્ત થશે. અન્ય લોકોને મૂર્ખ બનાવવા નહી, નહીંતર તમારા સંબંધો બગડી શકે છે.

તુલા રાશિ

આજે તમે કોઈ એવા કાર્યો પૂર્ણ કરશો, જે ઘણા દિવસોથી અધૂરા હતાં. આધ્યાત્મિક સુખ અને સુખ શાંતિનું વાતાવરણ જળવાઈ રહેશે. વાહન સુખની તમારી ઈચ્છા આજના દિવસે પૂરી થઈ શકે છે. આજે કોઇપણ જગ્યાએ રોકાણ કરવાથી બચવું. કોઈ પ્રિય વ્યક્તિને મળ્યા બાદ તમે પોતાને ઉર્જાવાન મહેસૂસ કરશો. રોકાયેલા કામ પૂર્ણ થશે. શારીરિક સ્વસ્થતા અને માનસિક પ્રફુલ્લિતતાનો અનુભવ થશે. પરિવારના કાર્યોમાં વધારે ખર્ચ થવાની સંભાવના છે.

વૃશ્ચિક રાશિ

આયાત-નિકાસના વ્યવસાયમાં મોટો લાભ થવાની સંભાવના રહેલી છે. જો તમારા માતા-પિતામાંથી કોઈ અસ્વસ્થ હોય તો તમારે તેમને ડોક્ટર પાસે લઈ જવા જોઈએ. કોઈ સરકારી યોજના લાભ આપી શકે છે. સારી વિચાર ધારાવાળા લોકો સાથે કામ કરવું સરળ રહેશે. પૈસાની બાબતમાં આજનો દિવસ ખૂબ જ સારો રહેશે. તમારા સાસરીયા પક્ષ વાળા તમારી મદદ કરી શકે છે. સરકારી ક્ષેત્ર તરફથી પ્રગતિના દ્વાર ખૂલી શકે છે. સારા ભાગ્યનાં લીધે આજે સારો વ્યવસાય થશે.

ધન રાશિ

સંતાનની ચિંતા દૂર થશે. નોકરીનાં નવા સોનેરી અવસર મળવાની સંભાવના છે. તમારે કોઈપણ અવસરને પોતાના હાથમાંથી જવા દેવા નહી. ધ્યાન રાખવું કે તમારે બિનજરૂરી ચીજો પર ખર્ચ કરવાથી બચવું જોઈએ. તમારી બદલાયેલી જીવનશૈલી વધારે પૈસા ખર્ચ કરાવશે. જો તમારો લવ પાર્ટનર તમારાથી નારાજ હોય તો તમારે તેમને મનાવવાની કોશિશ કરવી જોઈએ, તેમના માટે તેમને કોઇ સરપ્રાઇઝ આપવી. મિત્રોની સાથે થોડી તકરાર થઈ શકે છે.

મકર રાશિ

જમીન કે પારિવારિક સંપત્તિ બાબતે વાદ-વિવાદ ઉત્પન્ન થઇ શકે છે. તમારે અચાનકથી શહેરથી બહાર જવું પડી શકે છે. પારિવારિક સુખમાં વધારો થશે અને ધન આગમન થશે. જૂની બીમારી પર પૈસા ખર્ચ થઈ શકે છે. સાસરીયા પક્ષ તરફથી મોટી આર્થિક મદદ મળી શકે છે. વાણી પર સંયમ રાખવાની આવશ્યકતા રહેશે. સમાજના કાર્યોમાં ઉત્સાહપૂર્વક ભાગ લેશો. નોકરીમાં પ્રગતિ થવાના યોગ છે. આકસ્મિક ધન-સંપત્તિનાં લાભની સંભાવના રહેલી છે.

કુંભ રાશિ

આજે સામાજિક કાર્યોમાં વધારે રુચિ રહેશે. જો તમે ટ્રાન્સપોર્ટ વેપારી છો તો કોઈ નવું વાહન ખરીદી શકો છો. સંબંધોમાં રહેલી ગેરસમજણો દૂર થશે. કોઈ નવા કાર્યમાં પૈસા લગાવી શકો છો. આવક કંઈ ખાસ રહેશે નહી. લાંબા સમયથી જે સંપત્તિને વેચવા માંગતા હતાં, તે હવે સારો નફો આપશે. પરિવારનાં કોઈ સદસ્યની આર્થિક મદદ કરી શકો છો. તમને પોતાના પ્રત્યે રહેલો વિશ્વાસ તમને સતત વિજય અપાવતો રહેશે.

મીન રાશિ

આજે તમે પોતાની વાતોથી લોકોને આકર્ષિત કરી શકશો. પ્રિયજન સાથે સમયનો સદુપયોગ થશે. પ્રેમ કરનાર લોકોને પરસ્પર પોતાના મનની વાત કહેવામાં સંકોચ મહેસૂસ થશે. બની શકે તો કોઈની સાથે પાર્ટનરશિપ કરવી નહિ, તે તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. વાદવિવાદ અને ઝઘડાઓના લીધે માનસિક કષ્ટમાં વધારો થશે. બાળકોનાં વ્યવહારથી મનમાં નિરાશા થશે. આજે તમને જીવનસાથી તરફથી ઉપહાર મળી શકે છે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૨૮ ડિસેમ્બર ૨૦૨૦થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

Rashifal:- : રવિવારનો દિવસ 5 રાશિના લોકો માટે લાવ્યો છે ધનલાભના યોગ

Nikitmaniya

રાશિ અનુસાર જાણો તમને કેવી પત્ની મળશે, આ રાશિના પુરુષોને મળે છે ડ્રામેબાજ પત્ની

Nikitmaniya

Rashifal 29 ઓગસ્ટ 2020 – દૈનિક રાશિફળ – ક્લિક કરીને જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Nikitmaniya