Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Religion

Rashifal ૨૩ ડિસેમ્બર : આજે ગણેશજી આ ૩ રાશિઓનાં દરેક કષ્ટ કરશે દૂર, નોકરીમાં સફળતા મળવાનાં યોગ, પરાક્રમમાં થશે વધારો

મેષ રાશિ

આજે જૂની ભૂલોને લઈને મનમાં ભય રહેશે. બીજાની ભૂલ પણ તમારા પર આવી શકે છે. જીવનસાથી તરફથી સહયોગ પ્રાપ્ત થશે. મિત્રો સાથે ચાલી રહેલા મતભેદ દૂર થશે. કાર્યમાં કરવામાં આવેલી મહેનત સફળ થશે. કાર્યસિદ્ધિથી પ્રસન્નતા રહેશે. માન-સન્માન મળશે. આવકમાં વધારો થશે. નોકરી મન લગાવીને કરવી. નવા અવસરોની પ્રાપ્તિ થશે. વ્યવસાયમાં ફાયદો થશે. વ્યવસાય ખૂબ જ સારી રીતે ચાલશે. તમને પોતાના જીવનમાં ઘણી બધી ખુશીઓ પ્રાપ્ત થઇ શકે છે.

વૃષભ રાશિ

કામમાં ધીમી પ્રગતિ તમને હળવો માનસિક તણાવ આપી શકે છે. બેંક સાથે જોડાયેલ લેવડ-દેવડમાં તમારે ખૂબ જ સાવધાની રાખવાની જરૂરિયાત રહેશે. તણાવ જળવાયેલ રહેશે પરંતુ પરિવારના લોકો તરફથી સહયોગ મળશે. દાંપત્યજીવનમાં જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને ચિંતિત રહેશો. તમારે ધૈર્ય જાળવી રાખવું પડશે ત્યારે જ તમે પોતાના કાર્યમાં સફળતા પ્રાપ્ત કરી શકશો. અચાનક યાત્રા થવાનાં કારણે તમે તણાવનો શિકાર થઈ શકો છો.

મિથુન રાશિ

ભાગ્ય પક્ષ મજબૂત થવાથી કોઇ મોટી હાનિ થવાની સંભાવના રહેલી નથી. ઘરમાં મહેમાનોની અવરજવર રહેશે. સારા સમાચાર પ્રાપ્ત થતા રહેશે. ધાર્મિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. મનોરંજન અને ફિલ્મ ફિલ્ડના જાતકો માટે ઘણાં નવા અવસર ઉપલબ્ધ થશે. અપેક્ષા પ્રમાણે કાર્ય સંપન્ન થશે. પ્રસન્નતામાં વધારો થશે. શુભ સમાચાર મળશે. જૂનો રોગ ફરી થઈ શકે છે. પોતાની વિચારસરણીમાં બદલાવ કરવો, લાભ થશે. મિત્રો તરફથી ભેટ મળવાથી મન પ્રફુલ્લિત રહેશે.

કર્ક રાશિ

આજે તમારે પોતાના પર નિયંત્રણ રાખવું, વધારે ક્રોધ કરવો નહી, નહિતર થયેલા કામ પણ બગડી શકે છે. નવા કરારો ફાયદાકારક જોવા મળી શકે છે પરંતુ તે અપેક્ષા પ્રમાણે લાભ પહોંચાડશે નહી. વ્યવસાય યોગ્ય રીતે ચાલશે. વિદ્યાર્થીઓને તેમની મહેનતનું પરિણામ મળશે. રોકાણ કરતાં સમયે ઉતાવળમાં નિર્ણયો લેવા નહી. બાળકોની તબિયત પરેશાનીનું કારણ બની શકે છે. જે પણ બોલો, ખૂબ જ સમજી વિચારીને બોલવું. આર્થિક કારણોથી પરેશાન રહેશો.

સિંહ રાશિ

કાર્યક્ષેત્રમાં કોઈ એવી યોજના બનાવવી જે લાંબા સમય સુધી ફાયદો આપી શકે. નોકરી અને રોકાણ અનુકૂળ લાભ આપશે. રોજગારમાં વધારો થશે. અમુક લોકો તમારી પાસેથી કંઇક વધારે જ અપેક્ષા રાખી શકે છે. અન્ય લોકોની જરૂરિયાતને પૂરી કરવામાં તમારે ધ્યાન આપવું પડશે. વાદવિવાદ ખતમ થશે. કોઈ મોટી સમસ્યા દૂર થશે. મનમાં પ્રસન્નતા જળવાયેલી રહેશે. શત્રુઓ સક્રિય રહેશે. તમારું સંપૂર્ણ ધ્યાન આર્થિક લાભની તરફ રહેશે. ભાગ્યનું પૂર્ણ સુખ પ્રાપ્ત થશે.

કન્યા રાશિ

તમે કોઈ એવા વ્યક્તિને મળી શકો છો, જે અલગ છે અથવા બીજી સંસ્કૃતિથી છે. ઓફિસમાં આજે તમને કંઈક એવું કામ મળી શકે છે, જેને તમે હંમેશાથી કરવા માંગતા હતાં. તમારા સંબંધો મજબૂત થઈ શકે છે. મગજમાં ઉથલ-પાથલ રહી શકે છે પરંતુ તમને ફાયદો પણ થશે. પોતાના કામ અને શબ્દો પર ધ્યાન આપવું કારણકે મોટાભાગના આંકડાઓ સમજવામાં મુશ્કેલી થશે.

તુલા રાશિ

ભાગીદારીમાં ચાલી રહેલી અડચણો દૂર થવાની સંભાવના રહેલી છે. તમે જીદ કરશો તો પોતાનું જ નુકસાન કરશો. આજે પોતાના પાર્ટનર તરફથી કોઈ સરપ્રાઈઝ મળી શકે છે. વધારે ખર્ચ થવાના યોગ બની રહ્યા છે. રોજગારનાં નવા અવસર પ્રાપ્ત થશે. બપોર બાદ કાર્યસ્થળ પર તમને કોઈ શુભ સમાચાર મળી શકે છે. કોઈ જૂના મિત્ર સાથે આજે તમારી મુલાકાત કે વાત થઇ શકે છે. અમુક જવાબદારીઓ તમે બીજા દિવસ પર ટાળી શકો છો.

વૃશ્ચિક રાશિ

ઘર, કાર્ય વગેરેમાં પ્રગતિ મળવાની સંભાવના છે. આજે તમે પોતાની મહેનત અને કાર્યદક્ષાથી કાર્યસ્થળ પર સિનિયર અધિકારીઓને ખુશ કરવામાં સફળ રહેશો. પ્રેમીની સાથે સંબંધો અને અંગત સંબંધોના મામલાઓમાં પ્રગતિ થશે. ઉચ્ચ અધિકારીઓ તરફથી ફાયદો થશે. વિદ્યાર્થીઓ કરિયરને લઈને મૂંઝવણમાં રહેશે પરંતુ તેના માટે તમારે વધારે સમયની જરુરીયાત રહેશે. જીવનસાથી કોઈ કડવી વાત તમને કહી શકે છે, જેના લીધે તમને દુ:ખ પહોંચશે.

ધન રાશિ

પરિવારનાં લોકોના કારણે અમુક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. હાલનો સમય પોતાની જીતની ઉજવણી કરવાનો છે પરંતુ તમારે એ વાતનું પણ ધ્યાન રાખવું પડશે કે તેનાથી તમારી જવાબદારીઓ પણ વધી જશે. કામકાજ માટે સમય કાઢી શકશો નહી. વિદ્યાર્થીઓ અભ્યાસમાં મન લગાવી શકશે. નોકરીમાં બદલાવ કરવો નહી. તમારે સંભાળીને રહેવું પડશે. તમારી મહેનતથી પ્રસન્ન થઈને ઉચ્ચ અધિકારીઓ તમારી પ્રગતિનો નિર્ણય લઈ શકે છે.

મકર રાશિ

આજે તમે ડિસ્ટર્બ થયા વગર સમયસર કામ પૂર્ણ કરવાની કોશિશ કરશો. આજે તમને કોઇ સારા સમાચાર મળી શકે છે, જેના લીધે તમે ખૂબ જ ઉત્સાહિત રહેશો. લાંબા સમય પછી આજે મિત્રોની સાથે તમે એક મજેદાર દિવસનો આનંદ ઉઠાવી શકશો. તમે ઘણી બધી વાતો કરશો, ખૂબ જ મજાક મસ્તી કરશો. આજે સામાન્ય ભોજન ગ્રહણ કરવું કારણ કે આજનો દિવસ તમારા સ્વાસ્થ્ય માટે સામાન્ય રહેશે. વિજ્ઞાન સાથે જોડાયેલા લોકોને ફાયદો થશે.

કુંભ રાશિ

આજે પારિવારિક આયોજન સુખદ રહેશે. તમે પોતાના પાર્ટનરની સાથે થોડો સારો સમય પસાર કરી શકશો. આર્થિક લાભ થવાના પણ યોગ છે. કોઈ જગ્યાએ અટવાયેલા પૈસા પરત મળી શકે છે. મહત્વપૂર્ણ લોકોની સાથે તમારો ખૂબ જ સારો તાલમેલ રહેશે. મહત્વપૂર્ણ સંબંધો વધારે સારા થઈ શકે છે. વિદ્યાર્થીઓ માટે દિવસ અનુકૂળ રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. ધન-સંપત્તિમાં વૃદ્ધિ થવાના પ્રબળ યોગ છે. નોકરી અને વ્યવસાયમાં લાભ થવાની સંભાવના જોવા મળી રહી છે.

મીન રાશિ

આજે તમારા જીવનમાં ચારેય તરફથી ખુશીઓ આવશે. પરણિત લોકો માટે આજનો દિવસ ખૂબ જ ખાસ રહેશે. ઘણા દિવસો પછી આજે તમે પોતાના જીવનસાથી સાથે રોમેન્ટિક દિવસ પસાર કરશો. નાની યાત્રા પર જઈ શકો છો. કોઈ વાતને લઈને તણાવમાં રહી શકો છો. આજે તમારી પ્રિય વ્યક્તિ તમને એક સુંદર ગિફ્ટ આપી શકે છે. શુદ્ધ સાત્વિક આહાર લેવો. બહારની ખાણીપીણીથી જેટલું બની શકે તેટલું દૂર રહેવાની કોશિશ કરવી.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૨૩ ડિસેમ્બર ૨૦૨૦થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

સાપ્તાહિક લવ રાશિફળઃ આ અઠવાડિયે ખૂબ રોમાન્ટિક રહેશે આ 6 રાશિના લોકો, થશે પ્રેમનો વરસાદ

Nikitmaniya

શુક્ર કરવા જઈ રહ્યો છે રાશી પરિવર્તન, આ રાશિજાતકો માટે આવશે સૌથી શુભ સમય, દુર થશે તમામ દુખ, જાણો કઈ છે આ ભાગ્યશાળી રાશીઓ…

Nikitmaniya

Rashifal:-આજનું સચોટ રાશિફળ. જાણો આ રાશી ના જાતકો માટે રહેશે આજ નો દિવસ લાભદાયક,ખુલી જશે ભાગ્ય…

Nikitmaniya