Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Religion

Rashifal ૧૫ ડિસેમ્બર : મંગળવારે બજરંગબલી આ ૬ રાશિનાં જાતકોને આપશે સુખ-સમૃદ્ધિનાં આશીર્વાદ, થશે તમામ ક્ષેત્રમાં પ્રગતિ

મેષ રાશિ

આજે સંતાન તરફથી શુભ સમાચાર મળવાના અણસાર છે. મિત્રોનો સાથ મળશે. આજે સમજ્યા વિચાર્યા વગર કોઈપણ કાર્ય ના કરવું. બિનજરૂરી ખર્ચાઓથી બચવું. નવા સંપર્કો બનશે અને લાભકારી પણ રહેશે. ઊંઘની કમીથી પરેશાન રહી શકો છો. તમારા ઇચ્છિત કામ પૂરા થવામાં સમય લાગશે. આજે સંયમ રાખવું ખૂબ જ આવશ્યક છે. ખાણીપીણીનું ધ્યાન નહી રાખો તો સ્વાસ્થ્ય બગડી શકે છે. રોજિંદી દિનચર્યામાં ગતિ આવશે.

વૃષભ રાશિ

આજે તમારા પરિવારમાં હર્ષોલ્લાસનું વાતાવરણ જળવાઈ રહેશે. તમારું સ્વાસ્થ્ય મજબૂત થશે અને તમે સ્વયં ઉર્જાનો અનુભવ કરશો. સંબંધોમાં અનુકૂળતા રહેશે. ધન પ્રાપ્તિના ઉદેશ્યથી આજનો દિવસ અનુકૂળ રહેશે. વ્યવસાયમાં સાવધાનીપૂર્વક કામ કરવું. ભાગ્ય તમને કર્મ કરવા માટે પ્રેરિત કરશે. આજે તમે જેટલા પણ પ્રયાસ કરશો, તેમનો તમને લાભ મળશે. તમને પોતાના જીવનસાથીની સાથે સુખદ સમય પસાર કરવાનો અવસર મળશે.

મિથુન રાશિ

આજે તમારું મન પરેશાન રહી શકે છે, પરંતુ ખોટો નિર્ણય લેવો નહી. કામકાજની બાબતમાં આજે ખૂબ જ સારા પરિણામ પ્રાપ્ત થશે. તમને શાસનનો સહયોગ મળશે અને રાજકીય પક્ષ તરફથી લાભ થશે. કામનું ભારણ વધારે હોવાના લીધે નોકરીયાત લોકો પરેશાન રહી શકે છે. પરિવારનું વાતાવરણ સારું રહેશે. પ્રોપર્ટી સંબંધિત લાભ થઈ શકે છે. કાર્યસ્થળ પર અને વ્યવસાયમાં પણ તમારી વહીવટી ક્ષમતાઓની પ્રશંસા કરવામાં આવશે.

કર્ક રાશિ

પરિવારિક ચિંતા દૂર થશે. શુભ સમાચારની પ્રાપ્તિ થશે. આજનો દિવસ વિદ્યાર્થીઓ માટે ફળદાયી દિવસ સાબિત થશે. પૈસાની આવકમાં વધારો થશે. પૈસા અને નોકરીના સવાલો પર તમને ઉપયોગી અને મહત્વપૂર્ણ સલાહ મળી શકે છે. તમારા ઘણા સવાલોના જવાબ મળી શકે છે. આવનાર દિવસોમાં પૈસાની સ્થિતિમાં સુધારો થશે. તમારા પારિવારિક જીવનમાં પ્રેમ અને સોહાર્દ જળવાઈ રહેશે. કોઈપણ પ્રકારના વિવાદોથી તમારે અંતર રાખવું પડશે.

સિંહ રાશિ

આજે તમે પોતાની એક અલગ ઓળખ બનાવવામાં સફળ રહેશો. પ્રેમીઓની વચ્ચે અપાર પ્રેમ અને આનંદ રહેશે. વ્યવસાયમાં અચાનક ફાયદો થઈ શકે છે. અધિકારીઓનો સહયોગ મળશે. વ્યવસાય અને નોકરીમાં તમે સારું કામ કરી શકો છો. જો તમે પરણિત છો તો તમે પોતાના જીવનસાથીની સાથે ભાવનાત્મક ચર્ચા કરી શકો છો. તમારામાં સમર્પણની અદભુત ભાવના રહેલી છે. વૈવાહિક જીવનનો આનંદ ઉઠાવી શકશો.

કન્યા રાશિ

આજે તમારી વધારાની કામ કરવાની ક્ષમતા તે લોકોને આશ્ચર્યમાં મૂકી દેશે જેમનું પ્રદર્શન તમારાથી ઓછું છે. તમે પોતાનો વિસ્તાર વધારવા વિશે વિચારી શકો છો. તમે પોતાની યોગ્યતા અને મહેનતના આધારે પોતાની પરિયોજનાઓને સંપૂર્ણ રીતે પૂર્ણ કરી શકશો. જીવનસાથી સાથે વાત કરતાં સમયે તમારે શાંત અને ધૈર્ય રાખવું જોઈએ. મુસાફરી કરવા માટે આજે દિવસ સારો નથી.

તુલા રાશિ

આજે પારિવારિક સહયોગની સાથે પ્રગતિવાદી સમય રહેશે. કોઈ મોટી ડીલ કે કોઇની સાથે પાર્ટનરશિપ કરવા માંગતા હોય તો ખૂબ જ સમજી વિચારીને આગળ વધવું. પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. વ્યસ્તતાના કારણે સ્વાસ્થ્યને ભૂલશો નહિ. પોતાના જીવનસાથી સાથે નમ્રતાપૂર્વક વાત કરવી. જમીન-સંપત્તિ સાથે જોડાયેલ કોઈ મામલો આજે તમારા પક્ષમાં રહેશે. માતા-પિતાના આશીર્વાદ જરૂર લેવા. પ્રિયજનોની સાથે એક લાંબી યાત્રા તમારા દિવસને મધુર બનાવશે.

વૃશ્ચિક રાશિ

આજે ખૂબ જ સમજી વિચારીને રોકાણ કરવું, નહિતર તમારે નુકસાન ભોગવવું પડી શકે છે. ઓફિસમાં કોઈ નવું કામ મળશે, જેને પૂરૂં કરવામાં તમે સફળ રહેશો. સાંજના સમયે પરિવારના લોકોની સાથે સારો સમય પસાર કરી શકશો, જેનાથી તમારું પારિવારિક જીવન ખુશહાલ બનશે. માતા-પિતાની સાથે કોઈ ધાર્મિક સ્થળ પર જવાનો પ્લાન કરશો. કોઈ સ્થાવર મિલકતની સમસ્યામાંથી છુટકારો મળશે. આજે તમારી બધી જ સમસ્યાઓનું સમાધાન નીકળશે.

ધન રાશિ

પરિયોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત છે. જે લોકો દાંપત્યજીવન જીવી રહ્યા છે તેમના માટે પણ દિવસ અનુકૂળ છે, પરંતુ તેમનો જીવનસાથી આજે કોઈ યાત્રા પર જઈ શકે છે. જે લોકો તમારા કાર્યોની પ્રશંસા કરતા હતા, આજે તે તમારો વિરોધ કરશે. ઘર પરિવારમાં કોઈ શુભ કાર્ય થઈ શકે છે. વડીલોની ધાર્મિક યાત્રાની યોજના બનાવી શકો છો. ઘરમાં વાસ્તુ અનુરૂપ પરિવર્તન કરશો તો પારિવારિક તણાવ ખતમ થશે.

મકર રાશિ

નોકરી-ધંધાની તલાશ ખતમ થઈ શકે છે. ભાઈ-બહેનો તરફથી તમને આર્થિક સહાયતા મળી શકે છે. યાત્રા લાભદાયક રહેશે અને સફળતા તમારી સાથે રહેશે. આજે દરેક કાર્યમાં સફળતા મળશે. તમે પોતાના લક્ષ્યને પૂર્ણ કરવા વિષે વિચારશો. પદ-પ્રભાવનો લાભ મળશે. મિત્રોની સાથે પ્રવાસ-પર્યટન પર જઈ શકો છો. વ્યવસાયમાં ભાગીદારો સાથે લાભ થશે. નવા વિવાહના પ્રસ્તાવ મળી શકે છે. પરિવારના લોકોનો સહયોગ ના મળવાથી કાર્ય પ્રભાવિત થશે.

કુંભ રાશિ

આજે તમારી મુલાકાત અમુક ખાસ લોકો સાથે થશે. ઓફિસમાં તમારા જુનીયર તમારી પાસેથી કામ શીખવા માંગશે. તમારા વિચારેલ દરેક કાર્ય પૂર્ણ થશે. નાણાંકીય મોરચે આજનો દિવસ કઠિન રહી શકે છે કારણ કે તમારા પૈસા અવરોધિત થઈ શકે છે. પારિવારિક જીવનમાં કોઈ નવી વાત તમારી સામે આવશે કે કોઈ સદસ્યનું સ્વાસ્થ્ય બગડવાથી તમે ચિંતિત રહેશો, જેની અસર તમારા કામ પર પણ પડશે. સંપત્તિ સંબંધિત કાર્યમાં પ્રગતિ પણ આવશે.

મીન રાશિ

આજે ધન લાભના યોગ બની રહ્યા છે. પરિશ્રમ કરશો તો મનોવાંછિત ફળ પ્રાપ્ત થઈ શકે છે. કોઇ નવા કાર્યને પ્રારંભ કરવા માટે આજે સમય અનુકૂળ છે. તમારા કામકાજની રીતમાં પરિવર્તન થઈ શકે છે, જેના લીધે તમને ફાયદો થશે. સાથે જ કામકાજની ચિંતા ઓછી થઇ શકે છે. સરકારી ક્ષેત્રમાં લાભ થવાની સંભાવના રહેલી છે. કોઇ નવા કાર્યને પ્રારંભ કરવા માટે આજે સમય અનુકૂળ છે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૧૫ ડિસેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

ધનવાન બનવા અને આર્થિક તંગીમાંથી છૂટકારો મેળવવા કરો કુબેર દેવના આ ઉપાયો

Nikitmaniya

દરેક સંબંધને પ્રામાણિકતાથી નિભાવે છે આ રાશિની યુવતીઓ, બને છે બેસ્ટ ગર્લફ્રેન્ડ

Nikitmaniya

Rashifal ૨૬ નવેમ્બર : આજે આ ૪ રાશિઓની સાથે થઈ શકે છે વિશ્વાસઘાત, દુષ્ટ લોકો પહોંચાડશે હાનિ

Nikitmaniya