Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Religion

Rashifal ૧ જાન્યુઆરી ૨૦૨૧ : નવા વર્ષનાં પહેલાં જ દિવસે આ ૩ રાશિવાળા લોકોનાં જીવનમાં આવશે ખુશીઓ

મેષ રાશિ

આજનો દિવસ મેષ રાશિના લોકો માટે ખૂબ જ લાભદાયક રહેશે. માનસિક તણાવમાંથી મુક્તિ મળશે. કાર્યક્ષેત્રમાં સ્થિતિઓમાં સુધારો થવાની સંભાવના રહેલી છે. જમીન સંબંધિત મામલાઓમાં લાભ થશે. ઉતાવળમાં કોઈપણ નિર્ણય લેવો યોગ્ય નથી. આજે તમારા રોમેન્ટિક સંબંધો આજે થોડા પરેશાનીમાં પડી શકે છે. આવકમાં ઘટાડો થશે અને ખર્ચાઓમાં વધારો થશે. અવિવાહિત લોકોને વિવાહના સારા પ્રસ્તાવ મળી શકે છે.

વૃષભ રાશિ

જમીન-સંપત્તિના કાર્યોમાં વ્યસ્ત રહેશો. વ્યવસાય સાથે જોડાયેલા જાતકોને લાભ થશે. એન્જિનિયરિંગ અને મેડિકલના વિદ્યાર્થીઓને તેમની મહેનતનું પરિણામ મળશે. તમારે રિયલ એસ્ટેટ કે સાંસ્કૃતિક પરિયોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત રહેશે. આજે ખર્ચાઓ વધારે થશે. તમારા દાંપત્યજીવન માટે તે તમારા જીવનના સૌથી મુશ્કેલ સમયમાંથી એક હોઈ શકે છે. આજીવિકા માટે ભટકવું પડશે.

મિથુન રાશિ

ધન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે. તે મામલાઓને ટાળી દેવા, જેમને પૂર્ણ કરવામાં તમને પરેશાની થઇ રહી હોય. જરૂરી કાર્યો પૂર્ણ કરવા માટે અમુક લોકોની મદદ મળી શકે છે. કોઈ બદલાવથી ચિંતા રહી શકે છે. કોઈ મોટો નિર્ણય લેતાં પહેલાં ખૂબ જ સારી રીતે વિચારી લેવું. આજે શિક્ષા સાથે જોડાયેલા વિદ્યાર્થીઓને કોઇ મોટી સફળતા મળશે. માનસિક અસ્થિરતાથી બચવું.

કર્ક રાશિ

વ્યવસાય સાથે સંકળાયેલ વ્યક્તિઓ માટે આજનો દિવસ અનુકૂળ રહેશે. ઓફિસમાં આજે અધિકારીઓ તરફથી સહયોગ મળશે. જો તમે અનુભવી લોકોનું મંતવ્ય લેશો અને પોતાના કામમાં નવી વિચારસરણીનો ઉપયોગ કરશો તો લાભ જરૂર મળશે. આજે ખૂબ જ સમજી વિચારીને આગળ વધવાની જરૂરિયાત રહેશે. દાંપત્યજીવનમાં જીવનસાથીનો સહયોગ મળશે. પરિવારમાં તણાવ રહી શકે છે. કોઈ ઝઘડાળુ વ્યક્તિ સાથે વિવાદ થવાથી તમારો મૂડ ખરાબ થઈ શકે છે.

સિંહ રાશિ

આજે તમારો ક્રોધ તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. આજે વિદ્યાર્થીઓ શિક્ષામાં લાભની પ્રાપ્તિ કરી શકશે. પૈસા કમાવવા માટે ઘણા પ્રકારની કષ્ટદાયક રીત અપનાવી શકો છો. જીવનસાથી સાથે કોઇ વાતને લઇને તણાવ રહી શકે છે. લવ લાઇફમાં કોઈ વાતને લઈને મતભેદ થઈ શકે છે. આવનારો સમય તમારા માટે નવી ખુશીઓ લઈને આવશે.

કન્યા રાશિ

આજે તમારે કોઈપણ નિર્ણય લેતા પહેલા સારી બાબતો અને ખામીઓ પર સાવધાનીપૂર્વક ધ્યાન આપવું. અમુક વિવાદોનું સમાધાન થઇ શકે છે. પૈસાની બાબતમાં પ્રગતિ થશે. તમારે બસ પોતાના કામ સમયસર પુરા કરવાની કોશિશ કરવી. પૈસાની બાબતમાં દિવસ સારો રહેશે. જુના અટવાયેલા કામોમાં પણ ગતિ આવી શકે છે. કોઈ સારા સમાચાર પણ તમને મળી શકે છે. તમારા જીવનમાં નવા સંબંધોની શરૂઆત થશે.

તુલા રાશિ

આજે તમે ઉદાસ અને તણાવમાં રહી શકો છો. જીવનસાથીના સ્વાસ્થ્યનું પણ તમારે ધ્યાન રાખવું પડશે. સમજી વિચારીને કાર્ય કરવાથી કામમાં સફળતા મળશે. કામકાજના મામલાને ઉકેલવા માટે તમારે પોતાની હોશિયારી અને પ્રભાવનો ઉપયોગ કરવો. જોખમી મામલાઓમાં ભાગ્ય સાથ આપી શકે છે. બેદરકારીના કારણે નુકસાન થવાની સંભાવના છે. સ્વાસ્થ્ય સારું રહેશે અને પરિવારનો સાથ મળશે. તમારી આર્થિક સ્થિતિ સતત મજબૂત થતી રહેશે.

વૃશ્ચિક રાશિ

પોતાના રચનાત્મક કાર્યો પ્રત્યે તમારે વિશ્વાસ જાળવી રાખવો. સંબંધીઓ તમારા દુઃખમાં ભાગીદાર બનશે, તમારી સમસ્યાઓ તેમની સાથે શેર કરવામાં અચકાવું નહી. નિશ્ચિત રીતે તમે તેને હલ કરવામાં સફળ રહેશો. વ્યવસાયિક યાત્રાઓ સફળ રહેશે. આજે તમે કોઈ જરૂરિયાતમંદની મદદ કરી શકો છો. કોઈ તમારી દિલથી પ્રશંસા કરશે. કામની વચ્ચે થોડો આરામ કરવો અને મોડી રાત સુધી કાર્ય કરવું નહી. નવું વાહન ખરીદી શકો છો.

ધન રાશિ

આજે તમારી ઇચ્છાશક્તિની કમી તમને ભાવનાત્મક અને માનસિક પરેશાનીઓમાં મૂકી શકે છે. પૈસા અને અન્ય મામલાઓમાં ફાયદાકારક દિવસ રહેશે. આજે તમે કામકાજમાં વ્યસ્ત રહેશો. તમારી સામે ઘણી જવાબદારીઓ વાળા કામ પણ આવી શકે છે. માનસિક રીતે તમે સક્રિય રહેશો. રોજિંદાના કામકાજમાં બદલાવ કરવાની કોશિશ કરી શકો છો. આવનારો સમય તમને કંઈક નવું શીખવાડીને જશે.

મકર રાશિ

રોકાણની બાબત પર ધ્યાન આપવું પડશે. લવ લાઇફમાં વિવાહનો પ્રસ્તાવ રાખી શકો છો. રોગ થવાથી પરેશાની થઇ શકે છે. આજે તમે સમજી શકશો કે ધીરજનું ફળ મીઠું હોય છે, પરંતુ તમારે તે વાતનું પણ ખાસ ધ્યાન રાખવું કે તમારે જરૂરિયાતથી વધારે પૈસા ઉધાર લેવા નહી. પારિવારિક જીવન સુખી રહેશે. ધનનું આગમન થઇ શકે છે. જે મિત્રો સાથે ઘણા સમયથી મુલાકાત થઇ નથી, તેમને મળવા માટે આજે સારો સમય છે.

કુંભ રાશિ

આજે તમે પોતાના પ્રિય વ્યક્તિ તરફ આકર્ષિત થઇ શકો છો. પરિવારમાં ખુશહાલી જળવાઈ રહેશે. જો થોડા સમયથી તમારું કોઇ મહત્વપૂર્ણ કાર્ય અટવાયેલું છે તો આજે તે પૂર્ણ થવાની પૂરી સંભાવના છે. તમારી વિચારસણીમાં થોડો નવો બદલાવ આવી શકે છે. ખર્ચાઓ પર કાબુ રાખવાની કોશિશ કરવી અને ફક્ત જરૂરી ચીજો જ ખરીદવી. પરિવારના લોકો સાથે સંબંધ મજબૂત રહેશે અને બધાનો પ્રેમ અને સહયોગ મળશે.

મીન રાશિ

આજે તમને પોતાના પ્રિયનો એક અલગ જ અંદાજ જોવા મળી શકે છે. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો રહેવાની સંભાવના છે. આજે અમુક મહત્વપૂર્ણ ખરીદી કરશો અને ઘરની સજાવટ પર ધ્યાન આપી શકશો. વ્યવસાયમાં જોખમ લેવાથી આજે બચવું. સ્વાસ્થ્ય સુખ સારું રહેશે. તમારા દુશ્મન તમને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરશે પરંતુ સફળ થઈ શકશે નહી. આજે તમે પોતાના જીવનસાથી સાથે આનંદની પળો પસાર કરી શકશો.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૧ જાન્યુઆરી ૨૦૨૧થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

સાપ્તાહિક રાશિફળ : 14થી 20 સપ્ટેમ્બર સુધીના દિવસો કેટલા શુભ છે 12 રાશિઓ માટે વાંચો એક ક્લિક પર

Nikitmaniya

Rashifal 21 ઓગસ્ટ 2020:– ક્લિક કરીને જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ

Nikitmaniya

ભોલેબાબા આ 6 રાશિઓ ના લોકોને દુઃખોથી અપાવશે રાહત, પ્રગતિ અને લાભના મળશે અનેક તકો

Nikitmaniya