Breaking & Latest News in Gujarati Provider on National, Gujarat Leading Gujarati News Channel and News Portal
Religion

Rashifal ૧ ડિસેમ્બર : આજે સમાપ્ત થઈ જશે આ ૪ રાશિઓની આતુરતા, હનુમાનજીની કૃપાથી શરૂ જશે મંગળ કાર્યો

મેષ રાશિ

આજે કોઈ વાતને લઈને મન ખૂબ જ ઉત્સાહિત રહેશે. વ્યક્તિગત જાણકારી કે રહસ્ય કોઈની સાથે પણ શેર કરવા નહી. સંતાનના દાયિત્વની પૂર્તિ થશે. મહત્વાકાંક્ષામાં વધારો થશે. બિનજરૂરી ભાગદોડ રહેશે. આજે ખર્ચાઓ વધારે રહેશે. પરિવારમાં કોઈ વાતને લઈને તણાવ ઉત્પન્ન થઈ શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે સાવચેત રહેવું. આજે તમારું કોઈ પ્રિય વ્યક્તિ તમારી સાથે સમય પસાર કરવાની અને તમારી પાસેથી ભેટ મળવાની આશા રાખી શકે છે. નાના ભાઈ-બહેનો અને સહકર્મીઓ તરફથી સહયોગ મળશે.

વૃષભ રાશિ

આજના દિવસે તમારે કામને થોડું અલગ રાખીને થોડો આરામ કરી લેવો અને કંઈક એવું કરવું કે જેમાં તમને રસ હોય. વ્યવસાયમાં લાંબા સમયથી અટવાયેલું કોઈ કામ આજે પૂરું થઈ શકે છે, જેનાથી તમને ખૂબ જ રાહત મળશે અને જલ્દી તેનો ફાયદો પણ તમને નજર આવશે. ખાણી-પીણી પર વધારે ધ્યાન આપવું. પ્રેમની બાબતમાં આજનો દિવસ સામાન્ય રહેશે. મીઠી-મીઠી વાતોથી પોતાના મનને ખુશ રાખવાનાં પ્રયાસ કરવા.

મિથુન રાશિ

આજે તમે પોતાના બધા જ પ્રકારના જૂના કરજમાંથી મુક્ત થઈ જશો. આર્થિક પક્ષ મજબૂત થશે. ગૃહ ઉપયોગી વસ્તુઓમાં વધારો થશે. મનને સકારાત્મક દિશામાં આગળ વધારશો તો તમારા તમામ કાર્ય ખૂબ જ સરળતાથી પૂર્ણ થશે. કોઈ પારિવારિક સમસ્યાના કારણે તણાવ મળી શકે છે. થોડું ધ્યેય રાખવું અને અન્ય લોકોની વાત સાંભળશો તો ગેરસમજણ દુર થશે. કાર્યક્ષેત્રમાં સ્થિતિઓ તમારા પક્ષમાં રહેશે, જેના લીધે આજનો દિવસ તમારા માટે ખૂબ જ સારો પસાર થશે.

કર્ક રાશિ

આજે તમને જમીન સંપત્તિ વેચવામાં નફો થતો જોવા મળશે. પારિવારિક પ્રોપર્ટી મળવાના યોગ છે. આજની શરૂઆત તમારા માટે ખૂબ જ સારી રહેશે. તમે સવારથી જ ઊર્જાવાન રહેશો. અભ્યાસને લઈને તમારું પ્રદર્શન સારું રહેશે. તમારા સાથીની સાથે જીદ ના કરવી. લગ્ન માટે પ્રસ્તાવ મળી શકે છે. સંતાનોના પ્રત્યે ચિંતા રહેવાથી મનમાં વ્યગ્રતા રહેશે. માર્કેટિંગ અને સેલ્સમાં જોબ કરતા જાતકો માટે આજનો દિવસ ઉત્સાહવર્ધક રહેશે.

સિંહ રાશિ

આજે પારિવારિક કે વ્યાવસાયિક કાર્યનાં અવસર પર બહાર જવું પડી શકે છે. જો આજે તમે કોઇ મહત્વપૂર્ણ નિર્ણય લેવા માંગતા હોય તો ખૂબ જ સમજ્યા વિચાર્યા બાદ જ પોતાનો નિર્ણય લેવો. આજે સકારાત્મક અને નકારાત્મક બંને બાબતો પર ધ્યાન આપવું. પૈસાની બાબતમાં આજે થોડો સુધારો આવી શકે છે. અગાઉ કરવામાં આવેલું રોકાણ હાલના સમયમાં તમને લાભ આપશે. પરાક્રમથી બધા જ કાર્ય પૂર્ણ કરવામાં સફળ થશો. યાત્રા મંગળ રહેશે.

કન્યા રાશિ

આજે સાહિત્ય કે અન્ય કોઈ સર્જનાત્મક કલાના પ્રત્યે તમને રુચિ રહેશે. આજે આર્થિક દૃષ્ટિએ દિવસ સારો રહેશે. આવકમાં વધારો થશે અને આર્થિક સમૃદ્ધિના માર્ગ પણ ખુલશે. પરિવારના સદસ્યોની સાથે કોઈ મનોરંજન યાત્રા થઈ શકે છે. અચાનક ફાયદો મળી શકે છે. વિદ્યાર્થીઓને આજે વધારે મહેનત કરવી પડશે, આ મહેનત કર્યા બાદ તમે નિશ્ચિત સફળ થઈ શકશો. અમુક લોકો સ્વાસ્થ્ય સંબંધી પરેશાની મહેસૂસ કરી શકે છે.

તુલા રાશિ

આજે તમારે પોતાના પર કાબૂ રાખવાની જરૂરિયાત રહેશે. માતા-પિતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. કામકાજના મોરચા પર આજનો દિવસ સામાન્ય રહેશે. નોકરિયાત જાતકોએ આજે સંભાળીને રહેવું પડશે. ધૈર્યની સાથે સંયમપૂર્વક કાર્ય કરતા રહેવું. લવ લાઇફના મામલામાં દિવસ સારો રહેશે, પરંતુ પ્રેમી પર દબાણ બનાવવાથી બચવું. હાલમાં જ થયેલી તમારી પ્રગતિથી અમુક લોકો તમારી ઈર્ષા કરવા લાગ્યા છે, તેઓ તમારા માટે અડચણો ઉત્પન્ન કરી શકે છે. સાસરિયા પક્ષના કોઇ કાર્યક્રમમાં ભાગ લેશો.

વૃશ્ચિક રાશિ

આજે તમારું મન પ્રસન્ન રહેશે. તમે કોઈ પર્યટન સ્થળ પર જવાનું આયોજન બનાવી શકો છો. આજે તમને યોગ્યતા સાબિત કરવાનો અવસર મળશે અને તમારા કામની પ્રશંસા થશે. સમાજમાં માન-પ્રતિષ્ઠામાં વધારો થશે અને ધન લાભ થશે, સાથે જ પ્રગતિના પણ યોગ છે. કોર્ટ-કચેરીના મામલાઓથી દૂર રહેવું. સંતાનોના અભ્યાસને લઈને ચિંતિત રહી શકો છો. મિત્રોનાં સાથ થી મન પ્રસન્ન રહેશે અને સાંજના સમયે આનંદની અનુભૂતિ થશે.

ધન રાશિ

આજે તમને આર્થિક સ્થિતિમાં ઉછાળો જોવા મળી શકે છે. કાર્યક્ષેત્ર પર કોઈની સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. પારિવારિક મોરચા પર તમારી કોઈ ઇચ્છા પુરી થશે. પરિવારનાં લોકોની સાથે કોઈ જગ્યાએ રજાઓ ગાળવા માટેનો પ્લાન બનાવી શકો છો. ભૌતિક ચર્ચાઓમાં ભાગીદારી અવશ્ય લેવી, કાર્ય પૂર્ણ થશે. એકંદરે આજનો દિવસ સુખમય પસાર થશે. પોતાના સાથીની સાથે સમય પસાર કરીને સારું મહેસૂસ કરશો. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચાઓ થશે.

મકર રાશિ

આજે એક ઉદાર પ્રસ્તાવ પર તમારે સાવધાનીથી વિચાર કરવો જોઈએ. પ્રેમ સંબંધો માટે આજનો દિવસ સારો છે. વ્યવસાયમાં નવા સંબંધોથી ફાયદો થશે. અધૂરા કાર્ય સંપન્ન થશે. દાંપત્યજીવનમાં મધુરતા આવશે અને સંતાનની તરફથી પણ સુખદ સમાચાર મળશે. સંતાન સુખ મળવાની સંભાવના છે. વડીલોને આજે સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે. નિયમિત વ્યાયામ દ્વારા પોતાના વજનને કાબૂમાં રાખવાની જરૂરિયાત રહેશે.

કુંભ રાશિ

આજથી તમારી પ્રગતિનાં નવા રસ્તા ખુલશે. ઉધારીની વસૂલી થશે. કામ પર તમારો દ્રષ્ટિકોણ જટિલ પરિસ્થિતિમાંથી બચાવવામાં મદદ કરશે. કોઈ પરીક્ષામાં સફળતા પ્રાપ્તિનો યોગ છે. મનને નકારાત્મક વિચારોથી દૂર રાખવું. પ્રતિસ્પર્ધીઓ તથા શત્રુઓ પર વિજય પ્રાપ્ત થશે. આજે કોઈ તમને યાત્રા પર જવા માટે આમંત્રિત કરી શકે છે. ખરાબ સમયમાં કોઈની મદદ કરી શકો છો. આજે ધન લાભના યોગ બની રહ્યા છે. આજે તમારી માનસિક ચિંતાઓમાં વધારો થઇ શકે છે.

મીન રાશિ

આજે તમે પોતાનું કરજ ચુકાવવામાં સફળ રહેશો. પોતાના સંબંધોમાં યથાર્થવાદી બનવાની કોશિશ કરવી. માન-સન્માન મળશે. કોઈ સારું વ્યક્તિ તમારા જીવનમાં આવી શકે છે. મનોરંજનના કાર્યોમાં ખર્ચ થશે અને આનંદની પ્રાપ્તિ થશે. આજે સાંજના સમયે ભેટ અથવા તો ધનની પ્રાપ્તિ થઇ શકે છે. મનમાં હર્ષ રહેશે. કોઈપણ કાર્યમાં વિચારીને નિર્ણય લેવો. દાંપત્યજીવનમાં ખુશીઓ આવશે અને પારિવારિક જીવન પણ શાંતિપૂર્ણ રહેશે.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં રાશિફળ ૧ ડિસેમ્બર ૨૦૨૦ થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook  Twitter  Instagram  Youtube 

લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ

Related posts

05.09.2020 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

admin

Rashifal ૨૯ ડિસેમ્બર : આ ૪ રાશિ વાળા લોકો માટે મંગળકારી રહેશે આજનો દિવસ, સુખ-સુવિધાઓમાં થશે વધારો

Nikitmaniya

Today Rashifal: કોના પર વરસવાના છે લક્ષ્મીજી ના આશીર્વાદ, જાણો કેવો રહેશે દિવસ..

Nikitmaniya