રામ મંદિર નિર્માણના ભૂમિપૂજનને માટે 5 ઓગસ્ટે પીએમ મોદીની ઉપસ્થિતિમાં અયોધ્યામાં ભવ્ય મહોત્સવ યોજાશે. સરકાર અત્યારે રામ મંદિરની મુલાકાત સાથે તૈયારીઓની પણ તપાસ કરી રહ્યા છે. અહીં દિવાળી પહેલાં જ અહીં દિવાળી મનાવાશે.

અયોધ્યામાં રંગરોગાનની સાથે સાથે પેઈન્ટીંગ્સ અને રામલલાની કિવદંતીઓને પણ દિવાલ પર ઉતારવાનો પ્રયાસ કરાયો છે. યૂપીની યોગી સરકાર અને કેન્દ્ર સરકારે મંદિર નિર્માણની સાથે જોડાયેલા દરેક પળને ભવ્ય બનાવવાની તૈયારીઓ કરી લીધી છે.
દરેક જગ્યાએ બની રહ્યા છે ખાસ પેઈન્ટીંગ્સ

આખા શહેરને દુલ્હનની જેમ સજાવવામાં આવી રહ્યું છે, અનેક જગ્યાઓએ રામના જીવન સાથે જોડાયેલી કિવદંતીઓના પેઈન્ટીંગ્સ બની રહ્યા છે. ફ્લાયઓવર પાર્ક અને તમામ મહત્વની જગ્યાઓની મરામત કરવામાં આવી રહી છે. તેનાથી જ્યારે આયોજન થાય તો તેની ભવ્યતામાં ચાર ચાંદ લાગી શકે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે 3 દિવસ સુધી અયોધ્યામાં દિવાળી જેવો માહોલ રહેશે. લોકો ઘરમાં પણ દિવા કરીને દિવાળી મનાવશે. સાથે દરેક મંદિર અને મઠમાં ખાસ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરાશે.
આ દિવસે બુધવાર હોવાથી લીલા રંગના રહેશે રામલલાના વસ્ત્રો

અયોધ્યામાં તૈયારીઓને લઈને મળતી માહિતી અનુસાર અનેક આયોજન કરાશે. આ સાથે રામ લલાને પણ વિશેષ રીતે શણગાર કરાશે. તેમના પરિધાન લીલા રંગથી તૈયાર થશે. રામ પરિવારને લીલા વસ્ત્ર, તેમના પડદા, ચાદર, તકિયા, રજાઈ બધું જ લીલા રંગનું હશે. કેમકે 5 ઓગસ્ટે બુધવાર છે અને બુધવારનો રંગ લીલો માનવામાં આવે છે. અયોધ્યામાં પણ વિકાસ કાર્યનો વેગ વધારી દેવાયો છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.