સુપ્રીમ કોર્ટમાં રામ મંદિર ની તરફેણ માં આવેલા ચુકાદા બાદ જે ક્ષણની રાહ જોવાઇ રહી હતી તે આજે છે. આજે અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે ભૂમિપુજન કરવામાં આવનાર છે. આજે બપોરે 12:30 વાગ્યે વડાપ્રધાન મોદી મંદિરના શિલાન્યાસ સાથે મંદિર નિર્માણની શરૂઆત કરાવશે.

492 વર્ષ પહેલા બાબર ના કહેવાથી અયોધ્યામાં મંદિર તોડી અને વિવાદિત માળખું તૈયાર કરવામાં આવ્યું હતું ત્યારબાદથી રામ મંદિર મુદ્દે આંદોલન ચાલી રહ્યું હતું. 2019 માં સુપ્રીમ કોર્ટે આ કેસમાં રામ મંદિરના પક્ષમાં ચુકાદો સંભળાવ્યો ત્યારબાદ નવ મહિના પછી રામમંદિર માટે ભૂમિપૂજન થઈ રહ્યું છે.

અયોધ્યા પહોંચ્યા બાદ વડાપ્રધાન મોદી સૌથી પહેલા હનુમાનગઢી માં જશે અહીં પૂજા અર્ચના કર્યા બાદ તેઓ શિલાન્યાસ માટે જશે. હનુમાન ગઢી માં વડાપ્રધાન મોદીને પાઘડી અને રામનામનો કેસ પણ પહેરાવવામાં આવશે તેમ જ ચાંદીનો સિક્કો ભેટ કરવામાં આવશે.

કોરોનાવાયરસ ને લઇ સુરક્ષાની દ્રષ્ટિએ મંદિર અને રસ્તાઓ નિકાસ કરવામાં આવ્યા છે સાથે જ મંદિર આસપાસ સુરક્ષા પણ વધારી દેવામાં આવી છે. મંદિર પરિસરમાં ભૂમિપૂજન માટે એક સ્ટેજ બનાવવામાં આવ્યું છે. આ સ્ટેજ પર વડાપ્રધાન સહિત માત્ર પાંચ લોકો હાજર રહેશે.

વડાપ્રધાન મોદી પહેલા અયોધ્યા ખાતે બાબા રામદેવ પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે આજનો દિવસ ઈતિહાસીક છે આ દિવસ ને વર્ષો સુધી લોકો યાદ રાખશે તેમણે એમ પણ કહ્યું હતું કે આજના દિવસ સાથે જ દેશમાં રામરાજ્યની ફરીથી સ્થાપના થશે.

જણાવી દઈએ કે કોરોના ના કારણે આ ભૂમિપુજન સમારોહમાં માત્ર 175 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમાંથી 36 આધ્યાત્મિક પરંપરાના 135 સંત છે. બાકી કારસેવકોના પરિવારજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.