પાંચ ઓગસ્ટે થનારા રામ મંદિર ભૂમિ પૂજનને માત્ર એક દિવસ બાકી છે. ત્યારે આજથી અયોધ્યામાં આમંત્રિતોનું આમગન શરૂ થવા જઈ રહ્યુ છે. સમગ્ર અયોધ્યાને હાઈ સિક્યોરિટી ઝોનમાં ફેરવી દેવાઈ છે. આસપાસના જિલ્લાઓમાંથી અયોધ્યા પહોંચવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકી દેવાયો છે. ત્યારે લેન્ડિગથી વિદાય સુધીનો PMનો કાર્યક્રમ પણ જાહેર થયો છે.

સમગ્ર અયોધ્યાને હાઈ સિક્યોરિટી ઝોનમાં ફેરવી દેવાઈ

આ સાથે જ અયોધ્યાના નિવાસી અને પરત અયોધ્યા  આવનારા વ્યક્તિઓ ઓળખ કાર્ડ  બાદ જ તેને શહેરમાં પ્રવેશ આપવામાં આવશે.આજે સવારથી અયોધ્યાની સરહદ સાથે જોડાયેલા રસ્તાઓથી આવનારા વાહનોના રૂટ પણ ડાયવર્ટ કરી દેવાયા છે..

અયોધ્યામાં પીએમ મોદી

  • સવારેઃ ૧૦-૩૫ વાગ્યે લખનઉ એરપોર્ટ પહોંચશે
  • સવારેઃ ૧૦-૪૦ વાગ્યે- હેલિકોપ્ટરથી અયોધ્યા માટે રવાના
  • બપોરેઃ ૧૧ઃ૩૦ વાગ્યે- અયોધ્યાની સાકેત કોલેજના હેલિપેડ પહાંચશે
  • બપોરે ૧૧ઃ૪૦ વાગ્યે- હનુમનગઢી પહાંચી ૧૦ મિનિટ દર્શન-પૂજા
  • બપોરે ૧૨ વાગ્યે- રામજન્મભૂમિ પરિસર પહોંચશે
  • ૧૦ મિનિટઃ રામલલ્લાના દર્શન-પૂજા- બપોરે ૧૨ઃ૧૫ વાગ્યે
  • રામલલ્લા પરિસરમાં પારિજાતના છોડ વાવશે
  • બપોરે ૧૨ઃ૩૦ વાગ્યે- રામ મંદિર ભૂમિપૂજન કાર્યક્રમની શરૂઆત
  • બપોરે ૧૨ઃ૪૦ વાગ્યે- રામ મંદિરના આધારશિલાની સ્થાપના
  • બપોરે ૨ઃ વાગ્યે- સાકેત કોલેજ હેલિપેડથી રવાના થશે

અયોધ્યામાં ભવ્ય રામ મંદિર નિર્માણ માટે 5 ઓગસ્ટે યોજાનારા ભૂમિપૂજન માટેની તૈયારીઓ અંતિમ તબક્કામાં છે. ઘણા લોકો પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા અયોધ્યા પહોંચવા લાગ્યા છે. શ્રી રામજન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે જણાવ્યું છે કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવત મંગળવારે સાંજે અયોધ્યા પહોંચી રહ્યા છે. રાયએ એ પણ માહિતી આપી હતી કે ભૂમિપૂજન માટે સાધુ સંતો સહિત કુલ 175 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે.

ભૂમિપૂજન માટે સાધુ સંતો સહિત કુલ 175 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું

પત્રકાર પરિષદને સંબોધિત કરતા ચંપત રાયે કહ્યું, આવતીકાલે સાંજ સુધીમાં બધા આમંત્રિતો અહીં પહોંચશે. RSSનાં મોહન ભાગવત, ભૈયાજી જોશી અને અન્ય અહીં આવશે. તેમણે કહ્યું કે સંત-મહાત્મા સહિત પોણા બસો લોકોને આમંત્રણ મોકલવામાં આવ્યું છે. અમે બાબરી મસ્જિદના પક્ષકાર ઇકબાલ અન્સારી અને ફૈઝાબાદના રહેવાસી મોહમ્મદ શરીફને પણ આમંત્રણ  મોકલ્યા છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube