મિત્રો દેશમાં હજારોથી પણ વધારે ભગવાનના અલગ અલગ મંદિરો આવેલા છે, દરેક મંદિર પાછળ રહસ્યો રહેલા હોય છે અને ઘણા મંદિરોમાં તો નાના મોટા ચમત્કાર પણ થતા જોવા મળતા હોય છે, તેથી દરેક મંદિરમાં ભક્તો ભગવાનના દર્શન કરવા માટે આવતા હોય છે અને દર્શન કરીને તેમના જીવનમાં ધન્યતા અનુભવતા હોય છે, તેવું જ આ મંદિર નર્મદા જિલ્લાના રાજપીપળા ગામે હરસિધ્ધિ માતાનું મંદિર આવેલું છે.
હરસિધ્ધિ માતાનું મુખ્ય સ્થાન કોયલ ડુંગર પર આવેલું હતું અને ત્યાંથી હરસિધ્ધિ માતાએ ઉજ્જૈન નગરીમાં વાસ કર્યો હતો અને ત્યાંથી જ હરસિધ્ધિ માતાનો રાજપીપળામાં વાસ થયો હતો. હરસિધ્ધિમાતાના ઇતિહાસ વિષે વાત કરવામાં આવે તો રાજપીપળાની ગાદી પર છત્રશાલજી મહારાજ બેસ્યા હતા અને તેમની પત્નીને બંને હરસિધ્ધિ માતાના પરમ ભક્ત હતા.
છત્રશાલજી મહારાજ અને તેમની પત્નીએ એક દીકરાને જન્મ આપ્યો અને તે દીકરાનું નામ વેરીશાલજી હતું. વેરીશાલજી તેની માતાને પૂછતો હતો કે આ મંદિર કોને બંધાવ્યું છે તો તેની માતાએ જણાવ્યું કે આ હરસિધ્ધિ માતાનું મંદિર મહારાજ વીર વિક્રમ આદિત્યએ બનાવ્યું હતું અને માતા હરસિધ્ધીને કોયલા ડુંગર પરથી ઉજ્જૈનની નગરીમાં લાવવામાં આવ્યા હતા.
તો વેરીશાલજીએ પણ હરસિધ્ધિ માતાને કહ્યું કે તમે મારી નગરી આવશો તો મારે તમારા દર્શન કરવા માટે રોજ અહીં આવવું ના પડે અને તમને રાજપીપળા લઇ જઈશ અને તમારી ભક્તિ કરીશ. ત્યાર પછી રાજપીપળા આવીને રાજા અને તેમની પત્ની, વેરીશાલજી ઉપાસના કરવા લાગ્યા અને માતાજીના પરમ ભક્ત બની ગયા.
તે પછી એક દિવસ વેરીશાલજીના સપનામાં હરસિધ્ધિ માતા આવ્યા તો બીજે દિવસે વેરીશાલજી લેવા ગયો અને હરસિધ્ધિ માતાને લાવતો હતો અને લાવતા તેનાથી કઈંક ભૂલ થઇ તો રાજપીપળામાં જ માતા હરસિધ્ધિ બિરાજમાન થયા હતા. આથી આ મંદિરમાં ભક્તો હરસિદ્ધિ માતાના દર્શને આવતા હોય છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.