જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) નજીક વિસ્ફોટમાં સેનાના બે જવાન શહીદ થયા છે.
જમ્મુ અને કાશ્મીરના રાજૌરી જિલ્લામાં નિયંત્રણ રેખા (LOC) નજીક વિસ્ફોટમાં સેનાના બે જવાન શહીદ થયા છે. ભારતીય સેનાએ કહ્યું કે, નૌશેરા સેક્ટરમાં સેનાની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી, તે જ સમયે એલઓસી પાસે એક રહસ્યમય વિસ્ફોટ થયો. વિસ્ફોટને કારણે સેનાનો એક અધિકારી અને એક જવાન ગંભીર રીતે ઘાયલ થયા છે. બંનેને હોસ્પિટલ લઈ જવાયા હતા, પરંતુ સારવાર દરમિયાન તેઓનું મૃત્યું થયું હતું.
ભારતીય સેનાએ એક નિવેદનમાં કહ્યું કે, શહીદ લેફ્ટનન્ટ ઋષિ કુમાર અને સિપાહી મનજીત સિંહ બહાદુર હતા અને તેમની સેવા માટે ખૂબ જ પ્રતિબદ્ધ હતા. તેમણે ફરજ પર રહીને દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે. આર્મીના વ્હાઇટ નાઈટ કોર્પ્સ (16 કોર્પ્સ)એ ટ્વિટર પર જણાવ્યું હતું કે, “નૌશેરા સેક્ટરમાં પેટ્રોલિંગ દરમિયાન માઈન બ્લાસ્ટ થયો હતો. વિસ્ફોટમાં અન્ય એક જવાન ઘાયલ થયો હતો, જેની સારવાર ચાલી રહી છે.”

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.