નવી દિલ્હી, તા. 08 ઓક્ટોબર 2020, ગુરુવાર

રાષ્ટ્રીય રાજધાની હવાની ગુણવત્તા ગુરુવારે ખરાબ શ્રેણીમાં રહી, જ્યારે સિસ્ટમ ઓફ એર ક્વોલિટિ વેધર ફોરકાસ્ટિંગ એન્ડ રિસર્સ(SAFAR)ના પૂર્વાનુમાનમાં કહ્યું છે કે, એક્યૂઆઈ આગામી ત્રણ દિવસોમાં રવિવાર સુધી વધુ બગડશે. આ રાજધાનીમાં કોરોનાના દર્દીઓ માટે ગંભીરરૂપથી ખતરનાક સાબિત થઈ શકે છે.

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલયના બચાવમાં આવનારી SAFARએ પ્રદુષણ વધવા માટે આસપાસના રાજ્યોમાં પરાળી સળગાવવાને સૌથી મોટું કારણ ગણાવ્યું છે. એક દિવસ પહેલાં એટલે કે 7 ઓક્ટોબરે સિનરાઈઝ્ડ ફાયર કાઉન્ટ 399 હતું.

એર ક્વોલિટી ફોરકાસ્ટિંગ સિસ્ટમે વધુમાં કહ્યું કે, હાલ દિલ્હીની અને પ્રદુષક તત્વોના પરિવહન માટે હવાની દિશા અને ગતિ બંન્ને અનુકુળ છે પરંતુ હવાની દિશામાં ફેરફારનું અનુમાન લગાવવામાં આવ્યું છે જેનાથી થોડાં દિવસો માટે હવાની ગુણવત્તા મધ્યમ શ્રેણીમાં રહેવાની સંભાવના છે.

કેન્દ્રીય પ્રદુષણ નિયંત્રણ બોર્ડના આંકડાઓ અનુસાર કુલ 35 પ્રદુષણ મોનિટરિંગ સ્ટેશનોમાંથી 17 સ્ટેશનોમાં હવાની ગુણવત્તાનો સુચકઆંક ખરાબ શ્રેણીમાં છે જ્યારે 15 સ્ટેશનોમાં સુચકઆંકને મધ્યમ શ્રેણીમાં નોંધ્યો છે જ્યારે ચાર કામ નહી કરી રહ્યાં હતા. દિલ્હી ટેક્નિકલ યૂનિવર્સિટી પાસે ક્ષેત્રમાં એક્યૂઆઈ સૌથી વધારે 290 નોંધાયો.

ઉત્તરિય રાજ્યોમાં પરાળી સળગાવવાના કારણે દરેક શિયાળામાં દિલ્હી-NCRમાં વાયુ પ્રદુષણ વધી જાય છે અને પ્રદુષક તત્વો વાયુમંડળના નિચલા સ્તરે ભેજ સાથે મળીને ગાઢ ધુમ્મસનું એક મોટું સ્તર બનાવે છે જેનાથી સ્થાનિકોના સ્વાસ્થ્ય માટે ખતરો ઊભો થાય છે. દિલ્હીની આસપાસના કૃષિ પ્રધાન રાજ્યોમાં પરાળી સળગાવવાથી વધારે પ્રદુષણ ફેલાય છે. ખેડુતો ઓક્ટોબરમાં અનાજ પકાવ્યા બાદ પરાળી સળગાવે છે.

સસ્તા શ્રમિકોની અછતના કારણે અને મશીનથી પાકની કાપણી બાદ પરાળી વધે છે, જેનો નાશ કરવા માટે ખેડુતો સૌથી સરળ વિકલ્પનો સહારો લે છે એટલે કે પરાળીને ખેતરમાં સળગાવે છે. તજજ્ઞો અનુસાર શહેરમાં ખરાબ હવાના કારણે અસ્થમા જેવી ગંભીર સમસ્યા ઉભી થઈ રહી છે. ગત વર્ષે શ્વાસ લેવામાં તકલીફ ધરાવતા દર્દીઓની સંખ્યામાં અન્ય વર્ષોની તુલનાએ 30 થી 35 ટકાનો વધારો નોંધાયો છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube