અમદાવાદમાં કોરોનાને નાથવા માટે ગુજરાતના આરોગ્ય વિભાગ દ્વારા અનેકવિધ પગલાં લેવાઇ રહ્યા છે. ત્યારે હવે અમદાવાદના કોવિડ મેનેજમેન્ટ મોડેલમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને પણ રસ દાખવ્યો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા સમગ્ર વિશ્વમાં કોવિડ-19 મેનેજમેન્ટ માટે અપનાવાઇ રહેલી શ્રેષ્ઠ પદ્ધતિઓની ઓળખ કરવાની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત રાજ્યના બાહોશ અધિકારી તરીકે ઇમેજ ધરાવતા અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા તેમજ મ્યુનિસિપલ કમિશનર મુકેશકુમારે વિશ્વ આરોગ્ય સંસ્થાના મુખ્ય વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામીનાથનને વિસ્તૃત પ્રેઝેન્ટેશન રજૂ કર્યું હતું.
અમદાવાદનું કોવિડ મેનેજમેન્ટ મોડેલ પ્રેરણારૂપ
- વર્લ્ડ હેલ્થ ઓગર્ેનાઇઝેશને અમદાવાદના કોવિડ મેનેજમેન્ટ મોડેલમાં દાખવ્યો રસ
- અમદાવાદ મનપા દ્વારા લેવાઇ રહેલા વિવિધ પગલાંઓની WHO દ્વારા સરાહના
- ધન્વંતરી રથ, ૧૦૪ સેવા, કોરોના ઘર સેવા-સંજીવની સહિતની યોજનાઓને બિરદાવી
- આરોગ્ય સેતુ એપના આધારે થઇ રહેલા સર્વેલન્સ અને ટેસ્ટિંગની પદ્ધતિની સરાહના
- અમદાવાદના કોવિડ મોડેલ અંગે ભારત સહિત વિશ્વના અન્ય શહેરોને જાણકારી અપાશે
- અધિક મુખ્ય સચિવ રાજીવ ગુપ્તા અને મ્યુ. કમિશનર મુકેશકુમારે રજૂ કર્યું પ્રેઝેન્ટેશન
ડો. સ્વામીનાથને સરકાર દ્વારા લેવાઇ રહેલા વિવિધ પગલાઓ જેવા કે ધન્વન્તરી રથ, 104 સેવા, કોરોના ઘર સેવા-સંજીવની તેમજ ખાનગી હોસ્પિટલોની ભાગીદારીને બિરદાવી હતી. તેમાં પણ ખાસ કરીને આરોગ્ય સેતુ એપના આધારે થઇ રહેલા સર્વેલન્સ અને ટેસ્ટિંગની પદ્ધતિની તેમણે સરાહના કરી. વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા હવે ટૂંક સમયમાં જ અમદાવાદના મોડેલ વિશે ભારતના તથા વિશ્વના અન્ય શહેરોને જાણકારી આપવામાં આવશે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.