ત્યારે જો રાહુલ ગાંધી ફરી એક વાર કોંગ્રેસની કમાન પોતાના હાથમાં લે છે તો તેમણે તે ભૂલો ન કરવી જોઇએ

રશીદ કીદવાઈ : હાલમાં કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પાર્ટીના રાજ્ય સભાના સાંસદો સાથે ઓનલાઇન બેઠક કરી. જેમાં કોંગ્રેસની અંદર સળવળી રહેલા સત્તા સંઘર્ષ ખુલીને સામે આવ્યા હતો. આ બેઠકમાં રાહુલ ગાંધીના હાથમાં ફરી એક વાર સત્તાનો કમાન આપવાની વાત તમામ મોટા નેતાઓ દ્વારા કરવામાં આવી હતી. અનેક નેતાઓએ રાહુલ ગાંધી ફરી પાર્ટીનો કમાન સંભાળે તે માટે આશાવાદ વ્યક્ત કર્યો હતો.

કોંગ્રેસમાં લાંબા સમયથી એક મોટા બદલાવની રાહ જોઇ રહ્યો છે. પણ કોંગ્રેસ પોતાના સભ્યોને સાંભળા કરતા તેમના ઇનહાઉસ વકીલોની એક પેનલ દ્વારા નિર્ણયો લેવાની આંટીઘૂંટીમાં એવું ફસાયેલું છે કે તે આ બદલાવને લાવવામાં પાછું પડી રહ્યું છે.

ત્યારે જો રાહુલ ગાંધી ફરી એક વાર કોંગ્રેસની કમાન પોતાના હાથમાં લે છે તો તેમણે તે ભૂલો ન કરવી જોઇએ જે તેમની દાદી કે માતાએ કરી હતી. નવા પાર્ટી પ્રમુખને રાજ્ય અને શહેર સ્તરે જે કોંગ્રેસ સભ્યો છે તેનો અવાજ સાંભળવો જોઇએ. લાંબા સમયથી કોંગ્રેસ નિર્ણય લેવામાં કોંગ્રેસના સભ્યો કરતા તેની કાનૂની સલાહકારોની વાત પર વધુ ફોકસ કરે છે. ભલે રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી કહેતા હોય કે તે પાર્ટીની અંદર પણ લોકશાહી રીતે કામકામ કરે છે પણ તે પોતાના સભ્યોને નજરઅંદાજ કરી રહ્યા છે તે વાત પણ એટલી જ સાચી છે.

ઉદાહરણ તરીકે આર્ટિકલ 37૦, ત્રિપલ તલાક, RCEP કરાર, સીએએ-એનઆરસી, ગોલવાન ખીણ જેવા મહત્વના મુદ્દા પર પાર્ટીનું વલણ જોઇ લો.તમને જાણીને નવાઇ લાગશે પણ કોંગ્રેસે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીનું નવું સેશન માર્ચ 2018 હજી સુધી નથી લીધું. કોંગ્રેસના સંવિધાનમાં તેવું કહેવામાં આવ્યું છે કે વર્ષમાં એકથી બે વાર તો ચોક્કસથી મળવું જ.

યુપીએ-2ના સમયથી કોંગ્રેસ તેના તમામ મોટા નિર્ણયમાં કાનૂની વિચાર પર વધુ ભાર આપતી થઇ ગઇ છે. જ્યારથી 2G કૌભાંડ, કોમનવેલ્થ કૌભાંડ બહાર આવ્યા ત્યારથી લઇને હાલમાં રાજસ્થાન વિવાદ સુધી તેના નિર્ણયોમાં કપિલ સિબલ, અભિષેક સંઘવી, પી.ચિદમ્બરમ, આનંદ શર્મા જેવા કાનૂની દાવપેચના જાણકારોની સલાહ વધુ મહત્વની રહી છે.

ત્યારે જો રાહુલ ગાંધી ફરી એક વાર સત્તાની કમાન પોતાની સંભાળવા જઇ રહ્યા છે તો તેમણે પોતાના સભ્યોની વાતોને નજરઅંદાજ કરી ખાલી કાનૂની સલાહકારોની વાતો પર જ મોટા નિર્ણયો લેવાની આદત છોડવી પડશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube