પૂર્વ બોયફ્રેન્ડના લગ્નથી નારાજ યુવતીએ કર્યું એવું કે તમે વિચારી પણ નહીં શકો

આંધ્રપ્રદેસના કુરનુલ જિલ્લાના નંદયાલ શહેરમાં એક યુવતીએ પોતાના પૂર્વ બોયફ્રેન્ડની ઉપર એસિડ એટેક કર્યો કેમકે પૂર્વ બોયફ્રેન્ડે એક અન્ય યુવતી સાથે લગ્ન કર્યા હતા. એક અઠવાડિયામાં આ બીજી વાર બન્યું છે જ્યારે યુવતીએ તેની પર એસિડથી હુમલો કર્યો હતો. યુવતીનું કહેવું છે કે તે અને નાગેન્દ્ર, એકમેકથી ખૂબ પ્રેમ કરતા હતા અને છેલ્લા 3 વર્ષથી તેઓ રિલેશનશીપમાં હતા.

યુવતીના કહેવા અનુસાર બંને લગ્ન કરવા ઈચ્છતા હતા. તેઓએ માતા પિતાની સામે વિચાર રજૂ કર્યો પણ જાતિના કારણે તેને નકારી દેવામાં આવ્યો હતો. ત્યારબાજ યુવકે ગયા મહિને એક અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હતા. સ્થાનિક પોલિસના આધારે સુપ્રિયાએ નાગેન્દ્ર પર ત્યારે હુમલો કર્યો જ્યારે તે બાઈકથી ઘરે પાછો આવી રહ્યો હતો. યુવતી ઘરની પાસે તેની રાહ જોઈ રહી હતી અને જ્યારે તેણે સ્પીડ બ્રેકર પર પોતાના બાઈકને ધીમું કર્યું તો તે એક એસિડની બોટલ સાથે ભાગી અને તેના ચહેરા પર એસિડ ફેંકી દીધો. હુમલામાં યુવકે પોતાના ચહેરાના ડાબા અને દાઝી જવાથી ગંભીર નુકસાન થયું હતું.

પહેલીવાર હુમલાની નહીં કરી હતી ફરિયાદ

આ પહેલા તેણે નાગેન્દ્ર પર ત્યારે હુમલો કર્યો હતો જ્યારે તે પોતાના વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો. યુવતીએ તેની પર એસિડ ફેંક્યો જેમાં તેના ડાબા ખભા અને હાથ પર નુકસાન થયું હતું. નાગેન્દ્રની ફરિયાદ નોંધવામાં આવી નથી, આ મુદ્દો હુમલાની પછી સામે આવ્યો હતો. સુપ્રિયાનું કહેવું છે કે તેને કોઈ અફસોસ નથી.તેણે કહ્યું કે તે છેલ્લા 3 વર્ષથી રિલેશનશીપમાં હતી. યુવતીના આધારે બંને લગ્ન કરવા ઈચ્છતા હતા. તેઓએ માતા પિતાની સામે વિચાર રજૂ કર્યો હતો પણ જાતિના કારણે તેને નકારી દેવાયો હતો. સુપ્રિયાએ આરોપ લગાવ્યો કે આ સમયે યુવકે અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા છે.

યુવકે કહ્યું અલગ જાતિ હોવાથી લગ્ન શક્ય ન હતા

પીડિત યુવકે કહ્યું કે અમે અરસપરસની સમજથી અલગ થવા સહમત થયા હતા. અલગ અલગ જાતિ હોવાના કારણે અમારા લગ્ન થઈ શકે તેમ ન હતા. મારા લગ્નને 10 દિવસ થયા છે. હવે તેણે મારી પર એસિડ એટેકનો સહારો લીધો છે. પોલીસનું કહેવું છે કે યુવકે પહેલાં હુમલા બાદ ફરિયાદ નોંધ કરાવી નથી અને તેણે પોતાના સુધી સીમિત વિચાર્યું હતું. પોલીસે એફઆઈઆર નોંધાવી છે. આ માટે કઈ કલમ લગાવવી તે યુવકના ઘા પર નક્કી કરાશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube