પ્રિયંકાની આ 10 તસવીરોએ આખી દુનિયાનું ધ્યાન ખેંચી લીધું, જુઓ એવું તો શું છે
વર્ષ 2021 આવવામાં હવે બસ થોડો સમય જ બાકી છે. 2020 બધા માટે ઘણું કઠિન રહ્યું છે કેમ કે આ વર્ષ કોરોના અને લોકડાઉનના કારણે લોકો ખુબ જ હેરાન થયા છે અને બૉલિવૂડનથી લઈને સામાન્ય લોકો સુધી બધા લોકોને લોકડાઉનમાં ઘરે રહેવું પડ્યું હતું. આવનારા નવા નવા વર્ષ સાથે લોકોને ઘણી ઉમ્મીદ છે કે આ વર્ષ સારું જાય.
બોલિવૂડની વાત કરીએ તો તેની ચમક પણ કોરોનાના કારણે થોડી ઓછી થઇ ગઈ છે. આ છતાં પણ કલાકારો સોશ્યિલ મીડિયા પર એકટીવ રહીને ચાહકો સાથે જોડાયેલા હતા. અને તેમાંથી એક છે પ્રિયંકા ચોપડા. કોરોના પહેલા પ્રિયંકાની કેટલીક તસ્વીરો ખુબ જ ટ્રોલ થઇ અને કેટલીક તસ્વીરો ચર્ચામાં છવાયેલી રહી હતી. તો ચાલો જોઈએ 2020ની પ્રિયંકાને કેટલીક તસ્વીરો.
પ્રી -ગ્રેમીજ લુક:
પ્રિયંકા એવોર્ડ શોમાં દર વર્ષે પોતાના લુક, સ્ટાઇલ અને આઉટફિટને લઈને ચર્ચમાં રહે છે. વર્ષ 2020માં ગ્રેમીજ દરમિયાન તેની તસ્વીરો ચર્ચામાં છવાયેલી રહી હતી. તેની આ તસ્વીરોથી ખુબ જ હંગામો મચી ગયો હતો.
ગ્રેમીજની ડ્રેસ:
પ્રિયંકા પોતાની સ્ટાઇલ માટે જાણીતી છે અને માત્ર બોલિવૂડમાં જ નહીં પણ હોલિવૂડમાં પણ તેનો બોલબાલો છે. 2020ની શરૂઆતના ગ્રેમીજ ડ્રેસ પર લોકોએ પ્રિયંકાને ખુબ જ ટ્રોલ કરી હતી.
જણાવી દઈએ ઘણા લોકોને આ લુક ખુબ જ પસંદ પણ આવ્યો હતો. પ્રિયંકાની માએ તેના ખુબ જ વખાણ પણ કર્યા હતા અને તેમને ટ્રોલ કરવાવાળાને જવાબ આપતા કહ્યું હતું કે પ્રિયંકાની બોડી ખુબ જ સુંદર છે, તેની બોડી આ ડ્રેસમાં ખુબ જ લાગે છે. ટ્રોલર્સ તો ક્યાંથી પણ આવી જ જાય છે.
આ તસ્વીરમાં થઇ હતી ટ્રોલ:
પ્રિયંકા સોશ્યિલ મીડિયા પર ખુબ જ એકટીવ રહે છે અને તે પોતાની તસ્વીરો ચાહકો સાથે શેર કરીને લોકો સાથે જોડાયેલી રહે છે. તેને એક તસ્વીર શેર કરી હતી જેમાં તેનો આઉટફીટ રિવીલિંગ હતો તો લોકોએ આ તસ્વીર ખુબ જ ટ્રોલ કરી હતી અને ઘણી નેગેટિવ કોમેંટ્સ પણ આપી હતી.
બાજારનું ફોટોશૂટ:
ફેબ્રુઆરી 2020 માં પ્રિયંકાએ હાર્પર બાજારનું ફોટોશૂટ શેર કર્યું હતું. તેમનું આ ફોટોશૂટ ખુબ જ ચર્ચામાં રહ્યું હતું. પ્રિયંકા આ ફોટોશૂટમાં સુંદર અને બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.
ઓપરા વિન્ફ્રે સાથેની તસ્વીર:
પ્રિયંકા એ અમેરિકાના ટૉક શોની હોસ્ટ ઓપરા વિન્ફ્રે સાથે તસ્વીર શેર કરી હતી. આ તસ્વીરમાં પ્રિયંકા ખુબ જ બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.ઓપરા વિન્ફ્રે તેના ખભા પર દેખાય રહી છે.
આ તસ્વીર પર બન્યા હતા મીમ:
પ્રિયંકાની આ તસ્વીર આઉટફીને કારણે નહીં પણ તેની અજીબ હેરસ્ટાઇલને કારણે ખુબ જ ચર્ચામાં રહી હતી. લોકોએ આ તસ્વીરનાં ખુબ જ મીમ બનાવ્યા હતા.
લોકડાઉનથી પહેલા આ તસ્વીરે લગાવી હતી આગ:
પ્રિયંકાનું આ ફોટોશૂટ મેગેજીનના માર્ચ એડિશન માટે હતું. તેની આ સુંદર તસ્વીરો ખુબ જ વાયરલ થઇ હતી.
પતિ સાથે કસરત:
પ્રિયંકાની આ તસ્વીર દસ વર્ષ નાના પતિ સાથે મસ્તીની છે. આ તસ્વીરમાં જોઈ શકો છો કે તે નિકની પીઠ પર બેઠી છે અને નિક પુશઅપ્સ કરી રહ્યા છે. આ તસ્વીર પણ ખુબ જ વાયરલ થઇ હતી.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.