પ્રિયંકા ચોપડાની કઝિન મીરા ચોપડાએ વર્ષ ૨૦૧૪માં ફિલ્મ “ગેંગ્સ ઓફ ઘોસ્ટસ” થી બોલીવુડ ડેબ્યુ કર્યું હતું. સાઉથ ઇન્ડિયન ફિલ્મોમાં તે ૨૦૦૫થી કામ કરી રહી હતી, પરંતુ તેમ છતાં પણ તેમની ફિલ્મી કારકિર્દી કંઈક ખાસ ચાલી શકી નહીં. મીરા ચોપડાનું કહેવું હતું કે તેને આજ સુધી કોઈ પણ ફિલ્મ અથવા કામ પ્રિયંકા ચોપડાને કારણે મળ્યું નથી. મીરાંનું કહેવું હતું કે તેને જેટલું પણ કામ કર્યું છે, તે પોતાની મહેનત અને આવડતથી કરેલું છે.

પ્રિયંકાએ નથી કરી કોઈ મદદ

મીરા ચોપરાએ પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત તમિલ અને તેલુગુ ફિલ્મોથી કરી હતી. “1920 લંડન” જેવી બોલીવુડ ફિલ્મોમાં નજર આવનારી મીરા કહે છે કે, “જ્યારે બોલીવુડમાં એન્ટ્રી કરી તો દરેક તરફ ચર્ચા થવા લાગી હતી કે પ્રિયંકા ચોપડાની બહેન આવી ગઈ છે. વળી ઈમાનદારીથી કહું તો મને પ્રિયંકાને કારણે કોઈ પણ કામ મળ્યું નથી. તેણે ક્યારેય પણ કોઈ રોલ આપવામાં મારી કોઈ મદદ કરેલી નથી.”

પ્રિયંકાની બહેન હોવાથી ફક્ત એક ફાયદો મળ્યો

એક ન્યૂઝ ચેનલનાં જણાવ્યા અનુસાર પોતાના સંઘર્ષના દિવસોને લઈને મીરાએ જણાવ્યું હતું કે, “જો ક્યારેય મારે કોઈ પ્રોડ્યુસર ની જરૂરિયાત રહેતી હતી તો તે લોકોએ મને કાસ્ટ કરેલ નહીં, કારણકે હું પ્રિયંકા ચોપડાની બહેન છું. હકીકત એજ છે કે પ્રિયંકા સાથે સંબંધ હોવાથી મારી કારકિર્દીમાં કોઈપણ રૂપથી મદદગાર સાબિત થયેલ નથી. પરંતુ હાં, એટલું જરૂર બન્યું છે કે લોકોએ મને ગંભીરતાથી લીધી હતી.”

કરવો પડ્યો છે ખુબ જ સંઘર્ષ

મીરા આગળ જણાવે છે કે બોલિવુડે મને ક્યારેક ગ્રાન્ટેડ નથી લીધેલ. આવું એટલા માટે હતું કારણ કે તેમને જાણ હતી કે હું તમિલ ફિલ્મોમાં કામ કરીને આવેલી છું. લોકોને એવી પણ જાણ હતી કે હું ફિલ્મી પરિવાર સાથે સંબંધ ધરાવું છું. મને પ્રિયંકાની બહેન હોવાનો બસ એજ ફાયદો થયો હતો, બાકી મારે કારકિર્દીમાં ખુબ જ સ્ટ્રગલ કરવું પડ્યું છે.

બંને બહેનો સાથે ક્યારેય નથી થઇ તુલના

પ્રિયંકા ચોપડા સિવાય પરિણીતી ચોપડા પણ મીરા ની બહેન છે. મીરા કહે છે કે, આ બાબતમાં હું ભાગ્યશાળી છું કે મારા કામની ક્યારેય મારી બંને બહેનો સાથે તુલના કરવામાં આવી નથી. પ્રિયંકા ચોપડા હવે બોલીવુડની સાથોસાથ હોલિવૂડમાં પણ નામ કમાઈ રહી છે. વળી પરિણીતી ચોપડા હાલમાં જ “સાઇના” અને “ધ ગર્લ ઓન ધ ટ્રેન” અને “સંદીપ ઔર પિંકી ફરાર” જેવી ફિલ્મોમાં નજર આવી છે.

પોલીસનાં રોલમાં ઓટીટી ડેબ્યુ

મીરા ચોપરા છેલ્લી વખત બોલીવુડ ફિલ્મ “સેકશન 375” માં નજર આવી હતી. આ ફિલ્મમાં તેમની સાથે અક્ષય ખન્ના અને રિચા ચઢ્ઢા પણ હતા. મીરા ચોપડા હવે ઓટીટી પ્લેટફોર્મ ઉપર પણ ડેબ્યુ કરી રહી છે. તે “કમાઠીપુરા” (ધ ટૈટુ મર્ડર્સ) માં લીડ રોલ પ્લે કરી રહી છે. જ્યારે આગળ અર્જુન રામપાલની સાથે ફિલ્મ “નાસ્તિક” માં પણ નજર આવશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube