ચાંદખેડા વિસ્તારમાં પતિની ગેરહાજરીમાં પ્રેમી સાથે રંગરેલીયા મનાવતી પત્નીની પોલ પાડોશીઓએ ખોલી હતી. પતિને આ બાબતે જાણ થતાં પ્રેમી ઘરે આવવાની ના પાડી હતી. જેના પગલે ઉશ્કેરાયેલા પત્નિના પ્રેમીએ પતિને ધમકી આપી હતી કે, તારી પત્ની સાથે મારે આડા સંબંધો છે, હું તારા ઘરે આવીશ. જો તું પોલીસ ફરિયાદ કરીશ તો તને હું જોઈ લઈશ. બનાવને પગલે પત્નીના પ્રેમી વિરૃદ્ધ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં પતિએ ગુરૂવારે રાત્રે ફરિયાદ નોંધાવી હતી.

ચાંદખેડાની સોસાયટીમાં રહેતો વિજય સાણંદ ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરે છે. વિજય નોકરીએ જાય ત્યારે તેની પત્ની કૃપા સોસાયટીમાં રહેતો તેના પ્રેમી અજયને ઘરે બોલાવીને રંગરેલીયા મનાવતી હતી. આ બાબતે વિજયને પડોશીઓએ જાણ કરી હતી. વિજયએ આ મામલે પત્નીનો ફોન ચેક કરતાં કૃપા અને અજય વચ્ચે ફોન પર સતત વાતચીત થતી હોવાનો પૂરાવો મળ્યો હતો. વિજયએ પત્નીના પ્રેમી અજયને ફોન કરી પુચ્છા કરતાં તેણે કૃપા સાથે આડાસંબંધો હોવાનું સ્વીકાર્યું હતું.

વિજયએ પત્નીના પ્રેમીને હવે મારા ઘરે ના આવતો તેમ સ્પષ્ટ સુચના આપી હતી. જો કે, અજયએ જોઈ લેવાની ધમકી આપતાં વિજયએ આખરે પોલીસની મદદ લેવાનો નિર્ણય લીધો હતો. (તમામ પાત્રોના નામ બદલ્યા છે)

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube