કહેવાય છે ને કે પ્રેમ આંધળો હોય છે. પોતાનો પ્યાર પામવા માટે લોકો કોઇપણ હદ સુધી જવાથી નથી અટકતા. મહારાષ્ટ્રના ઉસ્માનાબાદમાં રહેનારા એક યુવકે પણ કંઈક એવું જ કર્યું. આ છોકરા પર પ્રેમનું ભૂત એ પ્રકારે સવાર થઇ ગયું કે તેણે ના સરહદની દીવાલ જોઈ અને ના કોરોનાનો ડર રાખ્યો. તેના માથા પર તો બસ એક ઝનુન સવાર હતું કે કોઈપણ પ્રકારે પાકિસ્તાનમાં તેની મહેબુબા સુધી પહોંચવું છે.

થયું હકીકતમાં એવું કે ઝીશાન સિદ્દીકી નામનો એક ૨૦ વર્ષના યુવકનું દિલ પાકિસ્તાનની એક છોકરી પર લાગી ગયું. આ યુવક મહારાષ્ટ્રના ઉસ્માનાબાદમાં રહેનારો છ. સોશિયલ મીડિયામાં તેને આ પાકિસ્તાની છોકરીથી પ્રેમ થઇ ગયો. છોકરીના પ્રેમમાં એ પ્રકારે તે પાગલ થઇ ગયો કે તેને મળવા માટે પોતાના ઘરેથી પણ ભાગી છૂટ્યો.

આ અંગે ઉસ્માનાબાદના એસપી રાજતિલક રોશને જણાવ્યું છે કે આ યુવક બહાનું કાઢીને ગત ૧૧ જુલાઈએ પોતાના ઘરેથી પોતાની સાઈકલ પર સવાર થઈને નીકળી ગયો હતો. સમય વીતવા પર આ યુવક જયારે ઘરે પરત ના ફર્યો તો તેના ખોવાઈ જવાની ફરિયાદ તેના પરિવારે પોલીસ સ્ટેશને દાખલ કરાવવામાં આવી. ઘરથી જેવો તે યુવક ભાગ્યો કે તેના જુના સિમકાર્ડને બંધ કરી દીધું. મોબાઈલ ફોનમાં તેણે નવા સીમ કાર્ડનો ઉપયોગ શરુ કરી દીધું.

રસ્તામાં તેની સાઈકલ પણ તૂટી ગઈ. જયારે તેનું રીપેરીંગ ના થઇ શક્યું તો કોઈ પ્રકારે તેને એક મોટરસાઈકલ હાઈવે પર મળી ગઈ. તેનાથી તે ગુજરાતના કચ્છ તરફ આવવા લાગ્યો. ગુગલ મેપનો ઉપયોગ કરીને તેને ખબર પડી કે ધોળાવીરાનું અંતર લગભગ ૧૨૦૦ કિલોમીટરનું છે.

આ રસ્તેથી તે કરાંચી પહોંચી જશે. ધોળાવીરા પહોંચતા જ ત્યાં જયારે તેની મોટરસાઈકલ કાદવમાં ફસાઈ ગઈ તો તે ચાલતા ચાલતા કચ્છના રણની સરહદ તરફ આગળ વધવા લાગ્યો.

પોલીસે જયારે ટેકનીકનો ઉપયોગ કરીને તેના મોબાઈલના લોકેશનને ટ્રેસ કર્યું તો ખબર પડી કે તે ગુજરાતના કચ્છ સુધી પહોંચી ગયો છે. પોલીસને તે વાત સમજાઈ ગઈ કે આ યુવક પાકિસ્તાન ભાગવાના પ્રયત્નો કરી રહ્યો છે. કચ્છ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો. કચ્છ પોલીસે બી.એસ.એફ.ની પણ મદદ લીધી.

તે બસ પાકિસ્તાન પહોંચવાનો જ હતો, પરંતુ બોર્ડરથી ફક્ત ૧.૫ કિલોમીટર પહેલા ગુજરાતના કચ્છમાં જ તેને પકડી લેવામાં આવતો. બાદમાં ગુજરાત પોલીસે તેને પકડીને મહારાષ્ટ્ર પોલીસને સોંપી દીધો છે.

રાજતિલક રોશને જણાવ્યું કે પરિવારની ફરિયાદ મળ્યા બાદ યુવકની સોશિયલ મીડિયાની ગતિવિધિઓ તપાસવામાં આવી. તેમાં તે વાત સામે આવી કે તે કરાંચીમાં રહેનારી એક છોકરી સાથે છેલ્લા ૩ થી ૪ મહિનાથી સતત સંપર્કમાં હતો. ઘણા ઈમેઈલ પણ તે છોકરીને આ યુવકે મોકલ્યા હતા.

પોલીસને તે વાત પર આશ્ચર્ય થતું હતું કે એન્જીનીયરીંગનું ભણી રહેલો આ યુવક ભણવામાં ઘણો હોંશિયાર હતો. છતાંપણ તેણે આવું પગલું કેમ ભર્યું. પોલીસ તે પણ જાણવાના પ્રયત્નો કરી રહી છે કે આખરે તેને બાઈક ક્યાંથી મળી ગયું?

લગભગ ૬૦ કિલોમીટર જેટલું તો આ યુવાન પગપાળા ચાલ્યો હતો. લોકોને તે પાકિસ્તાન પહોંચવાનો રસ્તો પણ પૂછી રહ્યો હતો. શંકા જવા પર ગામડાવાળાઓએ બીએસએફને પણ તેની જાણકારી આપી હતી. ધોળાવીરામાં આ યુવક જ્યાં પકડાયો ત્યાના સરપંચ જીલુ સોઢાએ કહ્યું કે યુવક પોતાની સાથે પાણીની ઘણી બોટલો લઈને ચાલતો હતો.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube