પ્રેગ્નન્સી ટાળવી અને છતાં સંતોષ મેળવવો હોય તો શું થઈ શકે?

સવાલ- મારાં લગ્નને હજી માંડ એક વર્ષ થયું છે. અંગતજીવન આમ તો સારું છે અને પ્રેમાળ પતિ છે, પણ કંઈક ખૂટતું લાગે છે. હસબન્ડ મને ખૂબ પ્રેમ કરે છે અને પૅશનેટ પણ છે. એમ છતાં ખબર નહીં સમાગમમાં મને સંતોષ નથી થતો. તેઓ ખૂબ રોમૅન્ટિક પણ છે અને સમાગમ પહેલાં મારી સાથે સમય વિતાવે છે. જોકે અમે હમણાં પ્રેગ્નન્સી નથી ઇચ્છતા એટલે તેઓ વીર્યસ્ખલન કરવાનું ટાળે છે. તેમને લાગે કે સ્ખલન થશે એટલે તેઓ ઇન્દ્રિય કાઢી લે છે અને પછી હું હસ્તમૈથુન દ્વારા તેમને સ્ખલન કરાવું છું. અમારી વચ્ચે ઘણી સારી અન્ડરસ્ટૅન્ડિંગ છે, પણ મને હંમેશાં એવું લાગ્યા કરે છે કે કંઈક ખૂટે છે. મારી સહેલીઓને પૂછ્યું તો તેમનું કહેવું છે કે જો વીર્ય યોનિમાર્ગમાં જાય તો અને તો જ સ્ત્રીને પરમ આનંદ મળે છે. પ્રેગ્નન્સી ટાળવી અને છતાં સંતોષ મેળવવો હોય તો શું થઈ શકે?
જવાબ- સૌથી પહેલાં તો એ સમજવું જરૂરી છે કે પુરુષના વીર્યસ્ખલનને અને સ્ત્રીના સંતોષની વચ્ચે કોઈ ડાયરેક્ટ કનેક્શન નથી. વીર્યસ્ખલન યોનિમાં થાય તો અને તો જ સંતોષ મળે એ ઉપજાવેલી વાત છે. એ વિના પણ સ્ત્રી સંતોષ અનુભવી શકે છે. સમાગમ પૂરો નથી થયો એવી માન્યતાને કારણે પણ ઘણી વાર અસંતોષ રહી જાય છે.
સમાગમ દરમ્યાન સ્ખલન પહેલાંની ક્ષણોમાં જ ઇન્દ્રિયને કાઢી લેવાની પદ્ધતિને કૉઇટસ ઇન્ટરપ્ટ્સ કહે છે. તમારે એમ કરવાની જરૂર નથી. ઘણા લોકો આ પ્રકારની પદ્ધતિ અપનાવે છે, પણ એ ૧૦૦ ટકા સેફ નથી હોતી. તમારી મેજર કન્સર્ન પ્રેગ્નન્સી ટાળવાની છે. એ માટે કૉન્ડોમનો ઉપયોગ વધુ સેફ છે. પ્રેગ્નન્સીની ચિંતા વિના સમાગમ માણવો હોય તો કૉન્ડોમ વાપરો. જો પતિના વીર્યસ્ખલન યોનિબહાર જ કરાવવું હોય તો જેમ તમે પતિને હસ્તમૈથુન કરી આપીને સ્ખલન કરાવો છો એટલે કે ચરમસીમાનો અનુભવ કરાવો છો એવું જ તમારા પતિ પણ કરી શકે છે. હસ્તમૈથુન કે મુખમૈથુન દ્વારા તમે પણ ચરમસીમાનો અનુભવ કરી શકો છો. જોકે મારી દૃષ્ટિએ પ્રેગ્નન્સી ટાળવા માટે તમે કૉઇટસ ઇન્ટરપ્ટ્સનો વિકલ્પ અપનાવો છો એ સંપૂર્ણ સુરક્ષિત તો નથી જ

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube