કોરોનાનાં કેસ જે ઝડુપથી વધી રહ્યા  છે તે જ પ્રકારે રોકાણકારોનો ભરોસો પણ નબળો પડી રહ્યો છે, અને તે સુરક્ષિત રોકાણ તરફ વળી રહ્યા છે.

એ જ કારણ છે કે સોના-ચાંદીનાં ભાવમાં સતત ઊછાળો જોવા મળી રહ્યો છે, અને દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે,  આજે સોનાનો ભાવ 53844 રૂપિયા પ્રતિ ગ્રામ સુંધી પહોંચી ગયું.

MCX  પર બપોરે 3 વાગ્યે ઓગસ્ટ ડિલિવરીવાળું સોનું 512 રૂપિયાની તેજી સાથે 53650 પર ટ્રેડ કરી રહ્યું છે, ટ્રેડિંગ દરમિયાન સોનું 53844 રૂપિયાનાં સ્તર સુધી પહોંચી ગયું હતું.

ગુરૂવારે સોનું 53138 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યું હતું, આજે સવારે તે 53526નાં સ્તર ખુલ્યું અને 53844નાં સર્વોચ્ચ સ્તર સુંધી પહોંચ્યું, લઘુત્તમ સ્તર 53503 રૂપિયા છે.

ઓક્ટોબર ડિલિવરીવાળા ગોલ્ડમાં પણ 696 રૂપિયાની તેજી જોવા મળી રહ્યું છે, આ સમયે તે 53476 પર ટ્રેડ કરી રહ્યું છે, ડિસેમ્બર ડિલિવરીવાળું ગોલ્ડ 717 રૂપિયાની તેજીની સાથે 53645 પર ટ્રેડ કરી રહ્યું છે.

નિષ્ણાતોનાં જણાવ્યા પ્રમાણે સોનાની તેજી ચાલું રહેશે, તેમણે કહ્યું કે જે રીતે અમેરિકન ડોલર તુટી રહ્યો છે, તેના કારણે સોનાનાં ભાવમાં તેજી આવી છે, તેમણે કહ્યું કે અમેરિકામાં આર્થિક મંદીની સ્થિતિ બાદ લોકો સુરક્ષિત રોકાણ તરફ નજર દોડાવી રહ્યા છે.

તેમણે કહ્યું કે સપ્તાહની શરૂઆતમાં સોનાનાં ભાવમાં વધ-ઘટ થઇ રહી હતી, પરંતું હવે તેજીનો સંકેત જોવા મળી રહ્યો છે, અને દિવાળી સુધી સોનાનો ભાવ 56 હજાર સુધી પહોંચવાની સંભાવના છે, નજીકનાં ભવિષ્યમાં આંતરરાષ્ટ્રિય બજારમાં સોનું 2000 બજાર ડોલર સુધી પહોંચતું જોવા મળશે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube