એક બાળકના ઉછેર કરવાનું કામ માતાપિતા બંનેનું હોય છે, પણ ઘણીવાર એવી સ્થિતિ થઇ જાય છે કે જયારે માતા કે પિતા બંનેમાંથી કોઈ એકે જ બાળકોનો ઉછેર કરવો પડે છે. એવું માનવામાં આવે છે બાળકોને જેટલી માં ની મમતા જોઈએ એટલો જ પિતાનો સાથ અને થોડી સખ્તી પણ ત્યારે જ એનો ઉછેર પૂરો થાય છે. જોકે, બોલીવુડમાં ઘણી એવી સિંગલ મદર છે જેમણે કોઈ પાર્ટનર વિના જ પોતાના બાળકોનો ઉછેર કર્યો. અમે તમને જણાવીશું બોલીવુડની સિંગલ મદર વિષે જેમણે પોતાના બાળકોને એના પિતા વિના જ ઉછેર્યા છે.

સુષ્મિતા સેન


બોલીવુડની ખુબસુરત અદાકારા અને પૂર્વ બ્રહ્માંડ સુંદરી સુષ્મિતા સેન હમેશા જ સિંગલ મદર રહી. સુષ્મિતાએ હજી સુધી લગ્ન કર્યા નથી અને બે દીકરીઓને દત્તક લીધી છે. સુષ્મિતાએ દીકરીઓને દત્તક લેવાના નિર્ણયની ઘણી ચર્ચા થઇ હતી કે લગ્ન વિના સુષ્મિતા કેવી રીતે પોતાના બાળકોનો ઉછેર કરશે, પણ સુષ્મિતાએ એ કામ ઘણું બખૂબી નિભાવ્યો. આજે એની બંને દીકરીઓ જવાન થઇ ગઈ છે, અને સુષ્મિતા એક પ્રાઉડ સિંગલ મદર છે. અત્યારે એ સુષ રોમનને ડેટ કરી રહી છે અને જલ્દી જ એની સાથે લગ્ન કરશે.

રવિના ટંડન


મસ્ત મસ્ત ગર્લ રવીનાએ પણ પોતાના બાળકોનો સારી રીતે ઉછેર કર્યો છે. અનીલ થડાની પહેલા રવિનાએ બે દીકરીઓ દત્તક લીધી હતી અને એનો બખૂબી ઉછેર કર્યો. એ પછી એમણે લગ્ન કર્યા અને બે બાળકોને જન્મ આપ્યો. આજે રવિનાના ચાર બાળકો છે અને ચારેને રવિનાનો એક એવો જ પ્રેમ મળે છે. રવીનાએ પહેલી દીકરીને ૨૦૦૫ માં જન્મ આપ્યો અને પછી એક દીકરાને ૨૦૦૭ માં જન્મ આપ્યો.

કરિશ્મા કપૂર


કપૂર ખાનદાનની કરિશ્મા કપૂરે સંજય કપૂરે લગ્ન કરી હતી, પણ એમના લગ્ન વધારે દિવસ સુધી ટક્યા નહિ. બંનેનો સંબંધ એક ખરાબ જગડાથી ખતમ થયો અને પછી બંનેએ છૂટાછેડા લઇ લીધા. કરિશ્માના બે બાળકો છે સમાયરા અને કિયાન, અને કરિશ્મા એમની પ્રાઉડ સિંગલ મદર છે. ફિલ્મોથી દુર થઈને કરિશ્મા બિજનેસ ચલાવે છે અને એનાથી એ કરોડો રૂપિયા કમાય છે.

અમૃતા સિહ


અમુતાએ પોતાનાથી ૧૨ વર્ષ નાના સૈફ સાથે લગ્ન કર્યા હતા, પણ એક સમય પછી બંનેના સંબંધમાં તિરાડ પડી ગઈ અને બંનેએ અલગ થવાનો નિર્ણય કર્યો. એ પછી સૈફે કરીના સાથે લગ્ન કરી લીધા. સૈફ અને અમૃતાથી બે બાળકો થયા ઈબ્રાહમ અને સારા. સારા તો બોલીવુડમાં દસ્તક આપી ચુકી છે. બંનેનો ઉછેર અમૃતાએ એકલા હાથે કર્યો કારણકે સૈફ ફિલ્મોમાં વ્યસ્ત રહેતા હતા. જોકે, સારા અમૃતા અને સૈફ બંનેની ઘણી નજીક છે અને પોતાની માં ને ખુબજ પ્રેમ કરે છે.

સારિકા


કમલ હાસનની બીજી પત્ની સારિકા પણ એક સિંગલ મદર છે. સારિકા અને કમલનું અફેયર જયારે શરુ થયું, એ સમયે કમલ પરિણીત હતો. જોકે, પછીથી એમણે પોતાની પત્નીને છૂટાછેડા આપી દીધા અને શ્રુતિનો જન્મ પણ થઇ ચુક્યો હતો. એ પછી કમલે સારિકા સાથે લગ્ન કરી લીધા. જોકે, બંનેનો સંબંધ ચાલ્યો નહિ અને બંને ૨૦૦૪ માં અલગ થઇ ગયા, એ પછી શ્રુતિનો ઉછેર સારિકાએ એકલા કર્યો. એ પોતાની દીકરીની ઘણી નજીક છે.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube