Post Office Recruitment 2020 (Maharashtra Postal Circle Vacancy): પોસ્ટ વિભાગમાં યુવાઓ માટે બંપર સરકારી ભરતી માટે અરજી મંગાવવામાં આવી છે. યોગ્ય તથા ઇચ્છુક ઉમેદવાર આ ભરતી માટે ઓનલાઇન અરજી કરી શકે છે. અરજીની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. ઉમેદવાર આ વેકેન્સી માટે 10 નવેમ્બરની રાતે 11.59 વાગ્યા સુધી અરજી કરી શકો છો. જણાવી દઇએ કે આ ભરતી માટે રજીસ્ટ્રેશનની અંતિમ તારીખ 3 નવેમ્બર 2020 નિર્ધારિત કરવામાં આવી હતી જેને આગળ વધારીને 10 નવેમ્બર 2020 કરી દેવામાં આવી છે.
યોગ્યતા

પોસ્ટમેન અને મેલ ગાર્ડના પદ માટે અરજદાર પાસે કોઇ પણ માન્યતા પ્રાપ્ત બોર્ડથી ધોરણ 12 પાસનું સર્ટિફિકેટ હોવુ જોઇએ. સાથે જ અરજદારની સ્થાનિક ભાષા મરાઠી હોવી જોઇએ અને તેને મરાઠીની જાણકારી હોવી જોઇએ.
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (એમટીએસ)ના પદ પર અરજી કરતા પહેલા તે જાણી લો કે તમારા પાસે માન્યતા પ્રાપ્ત બોર્ડથી ધોરણ 10 પાસનું સર્ટિફિકેટ હોવુ જોઇએ અને તમને મરાઠી ભાષા આવડવી જરૂરી છે. આ ભરતી અંતર્ગત ઉમેદવારોનું સિલેક્શન કોમ્પ્યુટર આધારિત ટેસ્ટના આધારે કરવામાં આવશે.
સેલરી

પોસ્ટમેન અને મેલગાર્ડના પદો પર અરજી કરનારા ઉમેદવારોનુ વેતન પે-મેટ્રિક્સ લેવલ ત્રણના આધારે થશે. તે 21,700 રૂપિયાથી લઇને 69,100 રૂપિયાની વચ્ચે હશે.
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (એમટીએસ) પદો માટે પસંદગી પામેલા ઉમેદવારોને પે-મેટ્રિક્સ લેવલ 1 અનુસાર વેતન મળશે. તે 18,000 રૂપિયાથી લઇને 56,900 રૂપિયા સુધી હશે.
મહારાષ્ટ્ર પોસ્ટલ સર્કલ ભરતીના પદોની વિગતો
પોસ્ટમેન- 1029 પદ
મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (એમટીએસ)- 327 પદ
મેલગાર્ડ- 15 પદ
વય મર્યાદા

પોસ્ટમેન, મેલગાર્ડ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (એમટીએસ) માટે અરજી કરનારા ઉમેદવારોની વય 18 વર્ષથી લઇને 27 વર્ષની વચ્ચે હોવી જોઇએ. વયની ગણતરી 3 નવમ્બર 2020 સુધીની ઉંમરના આધારે કરવામાં આવશે.
એપ્લીકેશન ફી
આ ભરતી સાથે સંબંધિત પરીક્ષા માટે UR/OBC/EWS વર્ગના ઉમેદવારને 500 રૂપિયા ચુકવવા પડશે. સાથે જ SC/ST/PWD અને મહિલા વર્ગના ઉમેદવારોને ફક્ત 100 રૂપિયા એપ્લિકેશન ફી તરીકે ચુકવવાના છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.