જરાત (Gujarat) રાજ્યના DGP આશિષ ભાટિયા (Ashish Bhatia) જયારે ડીજીપી બન્યા હતા ત્યારે તેમને કેટલાક મુદ્દાને ગંભીરતાથી લઈ કામ કરવાની વાત કરી હતી અને જેમાં ડ્રગની (Drugs) હેરાફેરી કરતા લોકોને જેલ પાછળ મોકલવાની પણ વાત હતી. જેના ભાગ રૂપે 5થી 25 સપ્ટેમ્બર 2020 સુધી માદક પદાર્થ અને અન્ય નાશની વસ્તુઓને લઈ સ્પેશ્યલ ડ્રાઈવનો (Special drive) આદેશ કર્યો હતો. જેના ભાગ રૂપે છેલ્લા નવ દિવસમાં જ પોલીસે રાજયમાંથી 1.23 કરોડની કિંમતનું ડ્રગ પકડી પાડ્યું છે અને જેમાં કુલ 23થી વધુ આરોપીઓ પણ પકડી પાડ્યા છે.
ડ્રગ્સનાં નાશ નિકાલ માટે એક કમિટિની રચના
રાજયમાં કુલ 26થી વધુ કેસો પણ કરવામાં આવ્યા છે. પીઆઈટી હેઠળ પણ 2 કેસો કરવામાં આવ્યા છે અને આરોપીઓને જેલ મોકલી દેવામાં આવ્યા છે. જોકે તેની સાથેસાથે રાજયમાં પકડી પાડવામાં આવેલા માદક દ્રવ્યો બદલાઈ ના જાય અથવા ચોરી ના થાય તેને ધ્યાનમાં રાખી નાશ નિકાલ માટે એક કમિટિની રચના પણ કરવા માં આવી છે અને તેની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે.
ઈનામ યોજના માટે પણ વિચારણા
જિલ્લાઓ અને શહેરોમાં સૂચના પણ આપી દેવામાં આવી છે. સાથો સાથ કલમ 68(એફ) મુજબ પણ એક કેસ કરવામાં આવ્યો છે. મહત્વની વાત એ પણ છે કે, ડ્રગ જેવા કેસોમાં રાજય સરકાર બાતમી દારો અને પોલીસને ઇનામ મળે તે માટે ઈનામ યોજના માટે પણ વિચારી રહી છે અને જેનાથી વધુ કેસો થઈ શકે છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.