પાટણમાં પોલીસ અધિક્ષકની ઓફિસ પાસે જઈ ઝેરી દવા પી લેનાર પરિવારના પિતા અને પુત્રનું પણ હોસ્પિટલના બિછાને મોત નિપજ્યું છે. આ ઘટનામાં પિતાની એક દીકરીએ એક દિવસ પહેલા જ શ્વાસ છોડ્યા હતા. સામૂહિક આપઘાતના પ્રયાસની આ ઘટનામાં કુલ ત્રણ વ્યક્તિનું મોત નિપજ્યું છે. આ ઘટનામાં પોલીસની કાર્યવાહી પર ઘણી આંગળીઓ ચિંધાઈ રહી છે કારણ કે આ પરિવાર ન્યાય માટે વર્ષથી લડી રહ્યો હતો પરંતુ આખરે કંટાળીને આપઘાત કરી લેવાનું નક્કી કર્યું હતું.
ઘટના એવી છે કે ગત 29 નવેમ્બરે પાટણ પોલીસ અધિક્ષકની ઓફીસ પર પોતાની પત્ની તથા દીકરી ગુમ થઈ ગયા હોવાની ફરિયાદમાં છેલ્લા એક વર્ષ થયા છત્તાં પોલીસે કોઈ નક્કર પરિણામ આપ્યું નહીં તેથી રેવાભાઈ પરમાર નામના વ્યક્તિ હતાશ થઈ ગયા હતા.
તેથી તેમણે અહીં સહપરિવાર જેમાં એક પુત્ર-પુત્રીઓ સહિત કુલ પાંચ વ્યક્તિએ ઝેરી દવા પી લીધી હતી અને તેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવાની ફરજ પડી હતી જ્યાં તે સમયે તેમની હાલત ગંભીર હતી.
આ ઘટના પછી ગત બે દિવસ પહેલા તેમની એક દીકરીનું મોત નિપજ્યું અને આજે રેવાભાઈ અને તેમના પુત્રનું પણ હોસ્પિટલમાં મોત નિપજ્યું.આમ આ ઘટનામાં કુલ ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા અને હજુ બીજા બે હોસ્પિટલમાં મોત સામે લડી રહ્યા છે.
જોકે બહાર તેમના ન્યાય માટે લડનારું કોઈ નથી. આ ઘટનાના પડઘા હજુ તંત્રના બહેરાકાને ન પડ્યા હોય તેવું પ્રારંભીક ધોરણે લાગી રહ્યું છે. આગામી સમયમાં આ ઘટનામાં શું થાય છે તે જોવું રહ્યું.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.