વડા પ્રધાન કાર્યાલયમાં નાયબ સચિવ રહેલા હાર્દિક સતીષચંદ્ર શાહને વડા પ્રધાન નરેન્દ્ર મોદી (પીએમ મોદી) ના ખાનગી સચિવ બનાવવામાં આવ્યા છે. શાહ 2010 બેચના ગુજરાત કેડરના આઈએએસ છે. ગુજરાત કેડરના 2010ની બેચના IAS અધિકારી હાર્દિક સતીષચંદ્ર શાહની વડાપ્રધાન કાર્યાલયમાં ડેપ્યુટી સેક્રેટરી પદે ઓગસ્ટમાં નિમણૂંક કરવામાં આવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત કેડરના IAS અધિકારી હાર્દિક શાહ હાલ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર છે અને પર્યાવરણ મંત્રી પ્રકાશ જાવડેકરના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે ફરજ બજાવી છે.

વિવેક કુમાર હતા મોદીના પીએસ
જુલાઈ 2019માં બોમ્બેના વિવેક કુમારને વડાપ્રધાનના પર્સનલ સેક્રેટરી તરીકે નિમવામાં આવ્યા છે, બોમ્બેથી કેમિકલ એન્જીનિયરિંગનો અભ્યાસ કરનાર અને ત્યારબાદ ૨૦૦૪માં આઈએફએસ જોઇન કરનાર વિવેક કુમાર માત્ર ૧૦ જ વર્ષમાં વડાપ્રધાનના કાર્યાલયમાં ડિરેક્ટરના પદ પર હતા. વડાપ્રધાનની અધ્યક્ષતામાં મંત્રીમંડળની નિયુક્ત સમિતિએ વિવેક કુમાર માટે નવા કાર્યભારને મંજૂરી આપી હતી અને તેઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પર્સનલ સેક્રેટરી તરીકે નિમવામાં આવ્યા હતા.

વિવેક કુમાર જુલાઇ 2013 થી ડિસેમ્બર 2016 સુધી વિદેશ મંત્રાલયમાં ડેપ્યૂટી ચીફ ઓફ પ્રોટોકૉલ તરીકે કામ કર્યું હતું. કુમાર સિડનીમાં પણ ભારતના કૉન્સુલેટ જનરલ પદ પર રહી ચૂક્યા છે. આરટીઆઈ એક્ટ લાગૂ કરાવવામાં પણ વિવેક કુમારનું બહુ મોટું યોગદાન ગણાય છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.