જાણો પીએમ સોલાર પેનલ યોજના વિશે: ખેતરમાં સોલાર પ્લાન્ટ લગાવીને ખેડુતો ધનવાન થઈ શકે છે, વીજળી વેચીને નફો મેળવી શકે છે.
આ યોજનામાં, ખેડુતો એ પોતાના ખેતરોમાં સોલાર પેનલ્સ લગાવીને તેમની આવક ચારગણી વધારી શકે છે. તેના માટે, જો ખેડુતો તેમના ખેતરને સોલર કંપનીઓને ભાડે આપવા માંગતા હોય તો એ રીતે અથવા તો તમે સોલાર પ્લાન્ટમાંથી ઉત્પન્ન થતી વીજળીને વીજ કંપનીઓને વેચીને સારો નફો મેળવી શકે છે. સોલાર પેનલ લગાવવાની આ પીએમ સોલાર પેનલ યોજના માટે સરકાર ખેડૂતોને આર્થિક સહાય કરે છે.
ખેડૂતોને દેશમાં સિંચાઇમાં બહુ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અથવા તો વરસાદના વધારે કે ઓછા પ્રમાણને કારણે પાક નિષ્ફળ થઇ જાય છે, ખેડૂતો કેન્દ્ર સરકારની કુસુમ યોજનાની મદદથી તેમની જમીનમાં સોલાર પેનલ અને પંપ લગાવી સિંચાઇ કરી શકે છે. ખેડૂતો આ યોજનાની મદદથી પોતાની જમીનમાં સોલર પેનલ લગાવી તેમાંથી ઉત્પન્ન વિજળીનો ઉપયોગ ખેતી માટે કરી શકે છે. ખેડૂતોની જમીન પર ઉત્પન્ન થતી વિજળીનો ઉપયોગ ગામમાં વિજળી પૂરી પાડવા માટે પણ થઈ શકે છે અને તેનાથી વધારાની કમાણી કરી શકે છે.
કંપની મુજબ એકર દીઠ ૪ લાખ:
પીએમ સોલર પેનલ યોજનામાં, ખેડૂત તેમની ખેતરની જમીનનો ત્રીજો ભાગ સોલાર પેનલ માટે ભાડે આપી શકે છે. તેના વળતરમાં ખાનગી કંપનીઓ તેમને એકર દીઠ ૧ લાખ રૂપિયા ભાડા તરીકે આપશે. તેઓએ આ ભાડુ ૨૫ વર્ષ સુધી મળતું રહશે. ત્યાર બાદમાં સમયગાળો પૂરો થયા પછી ખેતરનું ભાડુ વધશે અને ખેડુતોને વધુ લાભ થશે. હવે કંપનીએ વીજળી આપતા ખેડુતોને એકર દીઠ ૪ લાખ રૂપિયા ચુકવવા પડશે.
PM SOLAR
યોજનાથી થતા લાભો:
૧. ખાનગી કંપનીઓ સોલર પેનલ યોજના અંતર્ગત ખેડુતોને એકર દીઠ એક લાખ રૂપિયા ભાડા તરીકે ૨૫ વર્ષ સુધી આપશે. ૨૫ માં વર્ષથી એકરના ખેતરનું ભાડુ ૪ લાખ રૂપિયા થશે.
૨. સોલાર પેનલ્સ લગાવવામાં માટે ખેડૂતને કોઈ ખર્ચ કરવો પડશે નહીં. પીપીપી મોડેલ હેઠળ ખાનગી કંપનીઓને તેના પોતાના ખર્ચે વસૂલવાની મંજૂરી આપશે.
૩.સોલાર પેનલ્સ જમીનથી મીટરની ઉંચાઈએ લગાવવામાં આવે છે. જેથી ખેડુતોને ત્યા ખેતી કરવામાં મુશ્કેલી ન પડી શકે.
૪. ખેડુતોને ૧૦૦ યુનિટ મફત વીજળી મળશે એક એકર જગ્યા આપવા પર. ઉપરાંત, જો વધારે વીજળી ઉત્પન્ન થાય છે, તો તેઓ આ વીજળીને કંપની અથવા સરકારને પણ વેચી શકે છે.
નોંધણીથી લાભ મેળવો:
જે સામાન્ય ખેડૂત છે તેના ઉપરાંત, જે લોકોની જમીન બંજ્જર છે તે લોકો પીએમ સૌ્લાર પેનલ યોજનાનો લાભ મળી શકે છે. તેવી સ્થિતિમાં, તે લોકો તેમની ખાલી જમીન સોલાર પેનલ્સ માટે ભાડે આપી શકે છે. તેનાથી તેમની આવકમાં વધારો થઇ શકે છે. તેઓ સોલાર પેનલ્સને જમીન પર લગાવીને સોલાર એનર્જીથી વીજળી ઉત્પન્ન કરી શકે છે. તેઓ દર મહિને વિવિધ સરકારી અને બિન-સરકારી વીજ કંપનીઓને વેચીને પૈસા કમાઇ કરી શકે છે. એક મેગાવોટનો સોલાર પ્લાન્ટ લગાવવા માટે છ એકર જમીન જરૂર પડે છે. ૧૩ લાખ યુનિટ વીજળી તેની મદદથી ઉત્પન્ન થઈ શકે છે. ખેડુતો તેનું વેચાણ કરીને સારો નફો મેળવી શકે છે અને કમાણીમાં વધારો કરી શકે છે. યોજનાનો લાભ લેવા માટે, પીએમ સોલર પેનલ યોજના (કુસુમ યોજના) અંતર્ગત ખેડુતોએ નોંધણી કરાવવી પડશે.
કુસુમ યોજનાની મહત્વની વાતો:
⦁ સોલર પેનલ લગાવવા માટે ખેડૂતોએ માત્ર ૧૦% જ રૂપિયા આપવાના રહેશે.
⦁ ખેડૂતોના બેન્ક ખાતામાં કેન્દ્ર સરકાર સબ્સિડીની રકમ આપશે.
⦁ સૌર ઉર્જા ઉત્પન્ન કરવા માટે પડતર જમીનો પર પ્લાન્ડ લગાવવામાં આવશે.
⦁ બેન્ક ખેડૂતોને કુસુમ યોજનામાં ૩૦% રકમ લોન રૂપે આપશે.
⦁ ખેડૂતોને સરકાર સબ્સિડી રૂપે સોલર પંપની કુલ રકમની ૬૦ % ટકા રકમ આપશે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.