મોદી આવાસ યોજના :PM મોદીએ 1.75 લાખ લોકોને આપ્યું ઘર, જો તમે પણ બાકી રહી ગયા હોય તો…

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત મધ્યપ્રદેશમાં 12,000 ગામડાઓમાં બાંધવામાં આવેલા 1.75 લાખ આવાસનું લોકાર્પણ કર્યું અને આ સાથે જ 1.75 લાખ પરિવારને ગૃહપ્રવેશ પણ કરાવ્યો. આ કાર્યક્રમને વિડીયો કોન્ફરન્સ દ્વારા સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું કે સામાન્યરીતે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ એક ઘર તૈયાર કરવામાં સરેરાશ 125 દિવસનો સમય લાગે છે પણ કોરોનાકાળમાં પીએમ આવાસ યોજના હેઠળ ઘરોને માત્ર 45થી 60 દિવસમાં બનાવીને તૈયાર કર્યા છે.

ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજનાની સ્કીમ સસ્તા ઘરોને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી હતી. આ સ્કીમનું લક્ષ્ય તારીખ 31 માર્ચ 2022 સુધી સમગ્ર દેશમાં 20 મિલિયન ઘરનું નિર્માણ કરીને તમામ લોકો માટેના ઘરનો હેતુ પ્રાપ્ત કરવાનું છે. આ યોજનાને શહેર અને ગ્રામીણ એમ બે ભાગમાં વહેંચવામાં આવી છે.


તે તમામ પરિવાર કે જેમની પાસે ઘર નથી અથવા હાલમાં ભારતના ગ્રામીણ ક્ષેત્રોમાં કાચા અથવા જર્જરિત ઘરોમાં રહે છે તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણ (PMAY-G) માટે અરજી કરી શકે છે. ગરીબી રેખાથી નીચે (BPL)ના લિસ્ટ સિવાય, કેટલાંક અન્ય વ્યક્તિ જે PMAY-Gના લાભ પ્રાપ્ત કરવા માટે યોગ્ય છે. અરજી કરનાર પરિવારની આવક રૂપિયા 3 લાખથી 6 લાખની વચ્ચે હોવી જોઈએ.

સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ લાભ મેળવનારની ઓળખ કરવા માટે સામાજિક આર્થિક જાતિ વસ્તી ગણતરી પર ધ્યાન આપે છે. આ સિવાય, સરકાર ફાઈનલ લિસ્ટનો નિર્ણય લેતા પહેલા પંચાયતને સામેલ કરે છે. સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના-ગ્રામીણનો લાભ મેળવવા માગતા પરિવાર પાસે દેશમાં ક્યાંય પાક્કુ ઘર હોવું જોઈએ નહીં.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube