પ્રધાનમંત્રી જન ઓષધિ યોજના :-
તમે સમજી જ ગ્યા હશો નામ પરથી, કે આ યોજના કોઇ દવાથી સંબંધિત છે. આપણા દેશમાં તબીબી સમસ્યા ખુબ જ વધારે છે. એક મધ્યમવર્ગના માણસને કેટલીકવાર હોસ્પિટલ અને દવાના ખર્ચને કારણે પોતાનુ ઘર વેચવું પડે છે આ યોજના ખાસ તરીકે ગરીબીમાં રહેતા લોકો માટે જ છે. તો આવો આપણે એ સમજવાનો પ્રયત્ન કરીએ કે આ યોજના અંતર્ગત આપણને શું શું લાભ મળી શકે છે અને આ યોજનાનો લાભ આપણે કેવી રીતે મેળવી શકીએ છીએ. પ્રધાનમંત્રી જન ઓષધિ યોજના આપણને રોજગારીનો અવસર પ્રદાન કરે છે. ભારત સરકારે આ યોજના માટે ૬,૯૦,૦૦ કરોડનું બજેટ મંજૂરી બહાર પાડી છે, આ અંતર્ગત, આ કેન્દ્રોમાં ફક્ત જેનેટિક દવાઓ જ વેચવામાં આવે છે.
પ્રધાનમંત્રી જન ઓષધિ યોજના હેઠળ, સરકાર ઓષધિ સેન્ટર ખોલવા માટે ૨.૫ લાખ રૂપિયાની સહાય પ્રદાન કરે છે. આ યોજના હેઠળ દવાની દુકાનમાંથી દવાઓના વેચાણ પર ૨૦% કમિશન આપવામાં આવે છે. સરકાર આ કેન્દ્રો પર જેનેટિક દવાઓના પૂર્તિનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. જેનેટિક દવાઓ અન્ય કંપનીઓની તુલનામાં ઘણી સસ્તી હોય છે, જેના કારણે દરેક વ્યક્તિને ઓછા પૈસા પર દવાઓ મળી શકે.
જન ઓષધિ કેન્દ્રના નિયમો –
૧) PMJAYની અરજી માટે કોઈપણ બિન-સરકારી સંસ્થા / સોસાયટી / ટ્રસ્ટ / સંસ્થા / સ્વ-આરોગ્ય સમુહ, જેમને ઓછામાં ઓછા ૩ વર્ષ સુધી કલ્યાણકારી ગતીવિધિઓ ચલાવવાનો અનુભવ છે.
૨) કોઈપણ બેરોજગાર ફાર્માસિસ્ટ / મેડિકલ પ્રેક્ટિશનર કે જેની પાસે પૈસા અને જગ્યાની વ્યવસ્થા હોઇ તે આમાં આવેદન કરી શકે છે.
૩) દુકાન ખોલવા માટે, અરજદારની પાસે ૧૨૦ ચોરસ મીટર જગ્યા હોવી અનિવાર્ય છે, જો તમે ઇચ્છો તો, તમે ભાડેની જમીન લઇને પણ અરજી કરી શકો છો.
૪) આમાં પ્રધાનમંત્રી ભારતીય જન ઓષધિ કેન્દ્રના નામે જ દુકાન ખોલવામાં આવે છે.
૫) એસસી / એસટી અને દિવ્યાંગ અરજદારોને ૫૦,૦૦૦ રૂપિયા (પચાસ હજાર) ની મુલ્યની દવા અગાઉથી આપવામાં આવે છે.
PMJAY માટે જરૂરી દસ્તાવેજો –
૧) આધારકાર્ડ અને પાન કાર્ડ.
૨) ૧૨૦ ચો.મી. જમીન ના સંબંધિત દસ્તાવેજો.
૩) જો તમે એસસી / એસટી કે દિવ્યાંગની કેટેગરીમાં આવતા હોય તો તેનું પ્રમાણપત્ર.
૪) કમ્પ્યુટરનુ જ્ઞાનનું પ્રમાણપત્ર.
૫) વેચાણ લાઇસન્સ.
૬) સંસ્થા / હોસ્પિટલ / ચેરીટેબલ સંસ્થા વગેરેને આવેદન કરવા માટે આધારકાર્ડ, પાનકાર્ડનું પ્રમાણપત્ર અને નોંધણીનું પ્રમાણપત્ર આવશ્યકતા હોય છે.
૭) છેલ્લા ત્રણ વર્ષનાં બેંક સ્ટેટમેન્ટ અને લોન હોય તો તેનો પુરાવો. તેનાથી સરકારને ખબર પડશે કે તમે દુકાન ચલાવવા માટે આર્થિક રૂપથી તૈયાર છો કે નહીં.
PMJAY દ્વારા ઓષધિ કેન્દ્ર ખોલવાના ફાયદા –
૧) દવાઓ પર જે ભાવ છે તેના પર ૨૦ ટકા ડિસ્કાઉન્ટ એટલે દવાની છાપી કિંમત પર નફો થાય છે.
૨) જે લોકોને સરકારી હોસ્પિટલોમાં મફત કેન્દ્રો ખોલવા માટે જમીન આપવામાં આવશે તેમને સરકાર દ્વારા ૨.૫ લાખની (એક લાખ દવા માટે, એક લાખ ફર્નિચર માટે અને ૫૦ હજાર કમ્પ્યુટર અને ઇન્ટરનેટ સુવિધાઓ માટે ) એક વારની આર્થિક સહાયતા પુરી પાડવામાં આવશે.
૩) PMJAY હેઠળ ખોલવામાં આવેલા જન ઓષધિ કેન્દ્રને ૧૨ મહિનાના વેચાણમાં ૧૦% વધારે આપવામાં આવશે. જો કે, આ રકમ મહત્તમ ૧૦૦૦૦ (દસ હજાર) રૂપિયા દર મહિને હશે.
PMJAY માટે આવેદન કરવા માટે –
આ યોજના માટે આવેદન કરવા માટે, તમારે એક ફોર્મ ભરવું પડશે. આ યોજનામાં, તમે આવેદન ઓનલાઇન અથવા ઓફલાઇન બંને રીતે કરી શકો છો. જો તમે ઓનલાઇન આવેદન કરવા માંગો છો, તો તમે તેની સરકારી વેબસાઇટની મુલાકાત લઈને તેના માટે આવેદન કરી શકો છો. અને જો તમારે આવેદન કરવુ હોય તો નીચે આપવામાં આવેલી લિંક ઉપર ક્લિક કરો.
http://janaushadhi.gov.in/online_registration.aspx
નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે નીચે આપેલી લીંક પર કલીક કરી જોડાયેલા રહો "Royal Gujju" સાથે.
જોડાઓ: Facebook | Twitter | Instagram | Youtube
લાઈક કરો અમારું Facebook Page અને મેળવતા રહો તમામ ન્યુઝ નું અપડેટ્સ