• મોહસિને જણાવ્યું કે, પહેલી મુલાકાતમાં મોદીએ મને બહેન કહ્યા હતા, મારે પણ કોઈ ભાઈ નથી
  • ‘એક વખત રક્ષાબંધન પર પ્રાર્થના કરી હતી કે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બની જાય’

  અમદાવાદ. કમર મોહસિન શેખ…તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પાકિસ્તાની બહેન તરીકે ઓળખવામાં આવે છે. આ કેવી રીતે થયું? તેના વિશે જણાવીએ તે પહેલા એ જાણી લો કે કમર મોહસિન કોરોનાના પ્રતિબંધોને કારણે આ વખતે રક્ષાબંધન પર મોદીને નહીં મળી શકે, તેથી તેઓ પીએમને પોસ્ટમાં રાખડી મોકલી રહ્યા છે.

  પાકિસ્તાનમાં ઉછરેલા મોહસિન આ રીતે મોદીના બહેન બન્યા
  મોહસિન લગ્ન પછી અમદાવાદમાં સેટલ થઈ ગયા હતાં. તેમણે જણાવ્યું કે, અમે મોદીને છેલ્લા 30-35 વર્ષોથી ઓળખીએ છીએ. પહેલી વખત દિલ્હીમાં મુલાકાત થઈ હતી. ત્યારે તેમને ખબર પડી કે હું કરાચીથી છું અને અમદાવાદમાં લગ્ન થયા છે તો તેમણે મને બહેન કહીને બોલાવી. મારો પણ કોઈ ભાઈ નથી, એટલા માટે થોડા વર્ષો પછી રક્ષાબંધન પર જ્યારે ફરી દિલ્હી ગઈ તો મે તેમને રાખડી બાંધી. છેલ્લા 25 વર્ષથી હું તેમને રાખડી બાંધું છું.

  રક્ષાબંધન પર મોદીના સીએમ બનવાની પ્રાર્થના કરી હતી
  એક વખત રાખડી બાંધતી વખતે મેં કહ્યું કે, તમે ગુજરાતના મુખ્યમંત્રી બની જાવ, એવી પ્રાર્થના કરીશ. એ વખતે તેમણે હસતા હસતા વાતને ટાળી દીધી, પણ પછી મુખ્યમંત્રી બની ગયા. બીજી રક્ષાબંધન પર મેં કહ્યું કે, ઉપરવાળાએ મારી પ્રાર્થના સાંભળી લીધી.. અને હવે તો તે વડાપ્રધાન પણ બની ગયા છે.

  મોદી ભાઈને રાખડી મળી ગઈ
  મારી મોકલાવેલી રાખડી અને પુસ્તક તેમને મળી ગયા છે. હું પોતે જવા માંગતી હતી. પણ કોરોનાના કારણે બધા હેરાન છે. હું પ્રાર્થના કરું છું કે તેમના હવે પછીને પાંચ વર્ષ સારી રીતે વિતે. તેમના પોઝિટિવ નિર્ણયોની આખી દુનિયાને ખબર પડે. હું તેમના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરીશ.

નોંધ: "Royal Gujju" ના કોઈ પણ લખાણ ની કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી ફરીજીયાત છે.

જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.

જોડાઓ:  Facebook | Twitter | Instagram | YouTube