કિર્તેશ પટેલ, સુરત: 17મી સપ્ટેમ્બરના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો (PM Narendra Modi) 71 મો જન્મદિવસ છે ત્યારે તેમના આ જન્મદિવસના ભાગરૂપે બુધવારે રાત્રિના 12ના ટકોરે સુરત (Surat) ખાતે વિશાળ 71 ફૂટ લાંબી કેક કટિંગ કરવામાં આવી છે. સુરતની ખાનગી બેકરી દ્વારા આ કેક કટિંગ કરવામાં આવી છે. જે કેક સાત જેટલા કોરોના વોરિયરના (Corona Worrior) હસ્તે કટિંગ કરવામાં આવી છે. આ બાદ કેક અંધજન શાળામાં બાળકો,અનાથ આશ્રમ સહિતની સંસ્થાઓમાં પોહચાડવામાં આવશે.

બેકરી દ્વારા બનાવવામાં આવેલી 71 ફૂટ લાંબી આ કેમાં વર્તમાન સ્થિતિમાં પોતાની ફરજ નિભાવી રહેલા અલગ અલગ ક્ષેત્રના કોરોના વોરિયરનો સમાવેશ કરવામાં આવ્યો છે. જે અલગ અલગ થીમ કેક પર જોવા મળી રહી છે.

બ્રેડલાઈનર છેલ્લા ત્રણ વર્ષથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મ દિવસે સામાજિક જાગૃતિનો કાર્યક્રમ કરીને ઉજવણી કરે છે. આજે દક્ષિણ ગુજરાત કોરોના મહામારીમાંથી ધીરે ધીરે બહાર આવી રહ્યું છે.

કોરોના વોરિયર્સની મહેનત સંઘર્ષ અને હિંમતને કારણે અનેક લોકો કોરોનાને મ્હાત આપીને સ્વસ્થ થઇ રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, જાન હે તો જહાં હે, કોરોનાને ફેલાતો રોકવા સોશિયલ ડિસ્ટન્સ જાળવવું ખૂબ જરૂરી છે. સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે અમે આ વર્ષે ડિજિટલ ઉજવણી કરવાનું નક્કી કર્યું છે.

ડિજિટલ ઉજવણી દ્વારા અમે વર્લ્ડ રેકોર્ડ કરવા જઈ રહ્યા છીએ. 711 કોરોના વોરિયર્સ ડિજિટલ કટીંગ કરશે અને વર્લ્ડ રેકોર્ડ સર્જાશે. બ્રેડલાઈનર પરિવારે પોતાની સામાજિક જવાબદારીના ભાગરૂપ અને નરેન્દ્ર મોદીના ઉદ્દેશ્યને લોકો સુધી પહોંચાડવા માટે કેક ફોર કોરોના વોરિયર્સ કાર્યક્રમનું આયોજન કર્યું છે.

કાર્યક્રમ બાદ કોરોના વોરિયર્સને સુરત, વાપી, વલસાડ, બારડોલી, વ્યારા, વડોદરા, ભરૂચ, અંકલેશ્વરમાં આવેલા બ્રેડલાઈનરના આઉટલેટમાંથી 500 ગ્રામની કેક આપવામાં આવશે. આ કેક કોરોના વોરિયર્સ ઘરે લઈને તેના પરિવાર સાથે એક કટિંગ કરીને ઉજવણી કરશે.

17 સપ્ટેમ્બરના દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 70 વર્ષ પૂર્ણ કરીને 71માં વર્ષમાં પ્રવેશ કરશે. તેથી અમે 711 કોરોના વોરિયર્સને કેક આપીને સન્માન કરવાનો નિર્ણય કર્યો છે.

ગત વર્ષ 2019માં કેક અગેન્સ્ કરપ્શન કાર્યક્રમમાં 7000 કિગ્રાની 700 ફૂટ લાંબી કેક બનાવવામાં આવી હતી સમાજમાં પ્રમાણિક લોકો દ્વારા કેક કાપીને કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

બ્રેડલાઈનર પરિવાર દ્વારા વર્ષ 2018માં કેક ઓફ યુનિટી બનાવીને નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી.

680 ફૂટ લાંબી અને 6800 કિગ્રા વજનની કેક બનાવીને સમાજમાંથી ઊંચનીચના ભેદભાવ દૂર કરીને સમાજને એક બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. 680 સામાજિક આગેવાનો દ્વારા કેક કાપીને એકતાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આમ બ્રેડલાઈનર પરિવાર દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિનની ઉજવણીના ભાગરૂપે અનોખા સામાજિક સંદેશ આપવામાં આવે છે.

સુરતની ખાનગી બેકરી દ્વારા આ કેક કટિંગ કરવામાં આવી છે.
PM મોદીના જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ 70 હજાર વૃક્ષો વાવીને સુરતના લોકોએ અનોખી ગિફ્ટ આપી
પીએમ મોદીના 70માં જન્મ દિવસે 70 હજાર વૃક્ષો વાવવાનો હતો સંકલ્પ, ગુજરાત રેકોર્ડ દ્વારા ડેપ્યુટી મેયરને સન્માનિત કરવામાં આવ્યા

કિર્તેશ પટેલ, સુરત : દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો ગુરુવારે (17 સ્ટેમ્બર) જન્મ દિવસ છે ત્યારે સુરતના લોકોએ તેમના 70માં જન્મ દિવસ ઉજવણી અનોખી રીતે કરવાનું નક્કી કર્યું હતું. પીએમ મોદીના 70 જન્મ દિવસ નિમિતે શહેરમાં 70 હજાર વૃક્ષ વાવવાનું નક્કી કરી આ કાર્ય શરુ કર્યું હતું. તેમના જન્મ દિવસના એક દિવસ પહેલા 70 હજાર વૃક્ષો વાવી દેવાનો લક્ષ્યાંક પાર થઈ જતા ગુજરાત રેકોડ દ્વારા આ ભગીરથ કાર્યમાટે સુરતના ડેપ્યુટી મેયરને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ગુરુવારે વડા પ્રધાન મોદીનો જન્મ દિવસ છે. તેમનો જન્મ દિવસ દેશના લોકો ખુબ ધૂમધામથી ઉજવતા હોય છે. જોકે આ વર્ષે કોરોના મહામારી વચ્ચે લોકોને એકત્ર થવા પર પ્રતિબંધ છે. કોરોના મહામારીમાં સૌથી વધુ દર્દીને ઓક્સિજનની જરૂર હોવાને લઇને સુરતના ડેપ્યુટી મેયર દ્વારા શહેરમાં 70 હજાર વૃક્ષો વાવવાનો સંકલ્પ કર્યો હતો.

જોત જોતામાં શહેરમાં અનેક સોસાયટી, રસ્તા અને મોહલ્લામાં રહેલા લોકોના સહકારથી આ ભગીરથ કાર્ય પીએમ મોદીના જન્મ દિવસ પહેલા પૂર્ણ થઇ ગયું છે. 70 હજારના બદલે લગભગ 73 હજાર વૃક્ષ વાવવામાં આવ્યા છે. ત્યારે આજે આ મામલે ગુજરાત રેકોર્ડ દ્વારા ડેપ્યુટી મેયરને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.

આ સન્માન મળતા સુરતના મેયર જગદીશ પટેલ પણ ગર્વ અનુભવતા હતા. આજ રીતે લોકો સહકાર આપશે તો સુરત આગામી દિવસમાં ગ્રીન સીટી તરીકે પણ ઓળખાય તો નવાઈ નહીં.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.