15 ઓગસ્ટના રોજ દેશમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ. આ સમયે પીએમ મોદી સ્વેદશી નહીં પણ વિદેશી રેંજ રોવર સેન્ટિનેલમાં લાલ કિલલા પર પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે ચીન સાથેના તણાવ બાદ PM મોદીએ આત્મનિર્ભર ભારતનું નવું સૂત્ર દેશને આપ્યું છે. પરંતુ પીએમ મોદી પોતે જ વિદેશી ગાડી જે સુરક્ષાથી સજ્જ છે તેનો ઉપયોગ કરી રહ્યા છે.
માનવામાં આવે છે કે વિદેશી કાર રેંજ રોવર સેન્ટિનેલમાં સલામતી અને પ્રભાવની દ્રષ્ટિએ વિશ્વની શ્રેષ્ઠ તેમજ સલામત ગણાતી કારમાંની એક છે. જાણો આ કારની વિશેષતા વિશે.
કાર એક સશસ્ત્ર વાહન છે, જેને ગોળીઓ અને બોમ્બથી કંઈ થતું નથી.
આઇઇડી બ્લાસ્ટથી પણ કઈ થતું નથી.

તેનું ટાયર નુકસાન થવા છતાં 100 કિલોમીટર સુધી દોડી શકે છે.
આ કાર પાણી, કાદવ અને પથ્થરો જેવા મુશ્કેલ રસ્તાઓ વચ્ચે સરળતાથી આગળ વધી શકે છે.
આ કાર કેમિકલ અને ગેસના હુમલાઓનો પણ સામનો કરી શકે છે.

રેંજ રોવર સેન્ટિનેલ એ વિશ્વની સૌથી શક્તિશાળી એન્જિન કારમાંની એક છે.
તેમાં જગુઆર સોર્સીડ 5.0-લિટર, સુપરચાર્જ્ડ વી 8 એન્જિન છે.
તેનું એન્જિન 375bhp ની મહત્તમ શક્તિ અને 508Nm નો પીક ટોર્ક જનરેટ કરે છે.
રેંજ રોવર સેન્ટિનેલ ફક્ત 5.3 સેકંડમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ગતિ ઝડપી શકે છે.
તેની ટોચની ગતિ 218 કિલોમીટર પ્રતિ કલાકની છે.

રેંજ રોવર સેન્ટિનેલમાં પેનોરેમિક સનરૂફ છે, જેનો ઉપયોગ રોડ શો દરમિયાન કરવામાં આવે છે.
આ સિવાય આ કાર મુશ્કેલ સમયમાં તેના શત્રુઓ ઉપર પડી શકે છે.
Range Rover debuts the armour-plated Sentinel. The price tag starts at around $446,000. Is the cost is worth it? pic.twitter.com/ut4wz3ifgn
— Quality Used Engines (@used_engines_) September 14, 2015
તમે જોયું જ હશે કે જ્યારે પણ વડાપ્રધાન કોઈ રેલી કે રોડ શો કરે છે ત્યારે તેઓ મોટાભાગે આ જ ખાસ ગણાતી રેંજ રોવર સેન્ટિનેલમાં જોવા મળે છે. આમાં ઘણી ખતરનાક સુવિધાઓ આપવામાં આવી છે. આ સુરક્ષા સજ્જ કાર હોવાના કારણે અન્ય અનેક સુવિધાઓનો ઉલ્લેખ અહીં કરવામાં આવી રહ્યો નથી. શક્ય છે કે તેનાથી પીએમની સુરક્ષા જોખમાય. પરંતુ હવે તમે જાણી ચૂક્યા હશો કે શા માટે પીએમ મોદી આ વિદેશી કાર પર ભાર મૂકે છે અને તેનો જ ઉપયોગ કરવાનું પસંદ કરે છે. દેશની સુરક્ષા કરી રહેલા વડાપ્રધાનની સુરક્ષા પણ ખાસ ગણવામાં આવી રહી છે.
જો તમને આ પોસ્ટ પસંદ આવી હોય અને આવી બીજી પોસ્ટ જોવા માંગતા હોય તો તમે અમારા ફેસબુક પેજ સાથે જોડાય શકો છો.